વિકિપીડિયા:અનુવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Removing all content from page
Undo revision 18281 by 72.54.156.234 (Talk)
લીટી ૧:
ગુજરાતી વિકિપીડિયામાં ઘણા લેખ [[:en:|અંગ્રેજી વિકિપીડિયા]]માંથી અનુવાદ કરેલા હોય છે.
 
== અનુવાદ શા માટે ==
અંગ્રેજી વિકિપીડિયા, બહોળા વાચક વર્ગ તથા ઓછી ટેકનીકલ ગુંચ ને કારણે ઘણો આગળ વધેલો છે. અંગ્રેજી વિકિપીડિયા છેક ૨૦૦૧ થી ચાલુ થયેલો છે જ્યારે ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત ૨૦૦૪ માં થઇ હતી. આથી મોટા ભાગના વિષયો માટે અંગ્રેજી વિકિપીડિયામાંથી ખુબ સરસ માહિતી મળી રહે છે.
 
આ કારણથી ઘણી વખત કેટલાક લેખકો કોઇ અંગ્રેજી (ને ક્યારેક હિન્દી) લેખની તમામ માહિતિ અહિયાં ઉતારે છે. શરૂઆતમાં તે આખો લેખ અંગ્રેજીમાં હોય છે, પછી તે લેખક તેનો તબક્કાવાર અનુવાદ કરતો હોય છે. આવા લેખના મથાળે [[વિકિપીડિયા:ટેમ્પ્લેટ]] <nowiki>{{translate}}</nowiki> જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે.
{{translate}}
આ સાથેજ તે લેખ [[:Category:અધૂરા અનુવાદ કરેલા લેખો|અધૂરા અનુવાદ કરેલા લેખો ની કૅટેગરી]] માં મુકાઇ જાય છે. જેથી આવા લેખો પર નજર રાખી શકાય છે. આ લેખોનો અનુવાદ કરવા બધાજ વાચકો ને આમંત્રણ છે.
 
== ગેરફાયદા ==
લેખ લખવાની આ પદ્ધતિ ના કેટલાક ગેરફાયદા પણ છે.
* આ રીતે લેખનો અનુવાદ કરવાથી લેખકનો પોતાના જ્ઞાનનો લેખ લખવામાં ઉપયોગ નથી થતો.
* અંગ્રેજી અને ગુજરાતી વાક્યોનું માળખું જુદું હોય છે, આથી ઘણીવાર શબ્દશઃ કરવામાં આવતા અનુવાદ માં ભાષા ઘણી ઉતરતી કક્ષાની ને ગરબડવાળી થઇ જાય છે. આથી અનુવાદ કરતી વખતે લેખકે કાળજી રાખવી જોઇએ.
* ઘણી વાર લોકો આખે આખા અત્યંત મોટા લેખ ઉતારે છે ને પછી ક્યારેય તેમાંથી કશુંજ અનુવાદ નથી થતું. આ વસ્તુનો વિકિપીડિયા સખત વિરોધી છે. જ્યારે કોઇ પણ લેખ ને આવી રીતે ઉતારવામાં આવે ત્યારે તેના ઓછામાં ઓછા એક ફકરાનો અનુવાદ તો કરવોજ જોઇએ. અને લેખકે બને ત્યાં સુધી તેણે પોતે ઉતારેલા એક લેખનો તે સંપૂર્ણ પણે અનુવાદ ન કરે ત્યાં સુધી બીજો લેખ અંગ્રજી વિકિપીડિયામાંથી ન ઉતારવો જોઇએ. લેખો લાંબા સમય સુધી અંગ્રેજી કે હિન્દી માં ન રહેવા જોઇએ.
 
કાળજીપૂર્વક અનુવાદ કરેલા લેખ વિકિપીડિયા માટે ઘણા ઉમદા પુરવાર થઇ શકે છે.
 
{{stub}}
 
[[Category:વિકિપીડિયા મદદ]]