વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
other wiki links...
નાનુંNo edit summary
લીટી ૧:
'''નિષ્પક્ષ દૃષ્ટિકોણ'''થી સંપાદન કરવું અર્થાત વાજબી રીતે, ન્યાયીપણે કે સ્પષ્ટ અથવા ચોક્ક્સ રીતે, પ્રમાણસરનું, યથાપ્રમાણ, યોગ્ય પ્રમાણવાળું, અને શક્ય ત્યાં સુધી પૂર્વગ્રહ કે પક્ષપાત વિના, બધાજ મહત્વનાં, અર્થપૂર્ણ દૃષ્ટિકોણ જે વિશ્વાસપાત્ર અને ચકાસણી કરી શકાય તેવા સ્રોત દ્વારા ઉપલબ્ધ હોય, રજુ કરવા. બધા જ વિકિપીડિયા લેખો અને અન્ય જ્ઞાનકોશીય તત્ત્વો પદાર્થવાદિતા, વસ્તુલક્ષિતાનાં નિષ્પક્ષ દૃષ્ટિકોણથી લખાયા હોવા જોઈએ. નિષ્પક્ષ દૃષ્ટિકોણ એ વિકિપીડિયા અને અન્ય વિકિમીડિયા પરિયોજનાઓનો પાયાનો સિદ્ધાંત છે (જુઓ : [[:en:WP:5P|fundamental principle of Wikipedia]] અને [[:meta:Foundation issues|other Wikimedia projects]]). આ નીતિમાં તડજોડ કે તબદીલી કરાશે નહિ અને સર્વ સંપાદકોએ તથા લેખોએ તેને અનુસરવાનું રહેશે.
 
'''નિષ્પક્ષ દૃષ્ટિકોણ''' એ વિકિપીડિયાની ત્રણ કેન્દ્રિય નીતિઓમાંની એક છે. (અન્ય બે "ચકાસણીપાત્રતા" ([[:en:Wikipedia:Verifiability|Verifiability]]) અને "સ્વસંશોધનપ્રારંભિક સંશોધન નહીં" ([[:en:Wikipedia:No original research|No original research]]) છે.) આ ત્રણે નીતિઓ સંયુક્ત રીતે વિકિપીડિયામાંના લેખનો પ્રકાર અને ગુણવત્તા ગ્રાહ્ય છે કે નહીં તેનો નિર્ણય કરશે. કારણ કે આ નીતિ સુમેળથી કાર્યરત હોય, તે એકબીજાથી અલગતા કે પૃથકત્વની વાત નહીં કરે, અને સંપાદકોએ આ ત્રણે નીતિઓની જાણકારી રાખવાનો યત્ન કરવો જોઈએ. ઉપરોક્ત સિદ્ધાંતનું, જે આ નીતિ આધારિત છે, અન્ય કોઈ નીતિ કે માર્ગદર્શિકા, કે સંપાદકોના સર્વસામાન્ય અભિપ્રાય કે સર્વસંમતિ દ્વારા પણ ઉલ્લંઘન કરી શકાશે નહીં.
 
(વધારે માટે મૂળ અંગ્રેજી લેખનો અભ્યાસ કરો)