પ્રબંધક પ્રવેશ કે પ્રબંધક (અંગ્રેજી: Administrator) તરીકેની પરવાનગી કે પદવી એવા સભ્યને એનાયત કરાય છે કે જેઓ વિકિપીડિયાની નીતિઓથી પરિચીત હોય છે. પ્રબંધક તરીકેની પદવી નો અર્થ વિકિપીડિયા પ્રોજેક્ટનું સંપાદન કરવું એવો નથી.

પ્રબંધક એ માત્ર એક વિશ્વાસુ સભ્ય છે કે જે:

 • પાનાઓને સંપાદનથી સુરક્ષિત કરી શકે છે અથવા સંપાદન માટે મુક્ત કરી શકે છે.
 • પાનાઓને હટાવી શકે છે અથવા હટાવેલા પાનાને પુનઃ સ્થાપિત કરી શકે છે.
 • ચિત્રો અથવા અન્ય ચડાવેલી ફાઈલોને હટાવી શકે છે.
 • સભ્યો પર પ્રતિબંધ મૂકી કે હટાવી શકે છે.
 • સંપાદન પૃષ્ઠ કે અન્ય સુરક્ષિત પાનામાં ફેરફર કરી શકે છે.

લાયકાતફેરફાર કરો

જો તમે નીચે જણાવેલ લાયકતો ધરાવતા હોવ તો તમે પ્રબંધકના પદ માટે અરજી કરી શકો છો:

 • તમે વિકિપીડિયા યોજનાઓ માટે સંપૂર્ણ રીતે નવા ન હોવ.
 • તમે ઓછામાં ઓછું ૨ મહિના માટે સંપાદન કર્યું હોય અને તમે આ યોજનાનો ઉદ્દેશ્ય અને ધ્યેય સમજતા હોવ.
 • તમારું વિકિપીડિયા પર સભ્ય પાનું હોય અને તમે અહીં યોગદાન કર્યું હોય.
 • તમે યથોચિત નીતિઓ અનુસરણ અને સભ્યોનું એક્મત કે વિચારોનું સન્માન કરી શકતા હોવ.
 • તમે ગુજરાતી વિકિપીડિયા પર ઓછામાં ઓછા ૧૦૦ ફેરફારો સંપાદિત કર્યાં હોય.
 • સભ્યોમાં તમને પ્રબંધક બનાવવા વિષે એકમત હોય.

મેટાના પ્રબંધકોની જેમ નિષ્ક્રીય પ્રબંધકો એ તેમના હક્કો હટાવડાવી શકે છે.

નામાંકનફેરફાર કરો

પ્રબંધક માટે નામાંકન કરવા માટે પ્રબંધક અધિકાર માટે નિવેદનનો ઉપયોગ કરવો.

હાલનાં પ્રબંધકોફેરફાર કરો

હાલના પ્રબંધકોની યાદી અહીં જોઈ શકાશે.

આ પણ જુઓફેરફાર કરો