મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લેખન
લીટી ૫૫:
 
== નિવૃત્તિ અને મૃત્યુ ==
રાજકીય નિવૃત્તિ બાદ મોરારજીભાઇએ મુંબઈમાં પુત્રપરિવાર સાથે જીવન ગાળ્યું. ૧૯૮૭ના ઓક્ટોબર માસ સુધી, (૯૨ વર્ષની ઉંમર સુધી) વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાનો તેમનો ક્રમ તેમણે નિષ્ઠાની જાળવ્યો. ૧૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ મગજમાં લોહી ગંઠાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. ૧૨મી એપ્રિલની સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગોશાળાની ભૂમી પર પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભયઘાટ તરીકે ઓળખાય છે. <ref name ="પ્રકાશ ન. શાહ૧૯૯શાહ૧૯૯૭"/>
== સામાજીક સેવા ==
મોરારજી દેસાઈ [[ગાંધીજી]]ના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ [[ગુજરાત વિદ્યાપીઠ]]નાં કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે [[અમુલ ડેરી|અમુલ]] સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી અને તેનાથી રસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.
લીટી ૬૫:
 
૧૯૭૮માં, વડાપ્રધાન મોરારજી દેસાઇ, કે જેઓ લાંબા સમયથી સ્વમૂત્ર ચિકિત્સા અજમાવી રહ્યા હતા, એ વિશે ડાન રાથેર જોડે ૬૦ મિનિટો સુધી સ્વમૂત્ર પીવાથી થતા ફાયદા વિશે ચર્ચા કરી હતી. મોરારજીએ કહ્યું હતું કે સ્વમૂત્ર ચિકિત્સાએ આરોગ્ય સુવિધા ન પરવડી શકે એવા લાખો ભારતીયો માટે ઉત્તમ ચિકિત્સા છે. તેઓ આ તેમની આદત માટે કેટલાય ભારતીયો અને વિદેશીઓ દ્વારા અણગમો પામ્યા હતા.<ref>{{cite news | url=http://timesofindia.indiatimes.com/articleshow/4822621.cms | title=Curative Elixir: Waters Of India | work=The Times of India | date=૨૭ જુલાઇ ૨૦૦૯ | first1=Prasenjit | last1=Chowdhury}}</ref>
 
==લેખન==
'ઇન માય વ્યૂ' તેમની આત્મકથા છે. જેનો ગુજરાતી અનુવાદ 'મારું જીવનવૃત્તાંત' નામે ત્રણ ભાગમાં નવજીવન દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કેટલીક માહિતી પુસ્તિકાઓ જેવી કે, 'પોલીસ પ્રજાનો મિત્ર બની રહે' (મુંબઈ સરકાર, ૧૯૫૨), 'કરવેરા શા માટે ?'(પરિચય, ૧૯૬૨), 'લોકશાહી સમાજવાદ' (પરિચય, ૧૯૬૮), ' સડા વિનાનો વહિવટ' (પરિચય, ૧૯૭૩), 'કાયદાથી કોઈ પર નથી' (ગુજરાત સરકાર, ૧૯૭૯) વગેરે મુખ્ય છે. <ref name ="પ્રકાશ ન. શાહ૧૯૯૭"/>
 
== સંદર્ભ ==