લિંગરાજ મંદિર, ભુવનેશ્વર

લિંગરાજ મંદિર, ઓરિસ્સા રાજયની રાજધાનીના શહેર ભુવનેશ્વર ખાતે આવેલું છે. આ મંદિર ભુવનેશ્વર શહેરમાં આવેલાં પ્રાચીનતમ મંદિરો પૈકીનું એક મંદિર છે.

લિંગરાજ મંદિર, ભુવનેશ્વર
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનભુવનેશ્વર, ઓરિસ્સા
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારઉડ઼િયા શૈલી
નિર્માણકારરાજા જજતિ કેશરિ

ત્રણેય ભુવનોના સ્વામી ભગવાન ત્રિભુવનેશ્વરને સમર્પિત આ મંદિરનું વર્તમાન સ્વરૂપ તો સને ૧૦૯૦ - ૧૧૦૪ના સમયકાળમાં બનાવવામાં આવ્યું હતું, કિંતુ એના કેટલાક ભાગ ૧૪૦૦ વર્ષ કરતાં પણ વધુ પુરાણા છે. આ મંદિરનું વર્ણન છઠ્ઠી શતાબ્દીના લખાણોમાં પણ આવે છે.[]

નિર્માણ

ફેરફાર કરો

આ મંદિરનું નિર્માણ સોમવંશી રાજા જજાતિ કેશરિએ ૧૧મી શતાબ્દીમાં કરાવ્યું હતું. એમણે ત્યારે જ પોતાની રાજધાનીને જાજપુર નગરથી ભુવનેશ્વર ખાતે સ્થાનાંતરિત કરાવી હતી. આ સ્થળનું બ્રહ્મ પુરાણ ગ્રંથમાં એકામ્ર ક્ષેત્ર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.

મંદિરનું પ્રાંગણ ૧૫૦ ચોરસ મીટરનું છે તથા કળશની ઊંચાઈ ૪૦ મીટર જેટલી છે. પ્રતિવર્ષ એપ્રિલ મહીનામાં અહીં રથયાત્રા આયોજિત કરવામાં આવે છે. મંદિરની નિકટમાં આવેલા બિંદુસાગર સરોવરમાં ભારતના પ્રત્યેક ઝરણાંઓ તથા તળાવોનું જળ સંગ્રહીત છે અને એમાં સ્નાન કરવાથી પાપમોચન થાય છે.

 
 
લિંગરાજ મંદિર પર શિલ્પકારી

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Bhubaneswar Lingaraj Temple". મૂળ માંથી 2007-11-16 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-12.