વિદેશ નીતિ
એક દેશના અન્ય બીજા દેશો સાથેના સંબંધોનું સંચાલન જે નીતિઓ અને સિદ્ધાંતોથી થાય છે, તેને વિદેશ નીતિ કહેવામાં આવે છે.
બીજા શબ્દોમાં, કોઇ દેશ કે રાજ્યએ વિશ્વના અન્ય દેશો સાથે કયા પ્રકારના સંબંધો રાખવા અને જાળવવા, કેવા પ્રકારની નીતિ અપનાવવી તેને વિદેશ નીતિ કહેવામાં આવે છે.
વિદેશ નીતિના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે હોય છે.
- પોતાના દેશનાં ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું.
- આંતરરાષ્ટ્રીય સંબંધો સ્થાપીને પરસ્પરના વિકાસ માટે સહયોગ સ્થાપવો.
- વિશ્વશાંતિ અને સલામતી માટે વિશ્વના દેશોના પ્રયાસોમાં સક્રિય સહકાર આપવો.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો