વિદિશા કિલ્લો  પથ્થરોના મોટા-મોટા ખંડો વડે બનાવવામાં આવેલ છે. તેની આસપાસ મોટા મોટા દ્વ્રારોની જોગવાઈ છે. કિલ્લાની આસપાસની પહોળી દિવાલ પર અલગ અલગ સ્થાન પર તોપ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઢના દક્ષિણ પૂર્વ તરફના દરવાજા બાજુ પર હજુ પણ કેટલીક તોપો જોઈ શકાય છે.

પૌરાણિક કિલ્લો

નિર્માણ ફેરફાર કરો

આ કિલ્લોના નિર્માણનો સમયકાળ સ્પષ્ટ નથી. ફણનીસી દફતરના દસ્તાવેજો અનુસાર તેને ઔરંગઝેબ દ્વારા કરાવવામાં આવ્યું હતું, પરંતુ ઘણા વિદ્વાનો એમ માને છે કે આ કિલ્લો ખૂબ જ પ્રાચીન છે. એક શક્યતા મુજબ, તે ઈસ્વીસન પૂર્વેની સદીના એક શ્રીમંત પશુઓના વેપારી ભૈંસા શાહ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. આ વંશના આ શાહની પુત્રી સાથે અશોકનું લગ્ન થયું હતું. વારંવાર હુમલાને કારણે આ કિલ્લાને નુકશાન થતું રહ્યું હશે. સમયાંતરે તેની દિવાલો પર મંદિરોમાં વાપરવામાં આવતા કેટલાક પથ્થરો લગાવવામાં આવ્યા હશે.

રાયસેન દરવાજા ફેરફાર કરો

ગઢની દક્ષિણ-પૂર્વમાં સ્થિત આ દરવાજાને "રાયસેન દરવાજા' કહેવામાં આવે છે, કારણ કે આ દિશામાં રાય્સેન શહેર આવેલ છે. દરવાજામાં એક બારી લગાવવામાં આવેલ છે, જે દરવાજાની બંધ સ્થિતિમાં વ્યક્તિઓની અવરજવર માટે કામ આવતી હતી. દરવાજા ઉપર પથ્થર વડે બનાવવામાં આવેલ શહતીર વિજયમંડલ દરવાજાની શહતીર છે.

ગાંધી દ્વાર ફેરફાર કરો

આ ગઢનો બીજો દરવાજો ઉત્તરપૂર્વ દિશામાં હતો. આ મુખ્ય પ્રવેશદ્વાર હતું અને 'ગંધી દરવાજા'ના નામે જાણીતો હતો. અહીંથી જતો માર્ગ સીધો કિલ્લાના મહેલોમાં સુધી જાય છે, જેની બંન્ને બાજુ પર મોટામોટા શાહુકારોની હવેલી બનાવવામાં આવી હતી. તેની વધુ આગળ ''રૂપે કી બજરિયા' હતી.

વૈસ દ્વાર ફેરફાર કરો

કિલ્લો તરફથી નદી બાજુ આવેલ દ્વાર વૈસ દરવાજા તરીકે ઓળખાતો હતો. રક્ષણાત્મક દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખી આ દરવાજાના બધા ફાટક એક જ લાઈનમાં બનાવવામાં આવેલ નથી. આ દરવાજાથી લઇને નેત્રવતી નદીના મહેલ ઘાટ સુધી પાકો સડક માર્ગ બનાવેલ હતો.

ખિડકી દ્વાર ફેરફાર કરો

ચોથું દ્વાર, જે હાલમાં અસ્તિત્વમાં નથી, પશ્ચિમ ભાગમાં બનાવવામાં આવ્યું હતું. આ દ્વારને ખિડકી દરવાજા કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વારની અંદર કિલ્લામાં શાસક ઉપરી અધિકારીઓનો વસવાટ હતો. નજીકમાં જ એક સુંદર ચતુષ્કોણીય સરોવર બનાવવામાં આવેલ છે. તેને ચૌપરા કહેવામાં આવે છે. કટોકટીની પરિસ્થિતિઓમાં પણ આ જળાશય કામમાં લેવામાં આવતું હતું. મરાઠા શાસનકાળમાં ચૌપરા નજીક કિલ્લાની દિવાલ અડીને મહેલ બનાવવામાં આવ્યા હતા. તેમાં સૂબા, તાલુકા - કચેરીઓ આવેલ હતી, જે વર્ષ ૧૯૩૦ પછી કિલ્લાની બહાર ખસેડવામાં આવેલ છે.

આ પણ જુઓ ફેરફાર કરો