વિકાસપીડિયાભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન માહિતી માર્ગદર્શિકા (પોર્ટલ) છે.[૨][૩] આ વેબસાઇટ સી-ડૅક હૈદરાબાદ દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી અને તે સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.[૪]

વિકાસપીડિયા
Vikaspedia logo 100px.png
પ્રકાર
માહિતી અને જ્ઞાન વિષયક પોર્ટલ
માલિકભારત સરકાર
વેબસાઇટvikaspedia.in
શરૂઆતFebruary 18, 2014 (2014-02-18)[૧]

આ પોર્ટલની શરૂઆત ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી. આ પોર્ટલમાં જુદાજુદા ૬ સામાજીક ક્ષેત્રો જેવાકે કૃષિ, આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ઊર્જા અને ઇ-ગવર્નન્સ ક્ષેત્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચાલતા કાર્યક્રમોની માહિતી પુરી પાડવામાં આવી છે.[૫] આ પોર્ટલ દેશની ૨૩ જેટલી ભાષાઓમાં ઉપલબ્ધ છે. પોર્ટલનું નામ સંસ્કૃત શબ્દ વિકાસ અને જ્ઞાનકોશ માટેના અંગ્રેજી શબ્દ પીડિયાના સંમિશ્રણથી બનાવવામાં આવ્યું છે. આ સાઇટ વિકિ સોફ્ટવેર પર આધારીત હોવાથી કોઇપણ નોંધણી થયેલ વ્યક્તિ તેનું સંપાદન કરી શકે છે.

સંદર્ભફેરફાર કરો

  1. "Indian government launches Vikaspedia". Techinasia. 19 February 2014. મેળવેલ 20 February 2014. CS1 maint: discouraged parameter (link)
  2. "Government launches Vikaspedia as online information guide". DNA. 18 February 2014. મેળવેલ 19 February 2014. CS1 maint: discouraged parameter (link)
  3. "Government launches Vikaspedia, website for local content development tools". NDTV. 18 February 2014. મેળવેલ 19 February 2014. CS1 maint: discouraged parameter (link)
  4. "Govt launches Vikaspedia as online information guide". Livemint. 18 February 2014. મેળવેલ 19 February 2014. CS1 maint: discouraged parameter (link)
  5. "Government launches online information guide Vikaspedia". Times of India. 18 February 2014. મેળવેલ 19 February 2014. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓફેરફાર કરો