જયપ્રકાશ નારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૯:
આ દરમિયાન જયપ્રકાશ કાર્લ માર્ક્સના પુસ્તક ''દાસ કેપીટલ''ના પરીચયમાં આવ્યા. ૧૯૧૭ની રશિયન ક્રાન્તિની સફળતા પરથી જયપ્રકાશ એ તારણ પર આવ્યા કે માર્ક્સવાદએ જનસામાન્યના દુ:ખોને ઓછા કરવાનો રસ્તો છે. તેઓ ભારતીય બૌદ્ધિક અને કમ્યુનિસ્ટ સિદ્ધાંતકાર એમ.એન.રોયના પુસ્તકોથી પણ પ્રભાવિત થયા.
 
==રાજકારણ==
[[File:J P Narayan.JPG|thumb|right|250px|જયપ્રકાશ ઇઝરાયેલના વડપ્રધાન ડેવિડ બહેન-ગુરિઓન સાથે તેલ અવીવમાં (૧૯૫૮)]]
૧૯૨૯ના અંતમાં નારાયણ એક માર્ક્સવાદી સમર્થકરૂપે ભારત પાછા ફર્યા.<ref>{{cite book |title=Jayaprakash Narayan: A Centenary Volume |first=Sandip |last=Das |publisher=Mittal Publications |year=2005 |isbn=978-81-8324-001-7 |page=230 |url=https://books.google.com/books?id=U9U0LiT3dtMC&pg=PA239 }}</ref> ૧૯૨૯માં [[જવાહરલાલ નહેરુ]]ના નિમંત્રણ પર તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] સાથે જોડાયા. અહીં [[મહાત્મા ગાંધી]] તેમના માર્ગદર્શક બન્યા. તેમના ખૂબ જ નજીકના મિત્ર અને રાષ્ટ્રવાદી ગંગા શરણ સિંહા સાથે પટના ખાતે ''કદમ કૂવા'' નામના ઘરે ભાગીદારીમાં રહ્યા.<ref name="Ralhan 2002 17998 at pages 73–74">{{cite book | first = O.P.| last = Ralhan| title = Encyclopaedia of Political Parties| publisher = Anmol Publications Pvt. Ltd.| year =2002| pages =17998 (at pages 73–74)
| isbn = 978-81-7488-865-5}}</ref>
 
બ્રિટીશ શાસન વિરુદ્ધ [[સવિનય કાનૂનભંગની ચળવળ]]માં ભાગ લેવા બદલ ૧૯૩૨માં તેમને નાસિક જેલમાં કેદ કરવામાં આવ્યા. જેલવાસ દરમિયાન તેમની મુલાકાત [[રામ મનોહર લોહિયા]], મીનૂ મસાણી, અચ્યુત પટવર્ધન, અશોક મહેતા, યુસુફ દેસાઈ, સી. કે. નારાયણસ્વામી તથા અન્ય રાષ્ટ્રીય નેતાઓ સાથે થઈ. કારાવાસમાંથી છૂટ્યા બાદ કોંગ્રેસના વામપંથી જૂથે કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી. જેના અધ્યક્ષપદે આચાર્ય નરેન્દ્ર દેવ તથા જયપ્રકાશ મહાસચિવ બન્યા.
 
જ્યારે [[મહાત્મા ગાંધી]]એ [[ભારત છોડો આંદોલન]]ની જાહેરાત કરી ત્યારે યોગેન્દ્ર શુક્લા, જયપ્રકાશ નારાયણ, સૂરજ નારાયણ સિંહ, ગુલાબચંદ ગુપ્તા, પંડિત રામનંદન મિશ્ર, શાલિંગ્રામ સિંહ તેમજ શ્યામ બરઠવાર સહિતના નેતાઓએ આઝાદી માટે ભૂમિગત આંદોલન શરૂ કરવાના લક્ષ્ય સાથે હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ ઓળંગી ભાગી છૂટ્યા હતા.ref name="Srivastava 1988">{{cite book| first = N.M.P.| last = Srivastava| title = Struggle for Freedom: Some Great Indian Revolutionaries
| publisher = K.P.Jayaswal Research Institute, Government of Bihar, Patna| year = 1988}}</ref>
 
૧૯૪૭થી ૧૯૫૩ દરમિયાન જયપ્રકાશ ભારતીય રેલવેના સૌથી મોટા શ્રમિક સંઘ ''અખિલ ભારતીય રેલકર્મી મહાસંઘ''ના અધ્યક્ષપદે રહ્યા હતા.<ref name="Bear">{{cite book|title= Lines of the Nation: Indian Railway Workers, Bureaucracy, and the Intimate Historical Self |url=https://books.google.com/books?id=ChDDThfsVFcC&pg=PA231&lpg=PA231|publisher = Columbia University Press|page =231|year=2007|last=Bear|first=Laura|isbn = 9780231140027}}</ref>
 
== આ પણ જુઓ ==