જૈન ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 105 interwiki links, now provided by Wikidata on d:q9232 (translate me)
Great Lord Mahavir was not founder but he is the 24th Tirthankar (from present 24th Tirthankar). There are Past 24 Tirthankar and also Future 24 Tirthankar defined in Jain scripture.
લીટી ૧:
{{જૈનત્વ}}
 
'''જૈન ધર્મ''' અથવા '''જૈનત્વ''' ભારતમાં ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે. જૈન ધર્મનાં અનુયાયીઓને શ્રાવક કહેવામાં આવે છે. [[મહાવીર સ્વામી]] આ ધર્મના સ્થાપક તરિકે ૨૪મા તીર્થંકર હતા તથા, પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે. આશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર, અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ જૈન ધર્મના ચોવીસમાં [[તીર્થંકર]] તરીકે પૂજાય છે. નાનપણથીજ નિડર એવા મહાવીર સ્વામીનુ બાળપણ મહેલમાં વિત્યુ.
 
આ ધર્મના મૂખ્ય બે સંપ્રદાય છે, [[શ્વેતાંબર]] અને [[દિગંબર]]. [[શ્વેતાંબર]] સંપ્રદાયની માન્યતા અનુસાર તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ પ્રિયદર્શના હતું. જ્યારે [[દિગંબર]] સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમણે બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમણે માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.