ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૭૭:
‘મત્લા’ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના શબ્દ ‘તુલુ’ પરથી થઈ છે, જે સામાન્યત : ‘સૂર્યના ઉદય થવા’ નો સંકેત કરે છે. (૨૭) આમ, ‘મત્લા’ શબ્દ ગઝલનો ઉદય થઈ રહ્યો છે, અથવા શરૂઆત થઈ રહી છે એમ સૂચવે છે. મત્લાનો અર્થ ‘આકાશ’ અથવા ‘નભોમંડળ’ જેવો પણ થઈ શકે. ગઝલના પહેલા શેરના બંને મિસરામાં કાફિયા-રદીફની યોજના પાળવામાં આવે છે. ગઝલના આવા પહેલા શરને મત્લા કહેવામાં આવે છે. એક ગઝલમાં ઓછામાં ઓછો એક મત્લા હોય એ જરૂરી છે. ગુજરાતી ભાષામાં કેટલીક મત્લા વગરની ગઝલો જોવા મળી છે. શાસ્ત્રીય દ્દષ્ટિએ એ સ્વીકારી ન શકાય. ગઝલમાં એકથી વધુ મત્લા હોઈ શકે. સંદર્ભ ગઝલ-૩માં ત્રણ જેટલા મત્લા છે એ જોઈ શકાશે. મત્લાના શેરો ગઝલની શરૂઆતમાં જ આવે.
 
મત્લાના શેરથી શાયરને રદીફ-કાફિયાની કઈ યોજના અભિપ્રેત છે એનો વાચક કે શ્રોતાને ખ્યાલ આવે છે. ગઝલના રદીફ-કાફિયા મત્લાના શેરથી સ્થાપિત થાય છે. ઘણી વાર આખી ગઝલના અન્ય શેરો લખાઈ જાય છે, પરંતુ મત્લા રચી શકાતો નથી. બંને પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવાના હોવાથી મત્લા શાયર માટે મોટી કસોટી બની રહે છે. વળી, મત્લાથી ગઝલનો ઉપાડ થતો હોવાથી એ શેર સારો હોય, ચોટદાર હોય, પ્રભાવશાળી હોય એવી અપેક્ષા પણ રહે છે.<ref name= rm/><ref name= sk/>
 
== મક્તા અને તખલ્લુસ ==
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