લળિંગ કિલ્લો ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે.

લળિંગ કિલ્લો
લળિંગ, ધુલિયા જિલ્લો
દૂરથી દૃશ્યમાન લળિંગ કિલ્લો
લળિંગ કિલ્લો is located in મહારાષ્ટ્ર
લળિંગ કિલ્લો
લળિંગ કિલ્લો
અક્ષાંશ-રેખાંશ20°48′43″N 74°44′22″E / 20.812°N 74.7395°E / 20.812; 74.7395
પ્રકારપહાડી કિલ્લો
સ્થળની માહિતી
આધિપત્યભારત સરકાર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિજર્જરીત
સ્થળ ઈતિહાસ
બાંધકામ સામગ્રીપથ્થર, ચૂનો અને સીસું
ઘટનાઓઆશા આહીર હત્યાકાંડ
સૈન્ય માહિતી
રહેવાસીઓઆહીર, ફારુકી વંશજો, હોલકર, બ્રિટિશરો

ઇતિહાસ ફેરફાર કરો

ઈ. સ. ૧૭૫૨ના વર્ષમાં જ્યારે શ્રીમંત સુબેદાર મલ્હારરાવ હોલકર (પહેલા) અને મરાઠી સેનાએ ભાલકીની લડાઇમાં નિઝામને હરાવ્યો, તે વખતથી આ કિલ્લો હોલકર સામ્રાજ્ય હેઠળ આવ્યો. આ પછી મરાઠી સામ્રાજ્યમાં, લળિંગનો કારભાર મલ્હારરાવ હોલકર (પ્રથમ) ની આગેવાની હેઠળ સંચાલિત કરવામાં આવ્યો હતો. મરાઠી શાસનના અંત સુધી આ કિલ્લો હોલકર સામ્રાજ્ય હેઠળ રહ્યા પછી ઈ. સ. ૧૮૧૮ના વર્ષમાં બ્રિટીશરોના અંકુશ હેઠળ ગયો અને સંપત્તિ મેળવવા માટે તેમણે તેનો વિનાશ કર્યો. આ કિલ્લાનું નિર્માણ તેરમી સદીમાં ફારુકી રાજા દ્વારા કરાવવામાં આવ્યું હતું. લળિંગ ગામ મુંબઈ-આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે, જે ધુલિયાથી પસાર થાય છે. ધુલિયાથી તેનું અંતર નવ કિલોમીટર, જલગાંવથી ૧૦૦ કિલોમીટર, માલેગાંવથી ૪૦ કિલોમીટર અને નાસિકથી ૧૪૬ કિલોમીટર જેટલું છે. લળિંગ ગામમાં કાળા પથ્થર વડે નિર્મિત મહાદેવનું એક નાનકડું મંદિર છે અને તેની પાછળ એક પાણીની ટાંકી છે. આ ટાંકીના તળિયેથી કિલ્લા તરફ જવાનો રસ્તો શરુ થાય છે. સ્થાનિક અને ખાસ કરીને નિયમિત યાત્રાળુઓ આ સ્થળની મુલાકાત લેતા હોવાથી કિલ્લાનો માર્ગ તૂટી ગયો છે. થોડા અંતર પછી કિલ્લાના ભગ્ન અવશેષો દૃશ્યમાન થાય છે. વરસાદના પાણીના વહેવાથી રસ્તો અસ્તવ્યસ્ત હાલતમાં એવું લાગે છે. સામાન્ય રીતે અડધા કલાકની ચઢાઈ પછી પથ્થરનાં પગથીયાં આવે છે. ઉપર ચઢતા જઇએ એટલે આગળ એક કબર અને લીલવાળી ટાંકા દેખાય છે. અહીંથી ડાબી અને જમણી બાજુની બંને બાજુએ રસ્તાઓ છે. ડાબી તરફનો માર્ગ બનાવટી (ફસામણી) છે. આ રસ્તો કિલ્લાની દિવાલની બહાર તરફ લઈ જાય છે. જમણી તરફની રસ્તો નીચેની દિવાલોથી સીધો મુખ્ય દરવાજા પાસે જાય છે. આ માર્ગમાં ચાર-પાંચ જમીનમાં કોતરવામાં આવેલ ગુફાઓ જોવા મળે છે. આ ગુફાઓનો ઉપયોગ પાણીના સંગ્રહ અથવા લાંબો સમય સાચવવા માટે થતો હશે એમ લાગે છે. હાલમાં તે સંપૂર્ણપણે કોરી પડેલ છે. માત્ર વરસાદની મોસમમાં તે પાણીથી ભરાઈ જાય છે. આ ટાંકા પાસેથી ગુફાની પાછળના