ક્રિકેટનો દડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું DerekWintersએ ક્રિકેટનો બૉલને ક્રિકેટનો દડો પર ખસેડ્યું
No edit summary
લીટી ૧:
{{Refimprove|date=December 2008}}
[[File:Cricketball.png|thumb|180px|right|ક્રિકેટ બૉલદડો]]
{{Portal|Cricket}}
 
'''ક્રિકેટ બૉલદડો''' એ એક પ્રકારનો સખત અને કડક દડો છે જેનો ઉપયોગ [[ક્રિકેટ|ક્રિકેટ]] રમવા માટે થાય છે. પ્રથમ શ્રેણીના ક્રિકેટના સ્તર પર રમવા માટેના કોર્ક અને લેધરના બનેલા ક્રિકેટના દડા માટે અનેક નિયમો ઘડાયેલા છે. જોકે આમ છતાં અનેક ભૌતિક પરિબળોની મદદથી પ્રમાણિત દડા સાથે છેડછાડ કરીને બોલિંગને વધારે ધારદાર કરવાના અને બેટ્સમેનને મૂંઝવણમાં મૂકી દેવાના પ્રયોગો થતા રહે છે. દડો હવામાં અને મેદાનમાં કઈ રીતે ઉછળે છે એનો મોટો આધાર દડાની સ્થિતિ અને દડો ફેંકનારા બૉલરના પ્રયાસો પર હોય છે. જ્યારે ક્રિકેટના દડાની ઉપર અનુકૂળ પરિસ્થિતી મેળવવા માટે કામ કરવામાં આવે છે ત્યારે ફિલ્ડીંગ બાજુએ અનુકૂળ પરિસ્થિતી એક ચાવીરૂપ ભૂમિકા બને છે. ક્રિકેટનો દડો એવું પ્રાથમિક માધ્યમ છે જેને ફટકારીને રન લેવું સલામત છે કે પછી દડાને બાઉન્ડ્રીની બહાર મેળવી શકાય છે એ નક્કી કરીને પછી બેટ્સમેન રન બનાવી શકે છે.
 
ટેસ્ટ ક્રિકેટ અને બીજી સ્થાનિક કક્ષાએ રમાતી મોટાભાગની રમત અનેક દિવસો સુધી ચાલે છે અને એમાં વપરાતો દડો પરંપરાગત રીતે લાલ રંગનો હોય છે. ઘણી એક દિવસીય ક્રિકેટ મેચોમાં, દડાનો રંગ સફેદ હોય છે. આ સિવાય તાલીમ દરમિયાન અથવા તો બિનસત્તાવાર મેચોમાં વિન્ડ બૉલ અથવા તો ટેનિસ બૉલનોદડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ક્રિકેટ મેચો દરમિયાન દડાની ગુણવત્તા એ રમવા માટે નકામો થઈ જાય એ સ્તર સુધી બદલાતી હોય છે અને આ બદલાવના દરેક તબક્કા દરમિયાન એના ગુણધર્મોમાં સતત ફેરફાર થતો રહે છે જેની મેચના પરિણામ પર ભારે અસર પડે છે. આ કારણે જ મેચ દરમિયાન ક્રિકેટના સત્તાવાર નિયમોમાં જેટલી મંજૂરી આપવામાં આવી છે એની લક્ષ્મણરેખાની બહાર દડામાં ફેરફાર કરવા પર પ્રતિબંધ છે અને આ કારણે જ જ્યારે દડા સાથે નિયમોની બહાર જઈને છેડછાડ કરાય છે ત્યારે બૉલ ટેમ્પરિંગનો મુદ્દો અગણિત વિવાદોનું કારણ બને છે.
 
