લવજી નસરવાનજી વાડિયા

મુંબઇને પ્રથમ કક્ષાના બંદર તથા ઔધોગિક પાટનગરનુ બિરૂદ અપાવવામાં અનેક દિગજ્જ ઉધોગપતિઓએ ફાળો આપ્યો છે. જેમાં લવજી નસરવાનજી વાડિયા આગળ પડતું સ્થાન ધરાવે છે. શેઠ ધનજીભાઈ જહાજના કારોબારમાં નામી વ્યક્તિ ગણાતા હતા. તેમને ત્યાં લવજીભાઈ વાડિયા કારીગર હતા. પોતાની કલા કારીગરીથી તેઓ અંગ્રેજોની આંખમાં વસી ગયા હતા. પરિણામે એક બાહોશ અંગ્રેજ અધિકારી આ સુરતી કારીગર લવજીને મુંબઇ ગયા હતા. બીજા વર્ષે એટલે કે 1735માં લવજી વાડિયાની દેખરેખમાં મુંબઇમાં બારાં બનાવવાની શરૂઆત થઇ.


લવજી વાડિયાની કલા કારીગરીથી અંજાઇ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કૌશલ્યની કદર કરતાં તેમને માસ્ટર બિલ્ડર તરીકેનું સન્માન આપ્યું હતું. જહાજ ઉદ્યોગનો વિકાસ થતા તેનો આનુસંગિક બંદર ઉદ્યોગ પણ વિકાસ પામ્યો અને મુંબઇ શહેર દુનિયાના નકશા પર ઝળકી ઉઠ્યું.


બાદમાં મુંબઇમાં વાડિયા કુટુંબની પેઢી દર પેઢીએ જહાજવાડાની કળા જાળવી રાખી હતી. એટલું જ નહીં લવજી વાડિયાના વંશ વારસાએ ઇંગ્લેન્ડના રોયલ નેવી માટે ખડતલ યુધ્ધ જહોડો બાંધી નામના મેળવી હતી.


1775-80 દરમિયાન માણેકજી વાડિયાની દેખરેખ હેઠળ બ્રિટીશ રોયલ નેવી માટે વિક્ટીરી જહાજ બાંધ્યું હતું. જે જહાજે ઇંગ્લેન્ડને અનેક યુધ્ધો જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરિણામે વાડિયા કુટુંબને અને મુંબઈના જહાજવાડાને ઘણી પ્રતિષ્ઠા મળી હતી. ખરેખર મુંબઈની વિકાસગાથામાં ગુજરાતી લવજી વાડિયા તથા તેમના વંશવારસોનું યોગદાન સુવર્ણ અક્ષરે આલેખાવું જોઈએ.