વિકિપીડિયા:ટેમ્પ્લેટ સૂચનાઓ
ટેમ્પ્લેટનો ઉપયોગ વિકિપીડિયાના લેખોમાં મૂકવામાં આવતી સૂચનાઓના દેખાવમાં સાતત્ય જળવાય તે માટે કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ સૂચનાને બદલવી હોય ત્યારે તેની ટેમ્પલેટ બદલવામાં આવે છે, જેથી જ્યાં-જ્યાં તે ટેમ્પલેટ વપરાઈ હોય ત્યાં-ત્યાં એકધારી રીતે નવી સૂચના મૂકાઈ જાય છે.
ટેમ્પ્લેટના નામમાં વચ્ચે જગ્યા હોઈ શકે છે. જેમ કે {{અંગ્રેજી થી ગુજરાતી}}. અંગ્રેજી નામમાં પહેલો અક્ષર નાનો કે મોટો હોઈ શકે છે. જેમ કે {{cleanup}} અને {{Cleanup}} બંને એક જ ટેમ્પ્લેટ સાથે સંકળાય છે.
ટેમ્પ્લેટમાં ચલ વિગત પણ હોઈ શકે છે, જે દરેક લેખ ટેમ્પ્લેટને મોકલે છે.
લેખમાં મૂકાતી ટેમ્પ્લેટ વાચકને વિવિધ રીતે મદદ કરે છે જેમ કે, માર્ગદર્શન માટે, કે વાચકને એવું જણાવવા કે આ લેખ અત્યારે ઉતરતા ધોરણનો છે અને તેને સુધારવાની જરૂર છે. જે ટેમ્પ્લેટ વાચકને નહીં પણ કેવળ લેખકને ઉપયોગી હોય તેવી ટેમ્પ્લેટને લેખના ચર્ચાપત્ર પર મુકવી જોઈએ.
શોધો
ફેરફાર કરોતમે નીચેનું સર્ચબોક્ષ વાપરી કોઈપણ ઢાંચાને તેના નામથી શોધી શકો છો: