મૌર્ય સામ્રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૪:
 
અન્ય સાહિત્યિક સ્ત્રોતોમાં ચોથી શતાબ્દીના વિશાખાદત્ત રચિત સંસ્કૃત નાટક ''મુદ્રારાક્ષસ''માં કૌટિલ્ય દ્વારા નંદવશને સત્તાચ્યુત કરવાનું વર્ણન છે. લૌકિક સાહિત્યિક સ્ત્રોતોમાં ૧૨મી શતાબ્દીમાં કલ્હણકૃત ''રાજતરંગિણી, સોમદેવકૃત ''કથાસરિતસાગર'' અને ક્ષેમચંદ્રકૃત ''બૃહત્‌કથા–મંજરી'' મુખ્ય છે.{{sfn|अगिहोत्री|2009|p=223}}
 
; વિદેશી સ્ત્રોત
સિકંદરના ભારત પરના આક્રમણના ફળ સ્વરૂપે ભારતમાં અનેક યુનાની યાત્રીઓનું આગમન થયું હતું. બહારની દુનિયાને ભારતનો વાસ્તવિક પરિચય કરાવામાં તેઓ પહેલાં હતાં. સિકંદરના સૈન્ય અભિયાનોમાં સાથે રહેનારા લેખકો ''નિર્યાસક'', ''ઓનેસીક્રીટ્સ'' અને ''એરિસ્ટોબુલ્સ''ની કૃતિઓમાં ભારત સંબંધી ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત મૌર્ય દરબારમાં આવેલાં યુનાની રાજ્યના રાજદૂતોના ભારત સંબંધી દૃષ્ટિકોણ અને ભારતની સુક્ષ્મ અને વ્યાપક જાણકારી પણ એટલી જ મહત્ત્વની છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ફારસ તથા બેબિલોનના યુનાની શાસક ''સેલ્યુકસ નિકેટર'' દ્વારા '''મેગસ્થનીજ'''ને રાજદૂત તરીકે મોકલવામાં આવ્યો હતો. મેગસ્થનીજનું ભારત વિષયક વિવરણ '''ઈન્ડિકા''' સૌથી મહત્ત્વપૂર્ણ વિદેશી વૃતાંત છે. તેમાં મૌર્યકાળના ભારત વિશે સંકલન જોવા મળે છે. મૂળ કૃતિ (ઈન્ડીકા) અપ્રાપ્ય હોવાથી પરવર્તી યુનાની લેખકોના ઉદ્ધરણોથી તેના વિવરણો વિશે ભારત સંબંધિત જાણકારી મળે છે. મેગસ્થનીજ બાદ ''ડેઇમોક્સ'' બિંદુસારના દરબારમાં રાજદૂત તરીકે પાટલીપુત્રમાં લાંબો સમય સુધી રહ્યો હતો. {{sfn|अगिहोत्री|2009|p=223}}આ ઉપરાંત અન્ય વિદેશી લેખકો સ્ટ્રેબો, ડિયોડોરસ, પ્લિની, એરિયન, પ્લૂટાર્ક, જસ્ટીન વગેરે મુખ્ય છે. ચીની યાત્રી ફાહિયાન અને હુએન-ત્સાંગના યાત્રા વિવરણ પણ મૌર્ય કાળના ઇતિહાસના અધ્યયન માટે પ્રાંસંગિક છે. {{sfn|अगिहोत्री|2009|p=224}}
 
==સ્થાપના અને શાસકો==