વારાણસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 120.60.63.214 (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટ...
ચિત્ર દેખાતું કર્યું
લીટી ૬:
વારણસીમાં બાર [[જ્યોતિર્લિંગ]] પૈકીનું એક - વિશ્વેશ્વર - મંદિર આવેલું છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ [[બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય]]ને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણેજ ગુજરાતીમાં કહેવત છે કે "[[સુરત]]નું જમણ અને કાશીનું મરણ."
 
[[ચિત્ર:kashiKashi vishwanathVishwanath temple.pngjpg|right|thumb|200px|કાશી વિશ્વનાથ મંદિર]]
કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. આ નગરી વર્તમાન [[વારાણસી]] શહેરમાં સ્થિત છે. વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે.-કાશિરિત્તે.. આપ ઇવકાશિનાસંગૃભીતા: પુરાણોમાં વર્ણવ્યા આ નગરી આદ્ય વૈષ્ણવ સ્થાન છે. પહેલાં આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, ત્યાં બિંદુસરોવર બની ગયું અને પ્રભુ અહીંયાં બિંધુમાધવના નામથી પ્રતિષ્ઠિત થયા હતા. આ ઉપરાંત એવી પણ એક કથા છે કે જે વખતે ભગવાન શંકરજીએ કુ્રદ્ધ થઇને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું. બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં. પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો, ત્યાં જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી અને એમના હાથથી મસ્તક પણ અલગ થઇ ગયું. જે સ્થળ પર આ ઘટના ઘટી, તે સ્થાન કપાલમોચન-તીર્થ કહેવાયું. મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવન પુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી, ત્યારથી કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન બની ગઈ.