155.9 થી 163.0 ગ્રામ જેટલા વજનનો ક્રિકેટનો દડો એની સખતાઈ તથા એને વાપરતી વખતે થતી ઇજાને કારણે જાણીતો છે. ક્રિકેટ રમતી વખતે રક્ષણાત્મક સાધનોની શોધ માટેનું મુખ્ય કારણ ક્રિકેટનો જોખમી દડો છે. ક્રિકેટ મેચો દરમિયાન દડાને કારણ ઘણીવાર ઇજા થવાના પ્રસંગ બને છે અને આ દડો ગણ્યાગાંઠ્યા કિસ્સાઓમાં તો જીવલેણ પણ સાબિત થયો છે.
લીટી ૧૫:
પુરુષોના ક્રિકેટ માટે દડાનું વજન ફરજિયાતપણે 5.5 અને 5.75 ઔંસ (155.9 અને 163.0 ગ્રામ) અને પરિઘનું માપ 8 13/16 અને 9 (224 અને 229 મિલીમીટર) હોવું જરૂરી છે. મહિલાઓ અને યુવાનોની મેચમાં વપરાતો દડો થોડો નાનો હોય છે.
[[File:White ball 2.JPG|right|thumb|ઘણી મર્યાદિત ઓવરોની ક્રિકેટ મેચોમાં સફેદ દડાનો ઉપયોગ થાય છે, ખાસ કરીને જેમાં ફ્લડલાઈટનો (દિવસ-રાતની રમતો) સમાવેશ થયો હોય.આ એટલા માટે કે પીળી ફ્લડલાઈટમાં એક લાલ રંગનો દડો બ્રાઉન રંગનો દેખાય છે, જે પીચના રંગ સાથે ઘણો મળતો આવે છે. ]]
ક્રિકેટના દડાને સામાન્ય રીતે લાલ રંગથી રંગવામાં આવે છે અને લાલ દડાનો ઉપયોગ ટેસ્ટ ક્રિકેટ અને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં થાય છે. આ સિવાય જ્યારથી વન-ડે મેચો રાત્રે ફ્લડલાઇટમાં પણ રમાવા લાગી ત્યારે આ પ્રકારની લાઇટમાં સ્પષ્ટ દેખાય એવા સફેદ દડાનું આગમન થયું હતું. હવે વ્યવસાયિક વન-ડે મેચો રાત્રે ન રમાતી હોય તો પણ એમાં સફેદ રંગના જ ક્રિકેટના દડાનો ઉપયોગ થાય છે. આ સિવાય રાતની મેચોમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવા બૉલનીદડાની દૃષ્ટિક્ષમતા વધારવા માટે પીળા અને નારંગી રંગના દડાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે આ રંગથી રંગવાની પ્રક્રિયાને કારણે એવા દડા ક્રિકેટ માટેના માપદંડ જેવા દડાથી અલગ પડી જતો હોવાના કારણે એ વ્યવસાયિક રમત માટે નકામા ગણી લેવામાં આવ્યા હતા. ક્રિકેટની આંતરરાષ્ટ્રીય રમતમાં સૌથી પહેલીવાર ગુલાબી દડાનો ઉપયોગ 2009ના જુલાઈ મહિનામાં કરવામાં આવ્યો હતો જ્યારે વોર્મસ્લી ખાતે [http://www.cricinfo.com/women/content/story/412886.html ] ઇંગ્લેન્ડની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી. સફેદ અને લાલ દડાના ઉત્પાદકો એવો દાવો કરે છે બન્ને પ્રકારના દડા એકસરખી પદ્ધતિથી સમાન વસ્તુઓ વાપરીને બનાવવામાં આવે છે, પણ જોવા મળ્યું છે કે દાવના શરૂઆતના તબક્કા દરમિયાન લાલ દડાની સરખામણીમાં સફેદ દડો વધારે સ્વિંગ થાય છે અને એ સરખામણીમાં વધારે ઝડપથી ખરાબ થઈ જાય છે.<ref>^[http://news.bbc.co.uk/sport1/hi/cricket/rules_and_equipment/4188060.stm ]</ref>
 
ક્રિકેટના દડા ખર્ચાળ છે. 2007માં ઇંગ્લેન્ડમાં પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં વપરાયેલા પ્રત્યેક દડાની કિંમત 70 પાઉન્ડ સ્ટર્લિંગ આંકવામાં આવી હતી. ટેસ્ટ મેચ ક્રિકેટમાં એક દડો ઓછામાં ઓછી 80 ઓવર (સૈદ્ધાંતિક રીતે રમતના પાંચ કલાક અને 20 મિનિટ) માટે વપરાય છે. વ્યવસાયિક વન-ડે ક્રિકેટમાં દરેક મેચમાં ઓછામાં ઓછા બે દડાનો વપરાશ થાય છે. શીખાઉ ક્રિકેટરો મોટાભાગે જૂના દડાનો અથવા તો એના સસ્તા વિકલ્પનો ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં દડાની પરિસ્થિતિમાં આવતા ફેરફારોને કારણે એવો અનુભવ નથી થતો જેવો અનુભવ વ્યવસાયિક ક્રિકેટના દાવ વખતે થાય છે.
લીટી ૨૭:
ક્રિકેટના દડાઓ તોફાની કહી શકાય એ હદના સખત હોય છે અને અત્યંત ઘાતક બનવાની ક્ષમતા ધરાવે છે જેના કારણે આજના બેટ્સમેન અને નજીકના ફિલ્ડરો ઘણીવાર માથાનું રક્ષણ કરતા સુરક્ષાકવચ પહેરેલા જોવા મળે છે. 1998માં બાંગ્લાદેશની ક્લબ કક્ષાની મેચમાં ક્રિકેટર રમણ લાંબાને ફોરવર્ડ શોટ લેગ ખાતે ફિલ્ડિંગ ભરતી વખતે માથામાં દડો વાગ્યો હતો અને આ મરણતોલ ફટકાને કારણે તેનું અવસાન થઈ ગયું હતું. આ સિવાય પ્રથમ કક્ષાની મેચમાં મેદાનમાં ઇજા થવાને કારણે ક્રિકેટરનું મૃત્યુ થયું હોય એવા અત્યાર સુધી માત્ર બે કિસ્સાઓ જ નોંધાયા છે. આ બેય ઇજાઓ બેટિંગ કરતી વખતે જ થઈ છે. 1870માં લોડ્સના મેદાન ખાતે માથામાં દડો વાગવાને કારણે નોટિંગહામશાયરના જ્યોર્જ સમરનું અને 1958-59માં કાયદા-એ-આઝમની ફાઇનલ મેચ વખતે હૃદય પર દડો વાગવાને કારણે કરાંચીના વિકેટ કિપર અબ્દુલ અઝીઝનું અવસાન થયું હોવાની ઘટનાઓ નોંધાઈ છે. આ સિવાય લેન્કેશાયરના ઇયાન ફોલીનું 1993માં વાઇટહેવન વતી રમતી વખતે દડો વાગ્યા પછી મૃત્યુ થયું હતું.
 
ચર્ચા પ્રમાણે પ્રિન્સ ઓફ વેલ્સ, ફ્રેડરિકનું મૃત્યુ પણ ક્રિકેટ બૉલદડો વાગવાને કારણે ઊભી થયેલી અનેક શારીરિક જટિલતાઓને કારણે થયું હતું. જોકે આ વાત સાવ ખોટી સાબિત થઈ હતી. હકીકતમાં ફ્રેડરિકને માથા પર એક દડો વાગ્યો તો હતો, પણ તેના મૃત્યુનું કારણ ફેફસાંમાં ફાટેલી એક ગાંઠ હતી. આ સિવાય 1971માં ફિલ્ડિંગ ભરતી વખતે ગ્લેમોર્ગન ખેલાડી રોજરરૉજર ડેવિસને માથા પર દડો વાગવાને કારણે તે મૃત્યુના મુખમાં પહોંચી ગયો હતો. ભારતીય ખેલાડી નરીમાન કોન્ટ્રાક્ટરને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ વખતે માથામાં દડો વાગતા તેમણે ફરજિયાત નિવૃત્તિ લેવી પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.
 
