વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/જૂનાગઢ - ગાંધીનિર્વાણ દિને વિકિપીડિયા દ્વારા ગાંધીચિત્રોનું પ્રદર્શન
તારીખ ૩૦-૧-૨૦૧૫ અને ૩૧-૧-૨૦૧૫ એમ બે દિવસ માટે જૂનાગઢ ખાતે સરકારી જિલ્લા ગ્રંથાલયમાં, ગ્રંથાલય અને અભિવ્યક્તિ ફોરમના સહકારથી ગાંધીજીના સમગ્ર જીવનને દર્શાવતું, ગાંધીજીના વાસ્તવિક ફોટોગ્રાફ્સનું, પ્રદર્શન યોજાયું હતું. બે દિવસ ચાલેલા આ પ્રદર્શનમાં તા:૩૦-૧-૨૦૧૫ના રોજ બપોરે ૨-૩૦ થી ૪-૦૦ સુધી વિકિસ્રોત પર ઉપલબ્ધ ગાંધી સાહિત્ય વિશે ગુજ.વિકિપીડિયાનાં પ્રબંધક અશોક મોઢવાડીયાએ માહિતી આપી હતી. વિકિપીડિયા અને વિકિસ્રોતની કામગીરી, તકનિકી જાણકારીઓ અને ઉપલબ્ધ કૃતિઓ વિશે જિવંત નિદર્શન અપાયું હતું. આ પ્રદર્શન બંન્ને દિવસ સવારે ૯-૦૦ થી રાત્રે ૧૨-૦૦ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રખાયું હતું. વિકિપીડિયા અને અભિવ્યક્તિ ફોરમ દ્વારા આયોજીત આ પ્રદર્શન અને વિકિસ્રોત પર ઉપલબ્ધ સાહિત્ય વિશે મુલાકાતીઓએ ભારે રસપૂર્વક જાણકારી મેળવી હતી. પ્રદર્શનનું ઉદ્ઘાટન શિક્ષણવિદ્ અને બહાઉદિન કોલેજનાં નિવૃત પ્રિન્સિપાલ ધોળકિયા સાહેબે કર્યું હતું. તેમણે તથા સરકારી જિલ્લા ગ્રંથાલયના ગ્રંથપાલ રાવલ સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત રહી ગાંધીજીનાં જીવનકવન વિશે માર્ગદર્શન આપ્યું હતું. શહેરનાં મેયર, ડે.મેયર સમેત અગ્રગણ્ય નગરજનો અને શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રંથાલયનાં નિયમીત વાચકોએ આ પ્રદર્શન અને વિકિપીડિયાના નિદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. અગ્રગણ્ય અખબારો (દિવ્યભાસ્કર, પાના-૭ પર જાઓ) અને સ્થાનિક ટી.વી.ચેનલોએ આ પ્રસંગની યોગ્ય નોંધ લીધી હતી. (જો કે, અખબારીનોંધમાં પ્રબંધકના પ્રવચનના અંશોની થોડી સેળભેળ થયેલી છે, ટૂંકાવેલી વિગતોને કારણે કેટલીક બાબતો અસ્પષ્ટ રહી છે, પણ વિકિસ્રોતની વેબકડી સાથે આપણાં કાર્યક્રમની નોંધ લેવાઈ એ બાબતે આપણે આભારી છીએ.) નીચે આ પ્રસંગનાં થોડાં ચિત્રો આપેલાં છે.
ચિત્ર ગેલેરી
ફેરફાર કરો-
ગાંધીજીવન ચિત્ર પ્રદર્શન. પ્રવેશદ્વાર
-
ગાંધીજીવન ચિત્ર પ્રદર્શન. પ્રવેશદ્વાર
-
ગાંધીજીવન ચિત્ર પ્રદર્શન. ઉદ્ઘાટન
-
ગાંધીજીવન ચિત્ર પ્રદર્શન.
-
નિદર્શન આપતા પ્રબંધક અશોકજી.
-
અખબારી સમાચાર.
પ્રતિભાવો
ફેરફાર કરો- ખૂબ સુંદર કાર્ય અશોકભાઈ! આપના કાર્યની સરાહના કરું એટલી ઓછી છે. ફક્ત વિકિપીડિયા અને વિકિસ્રોત પર જ નહિ, પરંતુ તમે વિકિની બહાર પણ સામાન્ય જનતા વચ્ચે જઈને આપણો સંદેશો પહોંચાડતા રહો છે તે ઉમદા કાર્ય છે. વળી પાછું આ બધું કોઈ જાતનું મહેનતાણું કે ખર્ચ અન્ય પાસેથી લીધા વગર, ગાંઠનું ગોપીચંદન ઘસીને... તમને મારી સો સો સલામ!--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)