વાળ
ઔજસદ્રવ્ય (પ્રોટિન) ના બાહ્ય વિકાસ ને વાળ કહે છે. વાળ એ સસ્તન પ્રાણીઓનું ખાસ લક્ષણ છે.
વાળ એ સ્તનધારી પ્રાણીઓ ની ચામડી પર જોવાં મળતું એક પ્રકારનો બાહ્ય વિકાસ (outer growth) છે. અમુક જીવજંતુઓમાં પણ જોયું હશે તેની ઉપર પણ વાળ જેવું હોઈ છે જેને તંતુમય વૃદ્ધિ કહેવાય છે. વાળ ઘણા પ્રકાર ના હોઈ છે ખુબ મુલાયમ થી લઇ ને અમુક વાળ ખુબ સખ્ત (કઠણ) અને ધારદાર પણ હોઈ છે. ઉદાહરણ તરીકે શાહુડી ના વાળ ધારદાર અને ડુક્કર (pig)ના વાળ થોડાક કઠણ જેવા હોઈ છે.
કુદરતે આ દુનિયા ના ખુબ ઠંડા પ્રદેશ માં વસતાં પ્રાણીઓ અને અન્ય જીવો માટે વાળ ખુબ ઉપયોગી બનાવ્યા છે. ઠંડી થી બચવા માટે આ વાળ ખુબ ઉપયોગી અને ગરમી વાળા પ્રદેશો માં અમુક પ્રાણીઓ માટે વાળ તેનાં શરીર ને તડકા થી બચાવે છે.
વાળ ની રચના
ફેરફાર કરોવાળનો જે ભાગ ત્વચાની બહાર રહે છે તેને શેફ્ટ (sheft) કહેવામાં આવે છે. અને ત્વચાના ત્રણ જેટલા ભાગો છે.
સૌથી બહારના ભાગને ક્યુટિકલ (cuticle) કહેવામાં આવે છે.
ક્યુટિકલ(cuticle) ની નીચે એક કઠણ સ્તર હોય છે, જેને કોર્ટેક્સ (cortex) કહેવાય છે અને આચ્છાદનના નીચેના ભાગના મધ્ય ભાગને મેડ્યુલા (medulla) કહેવામાં આવે છે.
વાળનો જે ભાગ ત્વચાની અંદર રહે છે તેને વાળનો મૂળ (root) કહેવામાં આવે છે. વિવિધ પ્રાણીઓમાં વાળ અલગ-અલગ ઝડપે વધે છે, અમુક માં ધીમે અને અમુક માં ખુબ ઝડપ થી.
મનુષ્યોમાં વાળનો રંગ
ફેરફાર કરોકુદરત માં રહેલ રંગદ્રવ્યોના કારણે આપડા વાળ કાળા, ભૂરા અથવા લાલ થઈ શકે છે. આ રંગદ્રવ્ય કોર્ટેક્સના કોષોમાં જમા થાય છે. આપણા વાળ સફેદ થવાનું કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ તે શક્ય છે કે સફેદ વાળ નું કારણ વૃદ્ધત્વ, રોગ, ચિંતા, શોક, આઘાત અને ચોક્કસ વિટામિન્સની ઉણપને કારણે હોઈ શકે છે. ડોકટરોનું માનવું છે કે વાળનું સફેદ થવું એ વારસાગત પણ હોય શકે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- તમારા વાળનો વ્યાસ કેવી રીતે માપવો સંગ્રહિત ૨૦૦૯-૦૬-૨૮ ના રોજ વેબેક મશિન
- વાળનું રસાયણ શાસ્ત્ર
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |