લોનાવાલા
મહારાષ્ટ્ર, ભારતમાં આવેલું ગિરિમથક
લોનાવાલા અથવા લોનાવલા (મરાઠી: लोणावळा) એ એક હવાખાવાનું સ્થળ છે. આ પર્યટન સ્થળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં સહ્યાદ્રી પર્વતમાળામાં પૂણેથી મુંબઈ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪ પર આવેલું છે, જેનું અંતર પૂણેથી ૬૪ કિલોમીટર તેમ જ મુંબઈથી ૯૬ કિલોમીટર જેટલું છે. મુંબઈ-પૂણે દ્રુતગતિ માર્ગ પણ અહીંથી પસાર થાય છે. આ ઉપરાંત લોનાવાલા મુંબઈ-પૂણે રેલ્વે માર્ગનું એક મહત્વનું રેલ્વે-મથક છે.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર લોનાવાલા સંબંધિત માધ્યમો છે.