વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
ગુ.સા.પ.ની વેબસાઇટ પરથી બેઠેબેઠું કોપી કરેલું લખાણ. વૈકલ્પિક ભાષાશૈલિમાં લખવું નહિતર દૂર કરવું ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- સાચે કહું તો મને પણ લાગ્યું હતું કે આ બેઠું જ છે. પરંતુ માત્ર આ એક લેખ નથી કદાચ 15 કે 20 લેખ છે. એ બધાં ત્યાંથી બેઠા જ લીધા છે. નથી કોઈ જીવન, કાર્ય, રચનાઓ ઇત્યાદિ ઉપવિભાગ પણ દેખાતા. પણ આ મૃતાંત પૃષ્ઠોં માં હતાં તો મેં સંપાદન કર્યું. આમ પણ આ લેખો સારા છે, થોડું વિકિ ઢબે વાળવાની આવશ્યકતા છે. જે સમયાન્તરે થઈ શકે. પરંતુ આ માત્ર પ્રારંભિક મત છે મારો. કોઈ ગંભીર વાત આની પાછળ હશે એ મને ખબર નથી. અસ્તુ. લિ., નેહલ દવે ૧૯:૧૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- હા જી, ફક્ત ૧૫-૨૦ નહિ, તેથી પણ વધુ લેખો છે અને માટે જ ફક્ત આંતરિક કડીઓ ઉમેરવાથી અને લખાણને વિભાગમાં વહેંચવાથી કામ થવાનું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- આ લેખો આમ તો દૂર કરવા જોઈએ. પરંતુ, લેખો સારા ઉપરાંત અતિ મહત્ત્વના વિષયો પર છે. માટે મારો મત એવો છે કે આ ચર્ચા ચોતરા પર ખસેડો. તે સિવાય સમસ્યા નિવારવા માટે જે વિસ્તૃત નકલ કરેલ લખાણ છે તેને ફક્ત છુપાવી દો અને ઉપરના ભાગે ઢાંચો મૂકો કે પ્રકાશન અધિકારનો ભંગ થવાને કારણે માહિતી છુપાવેલ છે. જો કોઈ તેમાં સમયાંતરે ફેરફાર કરે તો તેને પાછું દેખાય તે રીતે મૂકવું. આમ કરવાથી માહિતી નષ્ટ પણ નહિં થાય અને નિયમ પણ પાળી શકાશે.--Vyom25 (ચર્ચા) ૨૩:૪૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- આપણે અગાઉ એમ જ કરેલું છે. પણ એનાથી કાંઈ ખાસ ફેર પડ્યો નથી, જો કે એજ આદત ચાલુ રાખવામાં કોઈ વાંધો નથી. આ ચર્ચાને ચોતરા પર ખસેડવાથી શું પરિણામ મળશે?--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૦, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- ચોતરા પર ખસેડવાનો એક જ ઉદ્દેશ છે કે જો કોઈ સભ્યના ધ્યાન બહાર રહી ગઈ હોય આ ચર્ચા તો ધ્યાન પર આવે. આમ પણ નીતિ ને લગતા નિર્ણયો જો કોઈપણ થાય તો એ ચોતરા પર થાય તે વધુ સારું. પણ આપ જેમ જણાવો છો તેમ જો અગાઉ પણ માહિતી છુપાવવાનું પગલું લીધેલ હોય તો કોઈ નવી વાત અહિં નથી ચાલી રહી માટે ચોતરા પર ખસેડવાની કોઈ જરૂર રહેતી નથી.--Vyom25 (ચર્ચા) ૧૩:૦૭, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)