લૅરી પેજ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
લૉરેન્સ "લૅરી" પેજ [૧] (જન્મ 26 માર્ચ, 1973) એક અમેરિકન કમ્પ્યૂટર વિજ્ઞાની, સૉફ્ટવેર ડેવલપર અને ઉદ્યોગસાહસિક છે, જે શ્રેષ્ઠ રૂપે સર્ગેઈ બ્રિન સાથે ગૂગલ (Google)ના સહ-સ્થાપક તરીકે ઓળખાય છે. 21 જાન્યુઆરી, 2011ના બ્લોગ પોસ્ટ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર,[૨] 4 એપ્રિલ, 2011થી અમલમાં આવે તે રીતે તેઓ, મુખ્ય કારોબારી અધિકારીની રૂએ ગૂગલ (Google)ના રોજિંદા સંચાલનોનો કાર્યભાર સંભાળશે.[૩]
પૂર્વ જીવન અને શિક્ષણ
ફેરફાર કરોપેજનો જન્મ પૂર્વ લાન્સિંગ, મિશિગનમાં એક યહૂદી પરિવારમાં થયો હતો.[૪][૫] તેમના પિતા, કાર્લ પેજ, કમ્પ્યૂટર સાયન્સ જ્યારે તેના શૈશવકાળમાં હતું ત્યારે 1965માં તે વિષય સાથે પીએચ.ડી.(Ph.D.) થયા હતા, અને તેમને "કમ્પ્યૂટર વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તાના આદ્યસ્થાપક" માનવામાં આવે છે. તેઓ અને પેજની માતા, બંને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર હતાં.[૬][૭]
પેજ 1975થી 1979માં ઓકેમોસ, મિશિગનમાં ઓકેમોસ મૉન્ટેસરી સ્કૂલ(હવે મૉન્ટેસરી રૅડમૂર કહેવાય છે)માં ભણ્યા, અને 1991માં ઇસ્ટ લાન્સિંગ હાઇસ્કૂલમાંથી સ્નાતક થયા.[૮] તેઓ યુનિવર્સિટી ઑફ મિશિગનમાંથી ઑનર્સ સાથે કમ્પ્યૂટર એન્જીનિયરિંગમાં વિજ્ઞાનના સ્નાતકની પદવી અને સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ધરાવે છે. જ્યારે તેઓ યુનિવર્સિટી ઑફ મિશિગનમાં હતા, ત્યારે "પેજે લેગો(Lego) બ્રિક્સના (ખરેખર લાઈન પ્લૉટર) બનેલા ઇંકજેટ પ્રિન્ટરની રચના કરી હતી",[૯] તેમણે 1994ની પાનખરમાં એચકેએન(HKN)ના પ્રમુખ તરીકે સેવાઓ આપી,[૧૦] અને તેઓ સોલર કાર ટીમના સભ્ય હતા.
એક મુલાકાત વખતે, પેજે પોતાનું બાળપણ યાદ કરતાં ઉલ્લેખ કર્યો કે તેમનું ઘર "ખરેખર ખૂબ જ અવ્યવસ્થિત હતું, જેમાં ચારે તરફ કમ્પ્યૂટરો અને પ્રોપ્યુલર સાયન્સ મૅગેઝિનો વેરવિખેર પથરાયેલાં રહેતાં." કમ્પ્યૂટર પ્રત્યે તેમનું આકર્ષણ ત્યારે શરૂ થયું જ્યારે તેઓ છ વર્ષના હતા, અને તેમણે "ચારે તરફ પડેલી સામગ્રીથી રમવાનું શરૂ કર્યું." તેઓ પોતાની પ્રાથમિક શાળામાં "એ પહેલા બાળક હતા જે વર્ડ પ્રોસેસરમાંથી નિયત કાર્ય કરી લાવતા હતા."