વટાણા એક પુષ્પીય તથા દ્વિદળી વનસ્પતિ છે. તેનો છોડ દોઢ થી બે ફૂટ ઊંચાઈ ધરાવતો હોય છે અને તેના મૂળ ગાંઠ ધરાવતાં હોય છે. તેનાં પર્ણો પતંગીયા આકારના હોય છે, તથા કેટલાંક પર્ણો વેલની જેમ લાંબા થયેલાં જોવા મળે છે, જેને સૂત્ર કહેવાય છે તથા તે આજુબાજુ રહેલી વસ્તુને વીટળાઈ જઈ તેનો ટેકો મેળવવાનું કાર્ય કરે છે. તેનું થડ ખોખલું હોય છે. તેની શીંગો લાંબી, ગોળાઈ ધરાવતી, અનેક બીજોવાળી હોય છે. વટાણાના દાણા લીલાં હોય ત્યારે શાકભાજી તરીકે તેમ જ સૂકાય પછી કઠોળ તરીકે ખોરાકમાં વાપરવામાં આવે છે. વટાણાના એક દાણા (બી)નું વજન ૦.૧ થી ૦.૩૬ ગ્રામ જેટલું હોય છે[].

Pea
Peas are contained within a pod
Pea plant: Pisum sativum
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Faboideae
Tribe: Vicieae
Genus: 'Pisum'
Species: ''P. sativum''
દ્વિનામી નામ
Pisum sativum

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો