ઈક્વેડોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભ (edited with ProveIt)
નાનું →‎અર્થવ્યવસ્થા: સંદર્ભો
લીટી ૯૦:
ઈક્વાડોરની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેના તેલ સંસાધનો પર નિર્ભર છે. વિભિન્ન દેશોમાં પેટ્રોલીયમ પદાર્થોની નિકાસ કરવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં અડધાથી પણ વધું આ તેલ સંશાધનોની ભાગીદારી છે. ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન ઈક્વાડોરમાં ગંભીર આર્થિક કટોકટીનું નિર્માણ થયું હતું તેનાથી દેશના ઘરેલુ ઉત્પાદનોમાં ૬% જેટલી કમી આવી હતી અને સાથે સાથે ગરીબી રેખાથી નીચેની રેખામાં રહેતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. બૅંકીંગ ક્ષેત્રમાં પણ નુકસાન થયું હતું. દેશૌપર દેવાનું પ્રમાણ પણ વધી ગયું હતું. ૨૦૦૦માં રાષ્ટ્રીય કાંગ્રેસ દ્બારા ઘણા બધા પાયાગત સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા જેમાં ચલણમાં કાયદાકીય રીતે અમેરીકી ડોલરને અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ડોલરીકરણના કારણે એ પછીના સમયમાં અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારાનો નોંધાયા હતા. તેલની નિકાસના કારણે પણ દેશની અર્થવ્યવસ્થાને વ્રુદ્ધિ મળી.
૨૦૦૨-૦૬ દરમિયાન અર્થવ્યસ્થામાં ૫.૫% દરથી વૃદ્ધિ થઈ જે પાછળના વર્ષોની તુલનાએ સૌથી ઊંચી પાંચ વર્ષીય વૃદ્ધિ હતી. ૨૦૦૬માં ગરીબી દરમાં પણ ઘટાડો થયો તેમ છતાં તે ૩૮% સુધી બની રહ્યો. ૨૦૦૬માં સરકાર દ્વારા વિદેશી તેલ કંપનીઓ ઉપર અપ્રત્યાશિત કર લગાવી દેવામાં આવ્યો જેનાથી અમેરિકા સાથે મુક્ત વ્યાપાર મુદ્દે થનાર સંવાદ પરિણામ સુધી પહોંચી શક્યો નહીં. આ સ્થિતિના કારણે વર્ષ ૨૦૦૭માં તેલ ઉત્પાદનમાં કમી આવી. રાષ્ટ્રપતિ રફેલ કૌરિયા દ્વારા ઋણ ડિફ઼ૉલ્ટનો ભય પ્રસ્તુત કરીને ડિસેમ્બર ૨૦૦૮માં નિજી તેલ કંપનિયોં પર પણ એક ઉચ્ચ અપ્રત્યાશિત રાજસ્વ કર લગાવવામાં આવ્યો અને આ કરના પ્રભાવથી આર્થિક અસ્થિરતાની સ્થિતિનું નિર્માણ થયું અને તેનાથી રોકાણ ઘટવાના કારણે આર્થિક વૃધ્ધિદર પણ અટકી ગયો હતો.
{{સંદર્ભો}}
 
[[શ્રેણી:દેશ]]
[[શ્રેણી:દક્ષિણ અમેરિકા]]