વાલ્મિકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q715607 (translate me)
લીટી ૧૦:
તે [[તમસા]] નદીને કાંઠે આશ્રમ કરી રહ્યા. તેના શિષ્યોમાં [[ભરદ્વાજ]] ઋષિ મુખ્ય હતા. એક વખત તે નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થોય. આથી વાલ્મીકિ હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેના મુખમાંથી मा निषाद એમ પ્રારંભવાળી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી. પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ '''આદ્યકવિ''' કહેવાય છે.
 
[[સંસ્કૃત]]ના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજ પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા [[રામચંદ્ર]]જી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે [[સીતા]]ને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના [[ગંગા]] કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ [[લવ]] અને [[કુશ]]ને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.
 
== સ્ત્રોત ==