ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ': આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૩૩:
== સર્જન ==
[[File:Gujarati Vishwakosh45.jpg|thumb|ઊભેલામાંથી બીજા ક્રમે [[જયભિખ્ખુ]]; બેઠેલામાંથી પહેલા ક્રમે [[ધીરુભાઈ ઠાકર]] અને છેલ્લા ક્રમે ધૂમકેતુ|350px]]
ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે લાગણી-નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમ જ ધૂની-તરંગી પાત્રો એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે. એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી છે. લોકબોલીનો લહેજો, કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે. કટાક્ષ તથા હાસ્યનો પણ એમાં ઉપયોગ થયો છે. એમની નવલિકાઓમાં અતિપ્રસ્તારને કારણે ક્યારેક સંવિધાન કથળે છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊર્મિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય આદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે.
|