અધિક માસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું પૂર્ણિમાસાંત અને અમાવસ્યાંત મુજબ
ટેગ: Reverted
લીટી ૧:
'''અધિક માસ''' કે '''અધિકમાસ''' એટલે [[પંચાંગ|હિંદુ પંચાંગ]] મુજબ લગભગ દર ત્રણ વર્ષે આવતો વધારાનો મહિનો જેને '''પુરુષોત્તમ માસ''' પણ કહે છે. તેનો ઉદ્દેશ સૌર અને સાયન વર્ષ (ચાંદ્ર અને સૌર પંચાંગ)ને જોડવાનો છે.
 
ચાંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનિટ ૩૫ સેકન્ડ) નાનું છે. ચાંદ્ર વર્ષ અને સૌર વર્ષમાં એકાત્મતા જળવાઈ રહે તે માટે ચંદ્રની ગતિને આધારે થતી કાળગણનાને સૂર્યની ગતિથી થતી કાળગણના સાથે મેળવી લેવાને સરેરાશ ૩૨ મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીને અંતરે એક અધિકમાસ લાવવો જોઈએ<ref>{{cite book |last=જાડેજા |first= ભગવતસિંહજી|author-link= ભગવતસિંહજી જાડેજા|date= |title= ભગવદ્ગોમંડલ|url= https://bhagavadgomandalonline.com/detail.php?srch=194&term=અધિકમાસ|location= રાજકોટ|publisher= પ્રવિણ પ્રકાશન પ્રા. લિ.|page= ૧૯૪|isbn=}}</ref>. પરંતુ મહિનાની અધવચ્ચે નવો મહિનો ઉમેરવું વ્યવહારુ ન હોવાથી ગુજરાતી પંચાંગમાં અધિકમાસ હંમેશા અમાસ પછી (સુદ એકમથી) જ શરુ થાય છે, આ જ રીતે જે રાજ્યોમાં પૂર્ણિમાસાંત મુજબ પૂર્ણિમા મહિનાનો અંતિમ દિવસ ગણવામાં આવે છે ત્યાં પૂર્ણિમા પછીના દિવસે પ્રતિપદાથી અધિક મહિનો શરૂ થાય છે. જે માસમાં સૂર્યસંક્રાંતિ ન હોય તે માસમાં અધિક માસ લાવીને તથા સરેરાશ મેળવી લેવામાં આવે છે.
 
ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્ર માસ ૩૦ દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્ર માસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. અધિક માસ ચૈત્ર માસથી આસો માસમાં જ આવે છે. અપવાદ રૂપે જવલ્લે ફાગણ માસમાં પણ અધિક માસ આવે છે. જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. એક જ નામના બે માસમાંનો પહેલો મહિનો અધિક ગણાય છે.<ref>{{Cite web|title=અધિકમાસ|url=https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-english-translation/%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%b8/|url-status=live|access-date=2022-02-11|website=Gujaratilexicon|language=gu}}</ref>