વનકાબર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: કોર્ડાટા
Class: પક્ષી
Order: પાસેરીફોર્મસ
Family: સ્ટર્નિડી
Genus: એક્રિડોથેરસ (Acridotheres)
Species: ફુસ્કસ (A. fuscus)
દ્વિનામી નામ
એક્રિડોથેરસ ફુસ્કસ (Acridotheres fuscus)
Wagler, 1827

કદ અને દેખાવ

ફેરફાર કરો

આ ૨૩ સેમી લાંબા પંખીઓને રાખોડી ભાત હોય છે, જે માથે અને પાંખો પર વધુ ઘેરી હોય છે. તેમના ઉડ્ડયન વખતે સફેદ ધાબા અને પૂંછની સફેદ અણી દેખાઈ આવે છે. માથા પર પીછાંનું ઝુમખું હોય છે. તેની ચાંચ અને મજબૂત પગ તેજસ્વી પીળા રંગના હોય છે અને આંખની આજુબાજુ કોઈ ખુલ્લી ત્વચા નથી હોતી. નર અને માદા બંને સરખા દેખાય છે પણ બચ્ચાં કથ્થઈ રંગના હોય છે. દક્ષિણ ભારતીય જાતિઓને આંખોની કીકી ભૂરી હોય છે.

વિસ્તાર

ફેરફાર કરો

વન કાબર,એક્રીડોથીરીસ ફસ્કસ, એક મેના, સ્ટારલિંગ પ્રજાતિનું પક્ષી છે. આ પક્ષી દક્ષિણ સમશિતોષ્ણ પ્રદેશ, એશિયા-ભારતથી બ્રહ્મદેશ અને ઈંડોનેશિયા સુધી મળી આવે છે. આ ચકલી પક્ષી સામાન્ય રીતે જંગલ અને ખેડાઉ ક્ષેત્રની આજુબાજુ મળી આવે છે. તેઓ મોટેભાગે પાણીના સ્ત્રોત અને ડાંગરના ખેતરોની આજુબાજુ મળી આવે છે. એેશિયાના ઘણાં ભાગમાં તેને પાળવામાં આવે છે. આથી છૂટેલા પક્ષીઓ તાઈવાન જેવા દેશોમાં વિનાશક જંગલી જૂથોમાં રહે છે.

વન કાબર પોતાનો માળો બખોલોમાં બાંધે છે, જેમાં ૩ થી ૬ ઇંડા મૂકે છે.

આ પક્ષી ખોરાકમાં અનાજનાં દાણાં, ફળો અને જીવાતનું ભક્ષણ કરે છે.