લ્યુટેશિયમ

રાસાયણિક તત્વ

લ્યુટેશિયમ એ એક રાસાયણિક તત્વ છે તેની સંજ્ઞા Lu અને અણુ ક્રમાંક ૭૧ છે.આ તત્વ લેંથેનાઈડઝ શ્રેણીનું અંતિમ તત્વ છે. અને શ્રેણીના ચઢતા ક્રમ્ અનુસાર તે આ શ્રેણીના સૌથી ચડિયાતા ગુણધર્મો બતાવે છે જેમકે સૌથી વધુ સખતાઈ અને ઘનતા. અન્ય લેંથિનાઈડ તત્વોથી વિપરીત આ તત્વ આવર્તન કોઠાના જૂથ ડી માં આવેલું છે. અને આને જૂથ ડીના લેંથેનાઈડ તરીકે રાખવામાં આવે છે. રાસાયણિક રીતે આ તત્વ એક સર્વ સામાન્ય લેંથેનાઈડ જ છે : તેનું સામાન્ય ઓક્સિડેશન બંધનાંક +૩ છે, જે તેના ઓક્સાઈડ, હેલાઈડ અને અન્ય સંયોજનોમાં જોવા મળે છે. અન્ય અંતિમ લેંથેનાઈડ સમાન પાણીમામ્ દ્રાવ્ય દ્રાવણમાં આ તત્વ જટીલ અણુ બનાવે છે જેમાં પાણીના નવ અણુઓ હોય છે.

આ ધાતુની શોધ સ્વતંત્ર રીતે તણ વ્યક્તિઓએ કરી હતી, ફ્રેંચ વૈજ્ઞાનિક જ્યોર્જિસ અર્બેન, ઓસ્ટ્રીયન ખનિજ શાસ્ત્રી બેરન કાર્લ ઓયર વોન વેલ્સબાચ અને અમેરિકન રસાયણ શાસ્ત્રી ચાર્લ્સ જેમ્સ. આ દરેકે ઈટર્બિયા ખનિજની એક અશુદ્ધિ તરીકે આ ધાતુ શોધી. પહેલા આને પણ ઈટર્બિયમ મનાતી હતી. આ ધાતુની શોધ કોણે પ્રથમ કરી તે વિષે ઘણામ્ વદ પ્રતિવાદ થયાં.પણ આનું માન અર્બેનને ફાળે ગયું કેમકે તેણે તી સૌ પ્રથમ પ્રસિદ્ધ કર્યું હતું. તેમણે આનું નામ lutecium રાખ્યું પણ ૧૯૪૯માં આનું નામકરણ lutetium કરવામાં આવ્યું. પારંપારિક રીતે લ્યુટેશિયમને દુર્લભ પાર્થિવ તત્વની શ્રેણીમાં રખાયું છે.

લ્યુટેશિયમ એ દુર્લભ અને મોંઘી હોવાથી અમુક ચોક્ક્સ ઉપયોગ ધરાવે છે. ઉલ્કાની આયુ જાણવા માટે લ્યુટેનિયમ-૧૭૬ નો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાયઃ આ ધાતુ ઈટ્રીયમ સાથે અથવા અમુક મિશ્ર ધાતુઓ તરીકે વપરાય છે.