1998માં [[ઢાકા|ઢાકા]]માં ક્લબ કક્ષાની મેચમાં ભારતીય ક્રિકેટર રમણ લાંબાને તેના માથા પર ક્રિકેટનો દડો વાગવાથી અવસાન થયું હતું. લાંબા હેલ્મેટ પહેર્યા વગર શોર્ટ લેગ ફિલ્ડિંગ ભરતો હતો અને બેટ્સમેન મેહરાબ હુસેને ફટકારેલો દડો માથામાં વાગ્યો અને તે માથામાં અથડાઈને વિકેટ કિપર ખાલીદ મસુદ પાસે ઉછળીને આવ્યો હતો.
 
2009માં સાઉથ વેલ્સ ખાતે ફિલ્ડર દ્વારા ફેંકવામાં આવેલો દડો ક્રિકેટ અમ્પાયરના માથા પર વાગતા અમ્પાયરનું મૃત્યુ થઈ ગયું હતું.<ref>http://sports.espn.go.com/espn/news/story?id=4306916</ref>
લીટી ૩૬:
 
==ક્રિકેટના દડાનું સ્વિંગ==
{{See also|Swing bowling}} દડાની બે બાજુઓ વચ્ચે ઊભો થયેલો દબાણનો તફાવત ક્રિકેટના દડાનું સ્વિંગ થવાનું મુખ્ય કારણ છે. આ હવાનું દબાણ દડાની દરેક બાજુની હવાના પ્રવાહ પર આધાર રાખે છે. બૉલર જ્યારે અકસ્માતે કે પછી આયોજનપૂર્વક દડાની એક બાજુના હવાના પ્રવાહમાં અવક્ષેપ ઊભો કરે છે ત્યારે દડો સ્વિંગ થાય છે. દડાની એક બાજુને લીસી અને ચળકતી રાખીને અને પછી આ બાજુને આગળ રાખી તથા સાંધાને જે દિશામાં દડો સ્વિંગ કરવો હોય એ રીતે ગોઠવીને દડાને ફેંકવાથી એને સામાન્ય રીતે સ્વિંગ કરી શકાય છે. આઉટસ્વિંગ દડો ફેંકવાથી દડો જમણેરી બેટ્સમેનથી દૂર જાય છે જ્યારે ઇનસ્વિંગ દડો એની અત્યંત નજીક આવી જાય છે. દડાની ચમકતી બાજુ તરફના હવાના પ્રવાહને સંતુલિત રાખીને તેમજ સાંધા તરફના હવાના પ્રવાહમાં અસંતુલિત વિક્ષેપ ઉભો કરીને સામાન્ય સ્વિંગની અસર ઉભી કરી શકાય છે. બૉલદડો જ્યારે નવો હોય ત્યારે બોલિંગની શરૂઆત કરનાર ઓપનિંગ બૉલર માટે આ સ્વિંગની પદ્ધતિઓ ખાસ કરીને આઉટસ્વિંગ થતા દડા સફળતા અપાવતી રોજીરોટી સમાન છે. રિવર્સ સ્વિંગ એ પરંપરાગત સ્વિંગ કરતાં સાવ અલગ છે. આ પ્રકારના સ્વિંગમાં સાંધાની સ્થિતિ અને દડો ફેંકવાની પદ્ધતિ આઉટસ્વિંગર જેવી જ હોય છે, પણ દડાની ખરબચડી બાજુને આગળ રાખવામાં આવે છે જેના કારણે દડો બેટ્સમેન પાસે ઇનસ્વિંગરની જેમ ગતિ કરે છે. જ્યારે દડો એકદમ ઝડપથી ફેંકવામાં આવે છે ત્યારે રિવર્સ સ્વિંગની અસર નિપજાવી શકાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં દડાની બન્ને બાજુ હવાની સ્થિતિમાં એ સાંધા સુધી પહોંચે એ પહેલાં અસંતુલિત વિક્ષેપ ઊભો થઈ જાય છે.
 
== સંદર્ભો ==