વિનેશ ફોગાટ
વિનેશ ફોગાટ (જન્મ ૨૫ ઓગસ્ટ ૧૯૯૪) એક ભારતીય પ્રોફેશનલ ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ છે. તે રાષ્ટ્રમંડળ રમતોત્સવ (કોમનવેલ્થ ગેમ્સ)માં સુવર્ણપદક વિજેતા છે, જેણે ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૨ના રમતોત્સવમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. ૨૦૧૮ની એશિયા રમતોત્સવમાં સુવર્ણ પદક જીત્યા બાદ તેણી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી. તેણે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બે રજત ચંદ્રક પણ જીત્યા છે.
ઓગસ્ટ ૨૦૨૨માં વિનેશ ફોગાટ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વ્યક્તિગત માહિતી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Nationality | ભારત | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | ચરખી દાદરી જિલ્લો, હરિયાણા, ભારત | 25 August 1994||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Height | 159 cm (5 ft 3 in) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વજન | 50.1 kg (110 lb) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Sport | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દેશ | India | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રમત | ફ્રીસ્ટાઈલ કુસ્તી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Event(s) | ૪૮ કિગ્રા/૫૦ કિગ્રા/૫૩ કિગ્રા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Coached by |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Achievements and titles | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Highest world ranking | 1 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Updated on ૦૮ ઓગસ્ટ ૨૦૨૪. |
તે ત્રણ વખત ઓલિમ્પિયન રહી ચૂકી છે, જેણે ૨૦૧૬માં ૪૮ કિલો, ૨૦૨૦માં ૫૩ કિગ્રા અને ૨૦૨૪માં ૫૦ કિગ્રા એમ ત્રણ જુદા-જુદા વજન વર્ગો (વેઇટ ક્લાસ)માં ભાગ લીધો હતો. ૨૦૨૪ના ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક્સમાં, તે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનવાના માર્ગ પર તેણીએ ઓલિમ્પિક ચેમ્પિયન યુઇ સુસાકીને હરાવનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ બની હતી. જો કે, બાદમાં ફાઇનલની સવારે વજન નોંધણી દરમિયાન નિર્ધારિત વજનથી ૧૦૦ ગ્રામ વધુ હોવાને કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને પદક માટે અયોગ્ય જાહેર કરાઈ હતી.
ફોગાટને ૨૦૧૯માં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવી હતી અને તે એવોર્ડ માટે નામાંકન મેળવનાર પ્રથમ ભારતીય હતી. ૨૦૨૩માં, તે ભારતીય કુસ્તી મહાસંઘના તત્કાલીન અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ સામે ૨૦૨૩ના ભારતીય કુસ્તીબાજોના વિરોધનો ભાગ હતી. બ્રિજભૂષણ સિંહ પર ઘણી મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પ્રારંભિક અને અંગત જીવન
ફેરફાર કરોવિનેશનો જન્મ ૨૫ ઓગસ્ટ ૧૯૯૪ના રોજ હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં થયો હતો.[૨] તે રાજપાલ ફોગાટની પુત્રી છે અને કુસ્તીબાજોના પરિવારમાંથી આવે છે.[૩] તેની પિતરાઇ બહેનોમાં કુસ્તીબાજ ગીતા ફોગાટ, રિતુ ફોગાટ અને બબીતા કુમારીનો સમાવેશ થાય છે.[૪][૫] શરૂઆતના વર્ષોમાં, વિનેશ અને તેની પિતરાઇ બહેનોને સ્પર્ધાત્મક કુસ્તીમાં આગળ વધવામાં મદદ કરવા માટે તેના પિતા અને કાકાને તેમના ગામના સમુદાયના વિરોધનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેઓ તેમના સમુદાયની નૈતિકતા અને મૂલ્યોની વિરુદ્ધ જતા હોવાનું માનવામાં આવતું હતું.[૬]
૧૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ, તેણે જીંદના સાથી કુસ્તીબાજ સોમવીર રાઠી સાથે લગ્ન કર્યા હતા.[૭][૮] બંને ભારતીય રેલવે માટે કામ કરતા હતા અને ૨૦૧૧થી એકબીજાને ઓળખે છે.[૯]
કારકિર્દી
ફેરફાર કરોપ્રારંભિક કારકિર્દી (૨૦૧૩-૨૦૧૬)
ફેરફાર કરોવર્ષ ૨૦૧૩માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં વિનેશે મહિલાઓની ફ્રિસ્ટાઈલ ૫૧ કિગ્રા શ્રેણીમાં કાંસ્ય પદક જીત્યો હતો. તેણીએ પ્રારંભિક મુકાબલામાં જાપાનની નાનામી ઇરીને હરાવી હતી, તે પહેલાં તે ક્વાર્ટર ફાઇનલમાં કઝાખસ્તાનની તાત્યાના અમાન્ઝોલ સામે હારી ગઈ હતી. રેપેચેજ[upper-alpha ૧] રાઉન્ડમાં થાઈલેન્ડની થો-કાવ શ્રીપ્રપાએ કાંસ્ય પદક જીત્યો હતો.[૧૦][૧૧] ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં યોજાયેલી કોમનવેલ્થ કુસ્તી ચેમ્પિયનશીપમાં તે ફાઈનલમાં નાઈજીરિયાની ઓડુનાયો એડેકુરોયે સામે હારી જતાં ૫૧ કિગ્રા વજન વર્ગની શ્રેણીમાં રજત પદક જીતી હતી.[૧૨] વર્ષ ૨૦૧૪માં રમાયેલી તેની સૌપ્રથમ કોમનવેલ્થ ગેમ્સમાં તેણે ૪૮ કિગ્રા વજન વર્ગની શ્રેણીમાં ભાગ લીધો. તેણે ક્વાર્ટર ફાઈનલમાં નાઈજીરિયાની રોઝમેરી ન્વેકેને અને સેમિ ફાઈનલમાં કેનેડાની જેસ્મિનમિયાનને હરાવી હતી. ગોલ્ડ મેડલ મુકાબલામાં તેણે ઇંગ્લેન્ડની યાના રટ્ટીગનને ૩-૧ના સ્કોરથી હરાવી હતી અને ગેમ્સમાં પોતાનો પ્રથમ સુવર્ણ પદક જીત્યો હતો.[૧૩][૧૪]
વિનેશે ૨૦૧૪માં દક્ષિણ કોરિયાના ઈન્ચેઓનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ૪૮ કિગ્રા શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.[૧૫] તેણે પ્રથમ રાઉન્ડમાં ઉત્તર કોરિયાની યોંગમીને અને ક્વાર્ટર ફાઈનલમાં ઉઝબેકિસ્તાનની ડોઉલેટબાઈક યાખ્શીમુરાટોવાને હરાવી હતી. તે સેમિ ફાઈનલમાં જાપાનની એરી તોસાકા સામે ૧-૩ની સ્કોરથી હારી ગઈ હતી. રેપેચેજ મુકાબલામાં તેણે મોંગોલિયાના નારંગેરેલ એરેડેનેસુખને તકનીકી શ્રેષ્ઠતાથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.[૧૬] ૨૦૧૫માં કતારના દોહા ખાતે યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં તે ફાઈનલમાં જાપાનની યુકી ઈરીને હરાવી શકી નહોતી અને તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.[૧૭]
ઈજા અને પુનરાગમન (૨૦૧૬-૨૦૨૦)
ફેરફાર કરો૨૦૧૬માં ઈસ્તંબુલમાં યોજાયેલી ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં વિનેશે ફાઈનલમાં પોલેન્ડની કુસ્તીબાજ ઈવોના માટકોવસ્કાને હરાવીને ઓલિમ્પિક પ્રવેશ માટે હકદાર બની હતી.[૧૮] તેણીએ ૨૦૧૬માં રિયો ડી જાનેરો ખાતે યોજાયેલા તેના પ્રથમ ઓલિમ્પિકમાં ૪૮ કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો. તેણે રોમાનિયાની એલિના વુક સામેના 'રાઉન્ડ ઓફ ૧૬'ના મુકાબલામાં ટેકનિકલ શ્રેષ્ઠતાથી આસાનીથી વિજય મેળવ્યો. ચીનની સુન યાનાન સામેની ક્વાર્ટર ફાઇનલ મુકાબલા દરમિયાન, તે મેચ દરમિયાન અગ્રવર્તી ક્રુસિએટ અસ્થિબંધનમાં ઇજા થયા બાદ નિવૃત્ત થઈ હતી.[૧૯][૨૦]
વિનેશે ઇજામાંથી પુનરાગમન કર્યું હતું અને ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી તેની બીજી કોમનવેલ્થ ગેમ્સમાં ૫૦ કિગ્રાની શ્રેણીમાં ભાગ લીધો હતો. રાઉન્ડ-રોબિન પ્રારૂપમાં યોજાયેલી આ ઇવેન્ટમાં તેણે તેની તમામ મેચો જીતીને કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ નિશ્ચિત કર્યો હતો.[૨૧][૨૨] ત્યાર બાદ ૨૦૧૮માં જકાર્તા ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં તેણે ૫૦ કિગ્રાની કેટેગરીમાં ભાગ લીધો. તેણે 'રાઉન્ડ ઓફ ૧૬'માં ચીનની સુન યાનાન સામેની હારનો બદલો લીધો હતો અને તે પછી તેણે ક્વાર્ટર ફાઈનલમાં સાઉથ કોરિયાની કિમ હ્યાંગ-જૂને અને સેમિ ફાઈનલમાં ઉઝબેકિસ્તાનની ડોઉલેટબાઈક યાખ્શીમુરાટોવાને હરાવી હતી. ફાઈનલમાં તેણે જાપાનની યુકી ઈરીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ બંનેમાં ગોલ્ડ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી.[૨૩][૨૪][૨૫] ૨૦૧૯ની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં તેણે ચીનની કિયાનયુ પેંગને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.[૨૬] ત્યાર બાદની ૨૦૧૯ યાસર ડોગુ ટુર્નામેન્ટમાં વિનેશે ફાઇનલમાં રશિયાની એકટેરિના પોલેશુકને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.[૨૭]
૨૦૧૯ની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં મારિયા પ્રિવોલારકીને હરાવ્યા બાદ ૫૩ કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય પદક જીત્યો હતો.[૨૮] આ ટુર્નામેન્ટમાં ટોચના છ સ્થાનને કારણે તે ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય કુસ્તીબાજ પણ બની હતી.[૨૯] જાન્યુઆરી ૨૦૨૦માં, તેણે ફાઇનલમાં લુઇસા વાલ્વર્ડેને હરાવ્યા બાદ રોમ રેન્કિંગ સિરીઝમાં સુવર્ણ પદક જીત્યો હતો.[૩૦]
૨૦૨૧ થી વર્તમાન
ફેરફાર કરોવિનેશે ફેબ્રુઆરી ૨૦૨૧માં કિવમાં યોજાયેલી આઉટસ્ટેન્ડિંગ યુક્રેનિયન રેસલર્સ એન્ડ કોચ મેમોરિયલ ટુર્નામેન્ટમાં ૨૦૧૭ની વર્લ્ડ ચેમ્પિયન બેલારુસની વનેસા કલાડ્ઝિંસકાયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.[૩૧] તેણે ૨૦૨૧ની મેટ્ટેઓ પેલિકોન રેન્કિંગ સિરિઝ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને તેની વેઈટ કેટેગરીમાં વર્લ્ડ નંબર એકનું સ્થાન મેળવ્યું હતું. [૩૨] જૂન ૨૦૨૧માં, તેણે ફાઇનલમાં યુક્રેનની ક્રિસ્ટીના બેરેઝાને હરાવીને વોરસોમાં પોલેન્ડ ઓપન કુસ્તી ટૂર્નામેન્ટમાં ૫૩ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.[૩૩][૩૪][૩૫]
ઓગસ્ટ ૨૦૨૧માં, તે વિશ્વની પ્રથમ ક્રમાંકિત કુસ્તીબાજ તરીકે ૨૦૨૦ના ગ્રીષ્હ્મ ઓલિમ્પિક્સમાં મહિલાઓની ૫૩ કિલોગ્રામની રમતમાં ભાગ લેવા માટે આગળ વધી હતી.[૨૯] તેણે પ્રથમ રાઉન્ડમાં સ્વીડનની સોફિયા મેટસનને હરાવી હતી, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં બેલારુસની ખેલાડી વેનેસા કાલાડઝિન્સ્કાયાએ તેને હરાવી હતી.[૩૬] ઓલિમ્પિક્સ પછી તરત જ, તેણીએ ઓલિમ્પિક વિલેજમાં તેના ભારતીય સાથી ખેલાડીઓ સાથે તાલીમ લેવાનો ઇનકાર કર્યો હોવાનું અને ઓલિમ્પિક્સમાં સત્તાવાર ભારતીય કિટ પહેરી ન હોવાનું કારણ આપીને અનુશાસનહીનતા બદલ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબલ્યુએફઆઇ) દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.[૩૭] ડબ્લ્યુએફઆઈએ ખાનગી ભાગીદારોનો અસ્વીકાર વ્યક્ત કર્યો હોવાથી, તેમણે આ બાબતે માફી માંગી હતી.[૩૮] નવેમ્બર ૨૦૨૧માં, ડબલ્યુએફઆઇએ ખાનગી એનજીઓને તેની મંજૂરી વિના જ કુસ્તીબાજો સાથે કરાર કરવા અને તાલીમ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પગલે ફોગટને જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સ સાથેનો તેનો ખાનગી કરાર ગુમાવવો પડ્યો હતો.[૩૯]
૨૦૨૨માં બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની ૫૩ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં તેણે તેના તમામ મુકાબલા જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.[૪૦][૪૧] ૨૦૨૨માં બેલગ્રેડમાં યોજાયેલી વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપમાં ૫૩ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં તેણે બીજો વર્લ્ડ ચેમ્પિયનશીપ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.[૪૨] તેણી મોંગોલિયાના બાટખુયાગીઇન ખુલાન સામેનો પ્રથમ રાઉન્ડનો મુકાબલો હારી ગઇ હતી, પરંતુ રેપેચેજ રાઉન્ડમાં સતત ત્રણ ગેમ જીતીને બ્રોન્ઝ જીત્યો હતો.[૪૩][૪૪]
વિનેશે ૨૦૨૪માં કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાયેલી એશિયન રેસલિંગ ઓલિમ્પિક ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ૨૦૨૪ના ગ્રીષ્મ ઓલિમ્પિકમાં ૫૦ કિગ્રા વર્ગ માટે સ્થાન મેળવ્યું હતું.[૪૫] પેરિસ ઓલિમ્પિકના પ્રથમ રાઉન્ડમાં, તેણે ગત વર્ષની સુવર્ણાચંડ્રક વિજેતા ઓલિમ્પિયન અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને હરાવી હતી, જેણે ટોક્યો ઓલિમ્પિક્સમાં વિરોધીને એક પણ પોઇન્ટ મેળાવવાની તક આપી ન હતી.[૪૬][૪૭] આ મેચ નિર્ણાયક પૂરવાર થઇ હતી જેમાં સુસાકીએ અંતિમ કેટલીક સેકન્ડો સુધી બે પેનલ્ટી પોઇન્ટ દ્વારા ૨-૦થી આગળ હતી જ્યારે ભારતીય ખેલાડીએ ટેકડાઉન કર્યું હતું અને અપસેટ જીત મેળવી હતી.[૪૮] ફોગાટે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓકસાના લિવાચને અને સેમિફાઇનલમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમાનને હરાવી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું.[૪૯][૫૦][૫૧] જો કે, બાદમાં ફાઇનલની સવારે વજન માપણી દરમિયાન ફોગાટને નિયત વજનથી વધુ હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી.[૫૨][૫૩] પરિણામે, તેને વર્ગીકરણમાં છેલ્લા સ્થાને ધકેલી દેવામાં આવી હતી.[૫૪][૫૫]
ડબ્લ્યુ.એફ.આઈ. સામે વિરોધ પ્રદર્શન
ફેરફાર કરોજાન્યુઆરી ૨૦૨૩માં, વિનેશે સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને અંશુ મલિક સહિત ૩૦થી વધુ ભારતીય કુસ્તીબાજો સાથે મળીને ડબ્લ્યુએફઆઈને વિખેરી નાખવાની અને તેના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જ્યારે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેના કોચ વર્ષોથી મહિલા ખેલાડીઓની જાતીય સતામણી કરી રહ્યા છે.[૫૬] ભારત સરકારે દાવાઓની તપાસ માટે એક નિરીક્ષણ સમિતિની રચના કરવાનું વચન આપ્યા બાદ વિરોધ પ્રદર્શન પડતું મૂકવામાં આવ્યું હતું.[૫૭][૫૮] એપ્રિલ ૨૦૨૩માં, કુસ્તીબાજો વિરોધ પ્રદર્શનમાં પાછા ફર્યા હતા, અને દાવો કર્યો હતો કે સરકારે તેની પ્રતિબદ્ધતાઓનું સન્માન કર્યું નથી.[૫૯] વિરોધ પ્રદર્શન દરમિયાન વિનેશે કહ્યું હતું કે ભૂષણ પર આરોપ લગાવ્યા બાદ અને રિપોર્ટ કર્યા બાદ તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રમત મંત્રી અનુરાગ ઠાકુરને માનસિક ત્રાસ અને પોતાના જીવને જોખમ હોવાની જાણકારી આપી હતી.[૬૦] ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ, રમત મંત્રાલયે સ્થાપિત નીતિઓ અને પ્રક્રિયાઓની અવગણનાનું કારણ આપીને સંજય સિંહની આગેવાની હેઠળની નવી ચૂંટાયેલી ડબ્લ્યુએફઆઈ બોડીને સ્થગિત કરી દીધી હતી.[૬૧]
સન્માન
ફેરફાર કરોવિનેશને ૨૦૧૬માં અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવી હતી.[૬૨] ૨૦૧૮માં તેમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પદ્મશ્રી માટે નામાંકિત કરવામાં આવી હતી.[૬૩] તેણીને ૨૦૧૯માં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવી હતી અને તે એવોર્ડ માટે નામાંકન મેળવનાર પ્રથમ ભારતીય હતી.[૬૪] ૨૦૨૦માં, તેને ભારતના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી નવાજવામાં આવી હતી.[૬૫] તે ૨૦૨૨ માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ માટે પણ કરવામાં આવી હતી.[૬૬]
નોંધ
ફેરફાર કરો- ↑ રેપેચેજ એ શ્રેણીની સ્પર્ધાઓમાં એક પ્રથા છે જે સહભાગીઓ કે જેઓ નાના માર્જિનથી ક્વોલિફાઇંગ ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા તેઓ આગામી રાઉન્ડમાં ચાલુ રહેવાની મંજૂરી આપે છે. એક જાણીતું ઉદાહરણ વાઇલ્ડ કાર્ડ સિસ્ટમ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "2013 - Commonwealth Wrestling Championships". Commonwealth Amateur Wrestling Association (CAWA). મૂળ માંથી 21 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 21 February 2016.
- ↑ "Kin celebrate Haryana wrestlers' fete at Glasgow". Hindustan Times. 30 July 2014. મૂળ સંગ્રહિત માંથી 21 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 21 February 2016.
- ↑ "Asian Games 2018: Who is Vinesh Phogat?". The Indian Express. 20 August 2018. મૂળ સંગ્રહિત માંથી 24 June 2021 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ "Vinesh wins gold, with help from his cousin". The Indian Express. 30 July 2014. મૂળ સંગ્રહિત માંથી 9 September 2016 પર સંગ્રહિત. મેળવેલ 30 July 2014.
- ↑ "The Powerhouse Phogat Siblings and their Cousin - Deeta, Babita and Vinesh". Femina (India). મૂળ માંથી 28 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2020.
- ↑ "I Am A Girl, I Am A Wrestler". Tadpoles. 24 July 2014. મૂળ માંથી 23 November 2015 પર સંગ્રહિત. મેળવેલ 2 November 2015.
- ↑ "Pre-wedding festivities begin at Vinesh's village". The Tribune. મૂળ માંથી 15 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2024.
- ↑ "Vinesh Phogat to marry wrestler Somvir Rathee on December 13". The Hindustan Times. 4 December 2018. મેળવેલ 1 June 2024.
- ↑ "Vinesh Phogat wedding today with wrestler Somveer". Dainik Bhaskar (હિન્દીમાં). 14 December 2018. મૂળ માંથી 13 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2024.
- ↑ "International Wrestling Database". www.iat.uni-leipzig.de. મૂળ સંગ્રહિત માંથી 25 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-02.
- ↑ "Results Book". United World Wrestling. http://www.fila-official.com/images/FILA/resultats/2013/results_04_newdelhi.pdf. Retrieved 18 August 2022.
- ↑ "International Wrestling Database". www.iat.uni-leipzig.de. મૂળ સંગ્રહિત માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-02.
- ↑ "Glasgow 2014 - Vinesh Profile". g2014results.thecgf.com. મૂળ માંથી 6 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 2 November 2015.
- ↑ "Women's Freestyle 48 kg Final". glasgow2014.com. 30 July 2014. મૂળ સંગ્રહિત માંથી 10 August 2014 પર સંગ્રહિત. મેળવેલ 30 July 2014.
- ↑ "Wrestler Vinesh Phogat wins18th bronze for India in Asian Games 2014". india.com. 27 September 2014. મૂળ સંગ્રહિત માંથી 24 September 2015 પર સંગ્રહિત. મેળવેલ 27 September 2014.
- ↑ "Athletes_Profile | Biographies | Sports". www.incheon2014ag.org. મૂળ સંગ્રહિત માંથી 4 October 2014 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-02.
- ↑ "International Wrestling Database". www.iat.uni-leipzig.de. મૂળ સંગ્રહિત માંથી 15 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-02.
- ↑ "Wrestlers Vinesh Phogat, Sakshi Malik grab Rio Olympics berths". The Hindustan Times. 7 May 2016. મૂળ સંગ્રહિત માંથી 19 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 15 August 2016.
- ↑ "Wrestling: Women's Freestyle 48kg Standings". Rio 2016. મૂળ માંથી 22 September 2016 પર સંગ્રહિત. મેળવેલ 25 September 2016.
- ↑ "Tokyo 2020: Vinesh Phogat buries ghosts of Rio Games, star wrestler geared up for 2nd Olympics appearance". India Today. 18 July 2021. મૂળ સંગ્રહિત માંથી 18 July 2021 પર સંગ્રહિત. મેળવેલ 26 July 2021.
- ↑ "Wrestling at the 2018 Commonwealth Games". Gold Coast 2018. મૂળ સંગ્રહિત માંથી 31 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 7 April 2017.
- ↑ "Commonwealth Games 2018 Wrestling: Vinesh Phogat, Sumit Malik win gold, Sakshi, Somveer get bronze". The Hindustan Times. 14 April 2018. મૂળ સંગ્રહિત માંથી 20 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2024.
- ↑ "Vinesh Becomes First Indian Woman Wrestler To Win Gold In The Asian Games". Headlines Today. મૂળ સંગ્રહિત માંથી 20 August 2018 પર સંગ્રહિત. મેળવેલ 20 August 2018.
- ↑ "Mental toughness helped me handle weight transition: Vinesh Phogat". Olympic Channel. 15 April 2020. મૂળ સંગ્રહિત માંથી 2 March 2021 પર સંગ્રહિત. મેળવેલ 18 May 2020.
- ↑ "Vinesh Phogat 1st Indian woman wrestler to win Asian Games gold medal". India Today. 20 August 2018. મૂળ સંગ્રહિત માંથી 11 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ "Indian women bag 4 bronze medals at the Asian championships". The Times of India. 26 April 2019. મૂળ સંગ્રહિત માંથી 7 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 26 April 2019.
- ↑ "Gold for Vinesh Phogat at Yasar Dogu International". The Times of India. 15 July 2019. મૂળ સંગ્રહિત માંથી 7 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2024.
- ↑ "World Championships 2019". United World Wrestling. મેળવેલ 1 June 2020.
- ↑ ૨૯.૦ ૨૯.૧ "Why Vinesh Phogat's disqualification isn't the first Olympics setback for the ace Indian wrestler". The Economic Times. 7 August 2024. મૂળ સંગ્રહિત માંથી 7 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 7 August 2024.
- ↑ "Vinesh Phogat starts 2020 on a high, wins gold at Rome Ranking Series event". The Hindustan Times. 18 January 2020. મૂળ સંગ્રહિત માંથી 18 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 18 January 2020.
- ↑ "Vinesh Phogat beats Vanesa Kaladzinskaya to win gold in Ukraine wrestling event". India Today. 28 February 2021. મૂળ સંગ્રહિત માંથી 28 February 2021 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2021.
- ↑ "Vinesh Phogat wins gold, reclaims number one rank; Bajrang Punia reaches final". India Today. 7 March 2021. મૂળ સંગ્રહિત માંથી 7 March 2021 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2021.
- ↑ "Vinesh Phogat wins gold at Poland Open". Olympics.com. 11 June 2021. મૂળ સંગ્રહિત માંથી 19 June 2024 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2024.
- ↑ "Vinesh Phogat wins gold at Poland Open". NDTV. મૂળ સંગ્રહિત માંથી 12 June 2021 પર સંગ્રહિત. મેળવેલ 12 June 2021.
- ↑ "2021 Poland Open Results Book" (PDF). United World Wrestling. મૂળ સંગ્રહિત (PDF) માંથી 4 July 2021 પર સંગ્રહિત. મેળવેલ 4 July 2021.
- ↑ "Wrestling Results Book" (PDF). Tokyo Organising Committee of the Olympic and Paralympic Games. મૂળ (PDF) માંથી 7 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 August 2021.
- ↑ "WFI suspends star wrestler Vinesh Phogat over indiscipline after Tokyo Olympics campaign". India Today. મૂળ સંગ્રહિત માંથી 30 May 2023 પર સંગ્રહિત. મેળવેલ 30 May 2023.
- ↑ "Vinesh Phogat sends apology to WFI, may still not be allowed to compete at Worlds". Sportstar. 14 August 2021. મૂળ સંગ્રહિત માંથી 30 May 2023 પર સંગ્રહિત. મેળવેલ 30 May 2023.
- ↑ "WFI has its way, sports NGO JSW agrees on tripartite contracts with wrestlers". The Times of India. 12 November 2021. મૂળ સંગ્રહિત માંથી 30 May 2023 પર સંગ્રહિત. મેળવેલ 30 May 2023.
- ↑ Berkeley, Geoff (6 August 2022). "Phogat completes Commonwealth Games hat-trick with another wrestling gold". InsideTheGames.biz. મૂળ સંગ્રહિત માંથી 7 August 2022 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2022.
- ↑ "Wrestling Competition Summary" (PDF). 2022 Commonwealth Games. મૂળ (PDF) માંથી 6 August 2022 પર સંગ્રહિત. મેળવેલ 10 August 2022.
- ↑ Burke, Patrick (14 September 2022). "Susaki and Morikawa earn Japanese double at World Wrestling Championships". InsideTheGames. મૂળ સંગ્રહિત માંથી 15 September 2022 પર સંગ્રહિત. મેળવેલ 15 September 2022.
- ↑ "Commonwealth Games 2022 wrestling: Vinesh Phogat completes a hat-trick of CWG gold medals". Olympics.com. 6 August 2022. મૂળ સંગ્રહિત માંથી 8 October 2022 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2024.
- ↑ "2022 World Wrestling Championships Results Book" (PDF). United World Wrestling. મૂળ (PDF) માંથી 18 September 2022 પર સંગ્રહિત. મેળવેલ 18 September 2022.
- ↑ "Wrestler Vinesh Phogat Qualifies for Paris Olympics in 50-kg Category". The Wire. 21 April 2024. મૂળ સંગ્રહિત માંથી 1 July 2024 પર સંગ્રહિત. મેળવેલ 1 July 2024.
- ↑ "Paris Olympics: Vinesh Phogat upsets defending Olympic champion Yui Susaki in wrestling opener". The Indian Express. 6 August 2024. મૂળ સંગ્રહિત માંથી 7 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ "Vinesh Phogat faces Yui Susaki, wrestler who won gold in Tokyo without losing a single point, in Paris Olympics opener". The Hindustan Times. 6 August 2024. મૂળ સંગ્રહિત માંથી 6 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ "Olympics: Vinesh Phogat stuns Tokyo Gold medalist to reach wrestling quarters". India Today. 6 August 2024. મૂળ સંગ્રહિત માંથી 6 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ "Wrestling – Women's Freestyle 50kg 1/8 Final Match 61, Results". Paris 2024. 6 August 2024. મૂળ સંગ્રહિત માંથી 7 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ "Paris Olympics 2024: Vinesh Phogat enters final, becomes first Indian woman wrestler to do". DNA India. મૂળ સંગ્રહિત માંથી 6 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ Sarangi, Y. B. (6 August 2024). "Paris Olympics 2024: Vinesh Phogat enters final in 50kg freestyle wrestling". The Hindu. મૂળ સંગ્રહિત માંથી 6 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ "Explained: Why was Vinesh Phogat disqualified from Paris Olympics? How does wrestling weigh-in work?". ESPN. 7 August 2024. મૂળ સંગ્રહિત માંથી 7 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 7 August 2024.
- ↑ "Wrestler Vinesh Phogat Out Of Paris Olympics Over Weight, India Files Appeal". NDTV. 7 August 2024. મૂળ સંગ્રહિત માંથી 7 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 7 August 2024.
- ↑ "Vinesh Phogat misses Olympic gold shot, disqualified for being 100 gms overweight". India Today. 7 August 2024. મૂળ સંગ્રહિત માંથી 7 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 7 August 2024.
- ↑ Ramakrishnan, Vineet (6 August 2024). "The Three Indian Wrestlers to Have Reached an Olympic Final". News 18. મૂળ સંગ્રહિત માંથી 6 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2024.
- ↑ "Indian Olympic wrestlers detained as latest protest escalates". BBC News. 25 May 2023. મૂળ સંગ્રહિત માંથી 28 May 2023 પર સંગ્રહિત. મેળવેલ 31 May 2023.
- ↑ "Vinesh Phogat accuses WFI president Brij Bhushan Sharan of sexual harassment; wrestlers protest at Jantar Mantar". The Hindu. 18 January 2023. ISSN 0971-751X. મૂળ સંગ્રહિત માંથી 28 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 28 December 2023.
- ↑ "After No Govt Action, Wrestlers to Lodge FIRs Against WFI Chief Over Alleged Sexual Harassment". The Wire (magazine). મૂળ સંગ્રહિત માંથી 24 April 2023 પર સંગ્રહિત. મેળવેલ 28 December 2023.
- ↑ Ellis-Petersen, Hannah (7 May 2023). "India's female wrestlers threaten to hand back Olympic medals in harassment row". The Guardian. ISSN 0261-3077. મૂળ સંગ્રહિત માંથી 8 May 2023 પર સંગ્રહિત. મેળવેલ 28 December 2023.
- ↑ "Vinesh Phogat: India wrestler says she told PM Modi about harassment". 4 May 2023. મૂળ સંગ્રહિત માંથી 17 January 2024 પર સંગ્રહિત. મેળવેલ 28 December 2023.
- ↑ Vedika Sud, Rhea Mogul, Sania Farooqui (3 May 2023). "India's top female wrestlers are camping on the streets of New Delhi. Here's why". CNN. મૂળ સંગ્રહિત માંથી 12 May 2023 પર સંગ્રહિત. મેળવેલ 28 December 2023.CS1 maint: multiple names: authors list (link)
- ↑ "After Winning The Arjuna Award, Wrestler Vinesh Phogat Promises Nothing Less Than Gold In Tokyo 2020". India Times. September 2016. મૂળ સંગ્રહિત માંથી 18 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2017.
- ↑ "Padma Shri proposed for Bajrang Punia, Vinesh Phogat". The Times of India. 3 October 2018. મૂળ માંથી 3 October 2018 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2024.
- ↑ "Vinesh Phogat Becomes First Indian Athlete to be Nominated for Laureus World Sports Awards". News18. 17 January 2019. મૂળ સંગ્રહિત માંથી 7 March 2023 પર સંગ્રહિત. મેળવેલ 18 January 2019.
- ↑ "Rohit Sharma to Vinesh Phogat: Meet the five Khel Ratna recipients of 2020". 23 August 2020. મૂળ સંગ્રહિત માંથી 23 August 2020 પર સંગ્રહિત. મેળવેલ 21 August 2020.
- ↑ "Wrestlers Vinesh Phogat and Sakshi Malik nominated for BBC ISWOTY Award". The Hindu. PTI. 7 February 2023. મૂળ સંગ્રહિત માંથી 7 February 2023 પર સંગ્રહિત. મેળવેલ 7 February 2023.