[૧૧] તેમના મોટા ભાઈએ પણ તેમને દરેક વસ્તુને જુદી જુદી કરીને જોતાં શીખવ્યું હતું, અને તેથી પણ પહેલાં તે પોતાના ઘર માંહેની "દરેક ચીજને છૂટી કરીને તે કઈ રીતે કામ કરે છે તે જોવા માંડ્યા હતા." તેમણે કહ્યું કે "ખૂબ જ બચપણથી મને પ્રતીતિ થઈ ગઈ હતી કે હું નવી ચીજોની શોધ કરવા ઇચ્છું છું. તેથી હું ખરેખર ટૅકનોલૉજી અને.. વ્યાપારમાં રસ લેતો થયો. ...બનતાં સુધી હું 12 વર્ષનો હતો, ત્યારથી મને ખબર હતી કે છેવટે એક કંપની શરૂ કરવાનો છું."[૧૧]
સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર વિજ્ઞાનના પ્રોગ્રામમાં પીએચ.ડી.(Ph.D.) માટે નામ નોંધાવ્યા પછી, લૅરી પેજ એક શોધનિબંધ માટેની વિષયવસ્તુની શોધમાં હતા, અને તેમણે વર્લ્ડ વાઈડ વેબના લિંક માળખાને એક વિરાટ આલેખ રૂપે સમજીને, તેની ગણિતિક સંપત્તિઓ અંગે શોધખોળ કરવાનું વિચાર્યું.[૧૨] તેમના નિરીક્ષક ટેરી વિનોગ્રાડે તેમને આ વિચાર પર કામ કરવા માટે ઉત્તેજન આપ્યું, જેને પેજ પાછળથી "મને મળેલી શ્રેષ્ઠ સલાહ"ના નાતે યાદ કરે છે.[૧૩] પછી પેજે કયાં વેબ પેજીસ આપેલા પેજ સાથે જોડાય છે તેને શોધી કાઢવાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં એ પેજ(પૃષ્ઠ) વિશે મૂલ્યવાન માહિતી બની શકે (મનમાં શૈક્ષણિક પ્રકાશનોમાં નિર્દેશની ભૂમિકાને ધ્યાનમાં રાખીને) તેવી બૅકલિંક(backlink)ની સંખ્યા અને પ્રકૃતિનું ધ્યાન રાખવાનું હતું.[૧૨] તેમના આ "બૅકરબ(BackRub)" ઉપનામ ધરાવતા સંશોધન પ્રકલ્પમાં, તુરંત તેમની સાથે સર્ગેઈ બ્રિન, સ્ટૅનફોર્ડ પીએચ.ડી.(Ph.D.)ના સહવિદ્યાર્થી જોડાયા.[૧૨]
વાયર્ડ મૅગેઝિનના સહસ્થાપક, જૉન બૅટેલીએ પેજ વિશે લખ્યું કે તેમણે તર્ક કર્યો કે "સમગ્ર વેબ મોટા ભાગે નિર્દેશની ભૂમિકા પર આધારિત હતું, એક લિંક એ નિર્દેશ સિવાય બીજું શું છે? જો તેઓ વેબ પર પ્રત્યેક બૅકલિંકની ગણના અને યોગ્યતાની પદ્ધતિ ઘડી કાઢે, તો પેજના શબ્દોમાં 'વેબ વધુ મૂલ્યવાન સ્થાન બની જશે'."[૧૨] કઈ રીતે પેજ અને બ્રિને આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું તેના વિશે બૅટેલી આગળ વર્ણન કરે છેઃ
- "જે વખતે પેજે બૅકરબ(BackRub)ની કલ્પના કરી ત્યારે વેબમાં, તેમની વચ્ચે અસંખ્ય લિંક્સ ધરાવતા, લગભગ 10 મિલિયન દસ્તાવેજો હતા. આટલા વિશાળ રાક્ષસને ક્રૉલ કરાવવા (ભાંખોડિયા ભરાવવા) માટે જરૂરી કમ્પ્યૂટિંગ (ગણના કરનારા) સ્રોતો એક વિદ્યાર્થી પ્રોજેક્ટની સામાન્ય સીમાઓની બહારની બાબત હતી. તે ખરેખર શાની અંદર ઊતરી રહ્યા છે તેના વિશે અજાણ એવા પેજે, પોતાના ક્રૉવલરનું નિર્માણ કરવું શરૂ કર્યું.
- "આ વિચારની જટિલતા અને વ્યાપકતાએ બ્રિનને આ કામમાં જોડાવા માટે પ્રલોભિત કર્યા. એક બહુશ્રુત વ્યક્તિ, જે મહાનિબંધના વિષય પર સ્થિર થયા વગર એક પ્રોજેક્ટથી બીજા પ્રોજેક્ટ પર કૂદકા માર્યા કરતા હતા, તેમને બૅકરબ(BackRub) પાછળની આધારભૂત ભૂમિકા મંત્રમુગ્ધ કરનારી લાગી. બ્રિન યાદ કરે છે, શાળાની ચારે તરફ, "મેં ઘણાં સંશોધક જૂથો સાથે વાત કરી, અને મને આ પ્રોજેક્ટ ખૂબ જ આકર્ષક લાગ્યો, બન્ને રીતે, કારણ કે તે વેબના વિષયને લગતો હતો, જે માનવીય જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે, અને બીજું, કારણ કે હું લૅરીને પસંદ કરતો હતો."[૧૨]
બ્રિન અને પેજ મૂળે માર્ચ 1995માં, વસંત ઋતુ દરમ્યાન કમ્પ્યૂટર પીએચ.ડી.(Ph.D.)ના નવા ઉમેદવારોને અપાતી પૂર્વભૂમિકા વખતે મળ્યા હતા. બ્રિન, જે બે વર્ષથી આ પ્રોગ્રામમાં હતા, તેમને કેટલાક વિદ્યાર્થીઓને કૅમ્પસમાં ફેરવીને બતાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, બ્રિનને સોંપાયેલા વિદ્યાર્થી જૂથમાં પેજ પણ સામેલ હતા, અને પાછળથી તેઓ સારા મિત્રો બની ગયા.[૧૪]
આપેલા વેબ પેજ માટે બૅકરબ(BackRub)ના વેબ ક્રૉવલર દ્વારા એકત્રિત બૅકલિંક ડેટાને મહત્ત્વના માપમાં પરિવર્તિત કરવા, બ્રિન અને પેજે મળીની પેજરેંક(PageRank) કલનવિધિ વિકસિત કરી, અને ત્યારે તેમને પ્રતીતિ થઈ કે તેનો ઉપયોગ વર્તમાન વ્યવસ્થા કરતાં ખૂબ જ ઉચ્ચ પ્રકારના સર્ચ એન્જિનનું નિર્માણ કરવામાં થઈ શકશે.[૧૨] એ નવા પ્રકારની ટૅક્નોલૉજી પર નિર્ભર છે, જે એક વેબ પેજને બીજા વેબ પેજ સાથે જોડનારી બૅકલિંકોની સુસંગતતાનું વિશ્લેષણ કરે છે.[૧૪] ઑગસ્ટ 1996માં, ગૂગલ(Google)ની પ્રારંભિક આવૃત્તિ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે હજી પણ સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીની વેબસાઈટ પર છે.[૧૨]
વ્યવસાય
ફેરફાર કરો1998માં, બ્રિન અને પેજે ગૂગલ (Google), Inc.[૧૫]ની સ્થાપના કરી. 2001 સુધી, પેજે બ્રિન સાથે સહ-પ્રમુખ તરીકે ગૂગલ(Google)નું સંચાલન કર્યું, તે પછી તેમણે એરિક શ્મિટને ગૂગલ(Google)ના અધ્યક્ષ તથા સીઈઓ(CEO) તરીકે નિયુક્ત કર્યા. જાન્યુઆરી 2011માં ગૂગલે (Googleએ) જાહેર કર્યું કે આ જ વર્ષના એપ્રિલમાં પેજ સીઈઓ(CEO) તરીકે શ્મિટનું સ્થાન લેશે.[૧૬] પેજ અને બ્રિન બન્ને વળતર રૂપે વર્ષે એક ડૉલર કમાય છે. 4 એપ્રિલ, 2011ના, પેજ સત્તાવાર રીતે ગૂગલ(Google)ના મુખ્ય કાર્યકારી અધિકારી બનશે, જ્યારે શ્મિટ એક પગથિયું નીચે ઊતરીને કાર્યકારી અધ્યક્ષ બનશે.
અંગત જીવન
ફેરફાર કરોપેજ 2007માં રિચાર્ડ બ્રાનસનના કૅરિબિયન ટાપુ, નેકર ટાપુ પર લ્યુસિન્ડા સાઉથવર્થ સાથે લગ્ન કર્યાં છે.[૧૭] સાઉથવર્થ એક સંશોધક વિજ્ઞાની છે, અને અભિનેત્રી તથા મૉડલ કૅરી સાઉથવર્થની બહેન છે.[૧૮][૧૯][૨૦]
અન્ય રુચિઓ
ફેરફાર કરોપેજ ટેસ્લા મોટર્સ જેવી, જેણે ટેસ્લા રોડસ્ટર નામે, એક 220-mile (350 km) રેંજનું બૅટરી ઇલેક્ટ્રિક વાહન વિકસિત કર્યું છે, વૈકલ્પિક ઊર્જા કંપનીઓમાં સક્રિય રોકાણકર્તા છે.[૨૧] તેમણે પુર્નવીકૃત ઊર્જા ટૅકનોલૉજી પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાનું ચાલુ રાખ્યું છે, અને ગૂગલ(Google)ની પરોપકારી પાંખ, Google.orgની મદદથી પ્લગ-ઈન હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કારો તથા અન્ય વૈકલ્પિક ઊર્જા રોકાણોનો પ્રચાર-પ્રસાર કરે છે.[૧૧]
પેજ અને બ્રિન 2007ની ફિલ્મ બ્રોકન ઍરોઝ ના કાર્યકારી નિર્માતા છે.
પુરસ્કારો અને સન્માન
ફેરફાર કરો2003માં, બ્રિન અને પેજ બન્નેને "ઉદ્યોગસાહસિક જુસ્સો વ્યક્ત કરવા બદલ અને નવા વ્યવસાયોને ગતિ આપવા બદલ..." આઈ.ઈ.(IE) બિઝનેસ સ્કૂલ તરફથી એમબીએ(MBA)ની માનદ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી[૨૨] અને 2004માં, તેઓને માર્કોની ફાઉન્ડેશન પ્રાઈઝ મળ્યું, જે "એન્જીનિયરિંગમાં સર્વોચ્ચ પુરસ્કાર" લેખાય છે, અને તેઓને કોલંબિયા યુનિવર્સિટી ખાતે માર્કોની ફાઉન્ડેશનના ફેલો(સદસ્ય) તરીકે ચૂંટવામાં આવ્યા હતા. "તેમની પસંદગી જાહેર કરતી વખતે, ફાઉન્ડેશનના પ્રમુખ, જૉન જૅય આઇસેલિને આ બન્ને યુવાનોને, આજે માહિતી પુનઃપ્રાપ્ત કરવાની પદ્ધતિમાં પાયાનું પરિવર્તન કરી નાખતી તેમની શોધ બદલ અભિનંદન આપ્યા." તેઓ "વિશ્વની સૌથી પ્રભાવક સંપ્રેષણ(કોમ્યુનિકેશન) ટૅકનોલૉજી સ્થાપકોના ચૂંટેલી કૅડરના 32..."માં જોડાયા.[૨૩] તે 2004માં નેશનલ ઍકેડમી ઑફ એન્જીનિયરિંગમાં ચુંટાઈ આવ્યા હતા. 2005માં, બ્રિન અને પેજ અમેરિકન ઍકેડમી ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સિસમાં ફેલો(સદસ્ય) તરીકે ચુંટાઈ આવ્યા હતા.[૨૪] 2002માં વર્લ્ડ ઈકોનૉમિક ફોરમે, પેજને ગ્લોબલ લીડર ફોર ટુમોરો (આવતીકાલના વૈશ્વિક નેતા) જાહેર કર્યા અને 2004માં ઍક્સ પ્રાઈઝે(X PRIZE) પેજને પોતાના ટ્રસ્ટી તરીકે પસંદ કર્યા.[૯]
પીસી(PC) મૅગેઝિને ટોચની 100 વેબસાઈટ્સ તથા એન્જીન્સ(1998)માં ગૂગલ(Google)ને સ્થાન આપીને તેની પ્રશંસા કરી હતી તથા 1999માં વેબસાઈટ ઍપ્લિકેશન ડેવલપમેન્ટમાં નવપ્રવર્તન માટે ગૂગલ(Google)ને ટેકનિકલ ઍક્સલન્સ અવૉર્ડ આપ્યો હતો. 2000ની સાલમાં, ટૅકનિકલ સિદ્ધિ માટે ગૂગલ(Google)ને પીપલ્સ વૉઈસ અવૉર્ડ, વેબી અવૉર્ડ મળ્યો, અને 2001માં ઉત્કૃષ્ટ સર્ચ સર્વિસ, શ્રેષ્ઠ ઇમેજ સર્ચ એન્જીન, શ્રેષ્ઠ ડિઝાઈન, સૌથી મૈત્રીપૂર્ણ વેબમાસ્ટર સર્ચ એન્જીન તથા શ્રેષ્ઠ સર્ચ ફીચર માટે સર્ચ એન્જીન વૉચ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા."[૨૫]
2004માં, પેજ અને બ્રિનને એબીસી(ABC) વર્લ્ડ ન્યૂઝ ટૂનાઈટ દ્વારા "પર્સન્સ ઓફ ધ વિક (સપ્તાહની વ્યક્તિઓ)" ઘોષિત કરવામાં આવ્યા હતા. 2009માં પેજને યુનિવર્સિટી ઑફ મિશિગન તરફથી દીક્ષાન્ત સમારંભ દરમ્યાન ડૉક્ટરેટની માનદ પદવી મળી હતી.[૨૬]
2009માં, ફૉર્બ્સ ની વિશ્વના અબજો પતિઓની યાદીમાં તેઓ 26મા ક્રમે હતા અને અમેરિકાની સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં તેઓ 11મા ક્રમે હતા.[૨૭][૨૮]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Larry Page (1999). "Lawrence or Larry Page's Page". Stanford Web Site. મેળવેલ May 18, 2010.
- ↑ {http://googleblog.blogspot.com/2011/01/update-from-chairman.html
- ↑ http://blogs.wsj.com/digits/2011/01/20/statement-from-eric-schmidt-on-google-ceo-change/
- ↑ સ્ટ્રોસ, રૅન્ડાલ. પ્લૅનેટ ગૂગલ (Google): વન કંપનીઝ ઑડેશસ પ્લાન ટૂ ઓર્ગેનાઈઝ એવ્રીથિંગ વી નો , સાયમન અને શુસ્ટર (2008) પૃ. 75.
- ↑ બ્રૅન્ડ્ટ રિચાર્ડ એલ. ઇનસાઈડ લૅરી ઍન્ડ સર્ગેઈઝ બ્રેઈન , પેંગ્વિન (2009)
- ↑ સ્મેલ, વિલ. "પ્રોફાઈલઃ ધ ગૂગલ (Google) ફાઉન્ડર્સ" બીબીસી(BBC) , 30 એપ્રિલ, 2004.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-06-25 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-30.
- ↑ "ગૂગલ (Google) વિસ્તરણ માટે મિશિગનને પસંદ કરે છે," ઑફિસ ઑફ ધ ગવર્નર, સ્ટેટ ઑફ મિશિગન, 11 જુલાઈ, 2006 [માર્ચ 6, 2010ના મેળવેલ]
- ↑ ૯.૦ ૯.૧ ગૂગલ (Google) કોર્પોરેટ માહિતીઃ વ્યવસ્થાપનઃ લૅરી પેજ
- ↑ "HKN College Chapter Directory". Eta Kappa Nu. January 15, 2007.
- ↑ ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ સ્કૉટ, વર્જિનિયા. ગૂગલ (Google): કૉર્પોરેશન્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ , ગ્રીનવુડ પબ્લિશિંગ ગ્રુપ (2008).
- ↑ ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ ૧૨.૪ ૧૨.૫ ૧૨.૬ બૅટેલી, જૉન. "ધ બર્થ ઑફ ગૂગલ (Google)." વાયર્ડ મૅગેઝિન. ઑગસ્ટ 2005.
- ↑ ધ બેસ્ટ એડવાઈસ આઈ એવર ગોટ (ફોર્ચ્યૂન, એપ્રિલ 2008).
- ↑ ૧૪.૦ ૧૪.૧ મોશ્ચોવાઇટિસ ગ્રુપ. ધ ઇન્ટરનેટઃ અ હિસ્ટોરિકલ એનસાઇક્લોપિડિયા , ABC-CLIO (2005)
- ↑ "Larry Page Profile". Google.
- ↑ "Google's Page to Replace Schmidt as CEO".
- ↑ ગૂગલ(Google)ના સ્થાપક લૅરી પેજ પરણશે, રાયટર.
- ↑ મેકાર્થી, મેગન. "રાષ્ટ્રપ્રમુખ બુશ, ક્લિન્ટન્સ ગૂગલરના લગ્ન પ્રસંગે મળશે?" સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૯ ના રોજ વેબેક મશિનValleyWag.com સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૯ ના રોજ વેબેક મશિન 7 ડિસેમ્બર 2007.
- ↑ કૉલેરિજ, ડેનિયલ આર. ""નાઇટ શિફ્ટ્ 'સ મૉડલ એમડી(MD)." SOAPnet.com. 16 જુલાઈ, 2008. 10 સપ્ટેમ્બર, 2008ના મેળવેલ.
- ↑ ગૂગલ (Google) સહસ્થાપક પેજ પરણે છે સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૬ ના રોજ વેબેક મશિન, ધ એસોસિએટેડ પ્રેસ.
- ↑ "સિલિકૉનબીટઃ ટેસ્લા મોટર્સની નવી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર". મૂળ માંથી 2007-04-28 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-30.
- ↑ બ્રિન અને પેજ એમબીએ(MBAs) પુરસ્કૃત, અખબાર યાદી, સપ્ટેમ્બર 9, 2003
- ↑ બ્રિન અને પેજ પ્રાપ્ત કરે છે માર્કોની ફાઉન્ડેશનનું સર્વોચ્ચ સન્માન, અખબારી યાદી, સપ્ટે. 23, 2004
- ↑ "અકાદમી ચૂંટે છે 225મા વર્ગના સદસ્યો તથા વિદેશી માનદ સભ્યો". મૂળ માંથી 2009-06-15 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-30.
- ↑ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન, સદસ્ય પ્રોફાઇલ.
- ↑ "Larry Page's University of Michigan 2009 Spring Commencement Address=2009-10-6".
- ↑ મૅકદોઉગલ, પૉલ. " સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિનબિલ ગેટ્સ હજુ પણ અમેરિકાનો સૌથી મોટો ધનપતિ" સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન, ઇન્ફર્મેશન વીક , સપ્ટે. 21, 2007
- ↑ "The 400 Richest Americans 2009". Forbes. September 30, 2009.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગૂગલ (Google) કૉર્પોરેટ માહિતીઃ વ્યવસ્થાપન
- અમેરિકાના શ્રેષ્ઠ આગેવાનો
- લૅરી પેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેની સમગ્ર રૂપરેખા સંગ્રહિત ૨૦૦૪-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન
- ચૅનલ 4ની ન્યૂઝઃ "ગૂગલ(Google)ની દૃષ્ટિ સંગ્રહિત ૨૦૦૭-૦૪-૦૬ ના રોજ વેબેક મશિન" 23 મે, 2006
- "ધ સર્ચમિસ્ટર્સ" સંગ્રહિત ૨૦૦૮-૦૩-૩૦ ના રોજ વેબેક મશિન – બિનાઈ બર્થ (B'nai B'rith) મૅગેઝિન (વસંત 2006)માં પેજ અને બ્રિન પર રૂપરેખા
- વિડીઓઃ ગૂગલ (Google) ફાઉન્ડર્સ – ચાર્લી રોઝ મુલાકાત 2001માંથી (14 મિનિટ) સંગ્રહિત ૨૦૧૨-૦૧-૨૦ ના રોજ વેબેક મશિન
- ગૂગલ(Google)ના ઉદ્ગમ વિશે
- શા માટે તમારે VCsની અવગણના કરવી જોઈએ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન, લૅરી પેજ સ્ટૅનફોર્ડ ખાતે બોલે છે
- સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ, ગૂગલ(Google)ના સહ-સ્થાપકની શોધ પૂર્ણ થાય છે
- ધ પેજ ગર્લ સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન