ગાયત્રી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૫૨:
*ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે
 
સં. ગાયન્ એટલે પ્રાણને અને ગાયતે એટલે રક્ષણ કરે છે. તે ઉપરથી પ્રાણનું રક્ષણ કરનાર તે ગાયત્રી કહેવાય છે. ગૈ અને ત્રા એ બે ધાતુનો ગાયત્રી શબ્દ થયો છે. ગૈ ધાતુનો અર્થ ગાન અને ત્રા ધાતુનો અર્થ રક્ષણ એમ કરીએ તો તેનો વ્યુત્પન્ન અર્થ એવો થાય કે બ્રહ્મનું કીર્તન કરનારનું રક્ષણ કરે તે. આ મંત્ર ૨૪ અક્ષરનો છે અને તેના ઉચ્ચારણની સાથે ૨૪ પાંખડીનો ક્ષોભ થાય છે. આ ક્ષોભ વર્તુલાકારે થાય છે. ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે. ગાયત્રી આપણા મૂળાધારમાંથી નીકળી દંડની જેમ કંઠસ્થાન સુધી પહોંચે છે. ત્યાંથી વાણી દ્વારા પ્રગટ થાય છે અને પછી ભૂતમાત્રમાં જાય છે. ત્યાંથી અગ્નિની વેદી ઉપર આવી અગ્નિમંડળમાં પ્રવેશ કરે છે. ત્યાંથી પૃથ્વીની કૂખમાં પ્રવેશે છે અને આસનસ્થ મંત્રોચ્ચાર તથા અનુષ્ઠાન કરનાર મંત્રવિદના ચરણમાંથી તેના શરીરમંડળમાં પેસી હૃદયમાં જાય છે, ત્યાંથી પ્રાણશક્તિરૂપે પ્રાણમંડળમાં ફરે છે. આવી રીતે છ કૂખોમાં ફરીને પ્રાણમંડળમાં આવેલી ગાયત્રીને મંત્રશાસ્ત્રમાં ભૂભેદી કહી છે. ઉપરથી તો આ મંત્ર આપણને સામાન્ય સરખો લાગે છે, પણ તેમાં ત્રણ પ્રકારનાં અસ્ત્રો રહેલાં છે. ૧. બ્રહ્મદંડ, જેનું પાલાસ દંડ એ પ્રતીક છે. ૨. બ્રહ્મશિરસ, જેનું બોડિયાકલારનો કટકો એ પ્રતીક છે અને ૩. બ્રહ્માસ્ત્ર, જેનું ચોવીશ દળ કમળ એ પ્રતીક છે. ગાયત્રીનું ચોવીશ અક્ષરાત્મિકા ચક્ર જે રીતે ભૂભેદ અને ભુવર્ભેદ કરે છે તે રીતે સ્વરભેદ પણ કરે છે. ગાયત્રીના ૨૪ અક્ષરની ૨૪ શક્તિ નીચે પ્રમાણે છે: વામદેવી. પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાન્તા, કાન્તા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, વિમલા, તમોપહારિણી, સક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશા, પદ્માલયા, પરાશોભા, ભદ્રા અને ત્રિપદા. ગાયત્રીના ચોવીશ દેવતાઓનાં નામ નીચે પ્રમાણે છે: અગ્નિ, પ્રજાપતિ સોમ, ઈશાન, સવિતા, આદિત્ય, બૃહસ્પતિ, મિત્રાવરુણ, ભગ, અર્યમા, ગણેશ, ત્વષ્ટા, પૂષા, ઇંદ્ર, વાયુ, વામદેવ, વિશ્વદેવા, માતૃગણ, વિષ્ણુ, વસૂ, રુદ્ર, કુબેર અને અશ્વિનીકુમાર. શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે કે ગાયત્રી સર્વે વેદોનો પ્રાણ છે. ગાયત્રી વિના વેદો નિર્જીવ છે માટે ગાયત્રી જપ કરવો. જે મનુષ્યો ભક્તિ વડે વિષ્ણુ કે વ્યંબકની નિત્ય પૂજા કરે છે તે ધર્મલોક કે રુદ્રલોકમાં જાય છે. ગાયત્રીનાં મંદિરો હિંદુસ્તાનમાં ક્વચિત્ જ જોવામાં આવે છે. કાઠિયાવાડમાં દક્ષિણ ભાગમાં સમુદ્ર કિનારે પરનાવડા નામના ગામમાં એક ગાયત્રીનું મંદિર છે યદ્યપિ ત્યાં શિલાલેખ નથી તોપણ તે મંદિર ચૌલુક્ય કાળનું હોવાનું સંભવનીય છે. ગાયત્રી એ વેદમંત્ર છે. તેના ૨૪ અક્ષર છે અને અક્ષરે અક્ષરના ઋષિ, છંદ, દેવતા વગેરે નીચે પ્રમાણે પૃથફ્, પૃથક્ મનાય છે:
 
'''સંપૂર્ણ અર્થ''' – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા નું અમે ધ્યાન કરીયએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.