જેમ્સ ચૅડવિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઈન્ફોબૉક્સ
સંશોધન
લીટી ૨૫:
==જીવન==
જેમ્સ ચૅડવિકનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૮૯૧ના રોજ બોલિંગ્ટન, [[ઇંગ્લેન્ડ]]માં થયો હતો. તેઓ તેમના પિતા જૉન જોસેફ ચૅડવિકના પ્રથમ સંતાન હતા. જેમ્સનું નામ તેમના દાદાના નામ પરથી પાડવામાં આવ્યું હતું<ref>{{cite journal |last=Falconer |first=Isobel |year=૨૦૦૪ |title=Chadwick, Sir James (1891–1974) |journal=The Oxford Dictionary of National Biography |doi=10.1093/ref:odnb/30912}}</ref><ref name="Nobelprize.org 2014">{{cite web | title=James Chadwick - Biographical | website=Nobelprize.org | date=૨૧ મે ૨૦૧૪ | url=https://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1935/chadwick-bio.html | access-date=૧૧ મે ૨૦૧૮}}</ref> તેમણે શરૂઆતનો અભ્યાસ માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાંથી સંપન્ન કર્યો અને ૧૯૧૧માં યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૧ થી ૧૯૧૩ દરમ્યાન અર્નેસ્ટ રૂથરફર્ડના માર્ગદર્શન હેઠળ ફિઝિકલ લૅબોરેટરી, માન્ચેસ્ટરમાં રહીને કિરણોત્સર્ગી [[તત્વ|તત્ત્વો]]ના પરમાણુઓમાંથી બહાર આવતાં વિકિરણોની ઊર્જાના માપન અને તેમના ઉદભવ અંગે સંશોધન કર્યું.<ref name=DaveAndSharma>{{cite book |last1=દવે |first1=એસ. જી |last2=શર્મા |first2=રાજેશ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૬ |date=૧૯૯૪ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૨૭૨-૨૭૩}}</ref>
 
૧૯૪૫માં તેમને ઉમરાવપદ (નાઇટહૂડ) આપવામાં આવ્યું. તેમના મુખ્ય શોખ માછીમારી અને બાગાયત હતા.<ref name=DaveAndSharma/>
 
==સંશોધન==
૧૯૨૩માં ચૅડવિક કૅવેન્ડિશ લૅબોરેટરી ફૉર એક્સપરિમેન્ટલ ફિઝિક્સના ઉપનિયામક નિમાયા. ત્યાં તેમણે રૂથરફર્ડ સાથે પરમાણુકેન્દ્રો ઉપર આલ્ફા-કણ પ્રતાડનનો અભ્યાસ કર્યો. તેમને જોયું કે [[બેરિલિયમ]]ના કેન્ર ઉપર આલ્ફા-કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે તેમાંથી એક એવું વિકિરણ ઉદભવે છે જે [[હાઈડ્રોજન]]-સમૃદ્ધ પૅરેફિનમાંથી પ્રોટૉન મુક્ત કરે છે. તેમણે દર્શાવ્યું કે, આ વિકિરણ ન્યુટ્રૉન નામના, પ્રોટૉન કરતાં ૧.૦૦૬૭ ગણા ભારે અને વીજભારવિહીન કણોનું બનેલું છે. ૧૯૧૫ થી ૧૯૩૩ના ગાળામાં રૂથરફર્ડ સાથેનાં સંશોધનો વડે તેમણે સિદ્ધ કર્યું કે: પરમાણુઓનું કૃત્રિમ રૂપાંતરણ શક્ય છે. [[તત્વ]]ના પરમાણુની ત્રીજ્યાનો અંદાજ કાઢી શકાય છે, અને પરમાણુના કેન્દ્રમાં પ્રોટૉન ઉપરાંત ન્યુટ્રૉન નામનો પણ કણ આવેલો છે.<ref name=DaveAndSharma/>
 
==સંદર્ભો==