વિકિપીડિયા:સ્વશિક્ષા/સંપાદન
પરિચય | સંપાદન | રુપરંગ | કડી જોડો | સંદર્ભ અને સ્ત્રોત | ચર્ચા પાનું | ધ્યાન રાખો | નોંધણી | જતા-જતા |
કેટલાક સુરક્ષિત પાનાઓને બાદ કરતાં દરેક પાનાનાં મથાળે ફેરફાર કરો અને સ્ત્રોતમાં ફેરફાર કરો બટન દેખાશે જે કોઇપણને કોઇપણ લેખ સંપાદિત કરવાની સુવિધા આપે છે. વિકિપીડિયાનું આ બુનિયાદી લક્ષણ છે કે દરેક સંપાદન કરી શકે છે. જો આપ સંપાદનમાં કોઇ તથ્ય ઉમેરી રહ્યા છો તો સાથે વિશ્વસનીય સંદર્ભ પણ આપો. અસંદર્ભ લખાણ હટાવી શકાય છે.
સંપાદનનો અભ્યાસ કરવા માટે પ્રયોગસ્થળ પર જઇને સ્ત્રોતમાં ફેરફાર કરો ટેબ પર ક્લિક કરો, એક સંપાદનખાનું ખૂલશે, તેમાં આપ જે લખવાનું હોય તે લખો, પછી પાનું સાચવો પર ક્લિક કરો અને જુઓ કે શું થાય છે.
સંપાદન સારાંશ
ઉપર આપણે બીજી કેટલીક જરુરી વાત કરી નહોતી. આ વોતો પણ ધ્યાનમાં રાખવી જરુરી છે. ચાલો ફરીથી ફેરફાર કરો કે સ્ત્રોતમાં ફેરફાર કરો પર ક્લિક કરો. સંપાદનખાનામાં કશુંક લખો અને હવે નીચે લખેલી બે જરુરી વાતોનો પણ અમલ કરો.
પ્રથમ તો વિકિપીડિયાની શિષ્ટતા મુજબ આપ કોઇપણ લેખને સંપાદિત કરો છો ત્યારે જે સંપાદન કર્યું હોય તેનો સારાંશ પણ લખો તેને સારી વાત ગણવામાં આવે છે. સંપાદનખાનાની નીચે જ્યાં સારાંશવાળા ખાનામાં સંપાદનનો સારાંશ લખવાનો હોય છે. તમે 'ગામનું નામ ઠીક કર્યું', 'માહિતી ઉમેરી', 'સંદર્ભો જોડ્યા'- એ રીતે જે પ્રકારનું સંપાદન કર્યું હોય તેનો સારાંશ લખો. તમે કરેલો બદલાવ કે સુધારો નાનકડો છે તો સારાંશની નીચે આ એક નાનો સુધારો છે વિકલ્પ પસંદ કરો. ત્યાં ક્લિક કરો એટલે ખરાની નિશાની થઈ જશે.
પૂર્વાવલોકન
બીજી વાત એ કે તમે જે પણ સંપાદન કરો તેને સાચવતા પહેલાં તેની ઝલક જોઇલો. સુધારાને ઠીક કરવાની જરુર લાગે તો ઠીક કરી લો. ઝલક જોયા બાદ સંપાદનમાં ફેરફારની જરુર નથી એમ લાગે ત્યારે જ પાનું સાચવો પર ક્લિક કરો. ઝલક જોવા માટે ઝલક જુવો પર ક્લિક કરો. આ વિકલ્પ સંપાદનખાનાની સૌથી નીચે પાનું સાચવોની બાજુમાં દેખાશે. નાના-નાના સુધારાઓ માટે લેખને વારંવાર સંપાદિત કરવાના બદલે આ સુવિધાનો ઉપયોગ કરો.
ફેરફારો સાચવો
પૂર્વાવલોકનનો પ્રયોગ કરીને ત્રુટીઓ સુધારી લીધી ? સંપાદનનો સારાંશ લખ્યો ? તો હવે આપનું લખાણ સચવાવા માટે તૈયાર છે. પાનું સાચવો બટન દબાવો!