કનકાઈ-ગીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગિરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાજી નુ મંદીર શકિતપુજાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે. જયારે શીંગવડો સેંજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય અને મોરલા ગળાનાં કટકા કરી કરીને "મલાર" આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલ યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે.
 
[[image:Kankai Maa 0671.jpg|thumb|Kankai Maa 0671]
 
શ્રી કનકાઈ માં અઢાર વરણ ના કુળદેવી છે જેમા ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિ માં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓ નો સમાવેશ થાય છે.