ભાગમાં આગળ ચાલ્યા પછી કિલ્લાના મુખ્ય દ્વાર પર પહોંચી શકાય છે. દરવાજો હાલમાં ખંડિત અવસ્થામાં છે. દરવાજાની જમણી તરફ એક વ્યાઘ્ર શિલ્પ કોતરેલું દેખાય છે. અહીંથી જમણી તરફ નીચે બાજુ કિલ્લેબંધી દેખાય છે. આપણે કિલ્લાની ટોચ પર પહોંચી ગયા છીએ. કિલ્લોના પાયા પરથી ચઢતી જતી એક સળંગ કમાનવાળી દિવાલ જોઈ શકાય છે. આ દિવાલ આ સ્થળ પરથી જ દેખાય છે. તે ઇંટો અને ચૂનાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે. નજીકમાં જ ધ્વજ-સ્તંભ આવેલ છે. આ ઉપરાંત અહીંથી મુંબઈ-આગ્રા હાઇવે અને ધુલે શહેર પણ દૃશ્યમાન થાય છે. જ્યારે વાતાવરણ સ્વચ્છ હોય ત્યારે સોનગીરનો કિલ્લો પણ અહીંથી દેખાય છે. કિલ્લાને જોઈ પરત પ્રવેશદ્વાર પર આવીને, ડાબી બાજુના રસ્તા પરથી કિલ્લાની બીજી બાજુ જઈ શકાય છે. આ રસ્તામાં પાણીના ટાંકા કોતરેલા આવે છે, જ્યાં લાંબા સમય સુધી પાણી રહે છે, પરંતુ આ પાણી પીવા યોગ્ય નથી. આગળના ભાગમાં અને કિલ્લાના મુખ્ય ભાગમાં કેટલાક વધુ પાણીના ટાંકા જોવા મળે છે. મધ્ય ભાગમાં ખાસ્સી ઊંચાઈ છે. કેટલીક જગ્યાએ રહેઠાણના બાકી રહેલ અવશેષો જોવા મળે છે. મધ્ય ભાગની આસપાસ દિવાલ બાંધવામાં આવેલ છે. મધ્ય ભાગની ઊંચાઈમાં કેટલીક ગુફાઓ ખોદવામાં આવેલ છે. આ કિલ્લામાં આવી ગુફાઓની સંખ્યા ઘણી દેખાય છે. સામે જ દારુખાનાના કોઠારની ઇમારત દેખાય છે. પાછળના ભાગમાં મોટી પાણીની ટાંકો અને ત્રણ-ચારનાની ટાંકી છે. તેની સામે દુર્ગા માતાનું એક નાનું મંદિર છે. જેનો ઉપયોગ પહેલાંના સમયમાં લોકો રહેતા ત્યારે થતો હશે, પરંતુ હાલમાં અહીં માત્ર બે લોકો રહી છે. બાજુમાં પાણીની ટાંકીની બાજુમાં એક કુંડ છે. જેમાં પાણી પણ સંગ્રહિત છે. કિલ્લા પર આવનારા પશુપાલકો ઘેંટા જેવા પ્રાણીઓને પાણી પીવડાવવા માટે કુંડનો ઉપયોગ કરે છે. મંદિરના પાછળના ભાગમાં પણ કેટલીક ગુફાઓ છે. આ ગુફાઓ ઘણી મોટી જગ્યા ધરાવે છે. એક ગુફા સાથે ભોંયરુ છે. જે અહીંથી સીધા કિલ્લાનાદરવાજાના ગુપ્ત દ્વાર સુધી જાય છે. આ દરવાજા નીચે પાણીના ટાંકા છે. નીચે ઉતરતા જમણી બાજુએ એક રસ્તો છે. આ રસ્તા પર દેવીની એક દેરી જોવા મળે છે. અહીંથી કિલ્લાની મુખ્ય માચી સુધી રસ્તો જાય છે. આ માચી કિલ્લાના મુખ્ય બુરજ પરથી સ્પષ્ટપણે દેખાય છે. માચી પર એક મોટું તળાવ છે. સામે નીચે બે પાણીની ટાંકી છે. માચીથી બીજી બાજુનો માર્ગ પછી કિલ્લાના મુખ્ય દરવાજા સુધી પહોંચે છે. અહીંથી નીચે જઈ શકાય છે. આ કિલ્લો દરિયાની સપાટીથી ૧૫૦૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે.

સંદર્ભ ફેરફાર કરો

  • સાંગાતી સહ્યાદ્રીચા - યંગ ઝિંગારો ક્લબ - મરાઠી પુસ્તક
  • ડોંગરયાત્રા - આનંદ પાળંદે - મરાઠી પુસ્તક