લેડી શ્રીરામ મહિલા મહાવિદ્યાલય

લેડી શ્રી રામ કોલેજ દિલ્હીની વિદ્યાપીઠ (યુનિવર્સિટી), અંતર્ગત એક મહિલા મહાવિદ્યાલય (કોલેજ) છે. તેને ભારત ખાતે ઉદાર (લિબરલ) કલા-શિક્ષણ માટેની મુખ્ય સંસ્થાઓ પૈકી એક ગણવામાં આવે છે.

લેડી શ્રીરામ મહિલા મહાવિદ્યાલય (કોલેજ)
ચિત્ર:Ladyshriramcollegeforwomenlogo.jpg
મુદ્રાલેખसा विद्या या विमुक्तये
"માત્ર એજ જ્ઞાન છે, જે મુક્તિ અપાવી શકે"
સ્થાપના૧૯૫૬
પ્રિન્સિપાલડો. મીનાક્ષી ગોપીનાથ
સ્થાનનવી દિલ્હી, ભારત
વેબસાઇટhttp://www.lsrcollege.org/

ઇતિહાસ અને વિકાસ

ફેરફાર કરો

તેની સ્થાપના ૧૯૫૬ના વર્ષમાં સર શ્રી રામ દ્વારા તેમની પત્ની ફૂલન દેવી (લેડી શ્રીરામ)ની યાદગીરીમાં કરી હતી. તેની શરૂઆત દરિયાગંજ, નવી દિલ્હી ખાતે એક કોલેજ, ૨૪૩ વિદ્યાર્થીઓ, ૯ અધ્યાપકો, ૪ સહયોગી કર્મચારીઓ સહિત ૩ અલગ અલગ અભ્યાસક્રમો માટે કરવામાં આવી હતી. સંસ્થાનો હેતુ મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાનો હતો.

આજે, આ કોલેજ દક્ષિણ દિલ્હીમાં આવેલા લાજપત નગર જીલ્લામાં એક 15 acres (61,000 m2) પરિસરમાં આવેલ છે અને તેમાં આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓ, ૧૫૦ થી વધુ અધ્યાપકો, વહીવટદારો અને કર્મચારીઓ મળીને શિક્ષણક્ષેત્રે ૧૬ અભ્યાસક્રમોનું સંચાલન કરે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો