શિવરાત્રિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
૨૦૧૨ દુર્ઘટના ઉમેરી
લીટી ૧૪:
===શિવની આરામની રાત્રિ===
ઓછી પ્રચલિત એક કથા મુજબ, શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ ([[સમુદ્રમંથન]] દરમ્યાન નિકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાન તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે [[બિલીપત્ર]], [[ધંતુરો|ધંતુરાનાં પુષ્પો]], [[રૂદ્રાક્ષ]], વિગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.<ref>[http://www.hindujagruti.org/hinduism/festivals/mahashivratri/#science હિંદુ જાગૃતિ]</ref>
 
==દુર્ધટના==
શિવરાત્રિ દરમિયાન ભવનાથ ખાતે પાંચ દિવસનો મેળો ભરાય છે. વર્ષ ૨૦૧૨માં ૨૦ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ હતી. ભવનાથના મેળામાં ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ સાંજના સમયે ખુબ જ ભીડને કારણે લોકોમાં ભાગ-દોડને લીધે ૬ લોકોનું મૃત્યુ થયું હતું.<ref name="sandesh 1">[http://www.sandesh.com/article.aspx?newsid=36415 ભવનાથ મેળામાં નાસભાગ, ૬નાં મોત]</ref>