સત્યાગ્રહ હાઉસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Satyagraha House" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૦૯:૪૬, ૨ ઓક્ટોબર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

સત્યાગ્રહ હાઉસ, જેને સામાન્ય રીતે ગાંધી હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, તે જોહાનિસબર્ગમાં આવેલ એક સંગ્રહાલય અને અતિથિગૃહ છે . આ ઘર મહાત્મા ગાંધીનું હતું : તેઓ ઈ.સ. ૧૯૦૮ અને ૧૯૦૯ વચ્ચે ત્યાં રહેતા અને કામ કરતા હતા. આ ઈમારતની તે જોહાનિસબર્ગની ઐતિહાસિક વારસાના ભાગ રૂપે નોંધણી થયેલી છે. સત્યાગ્રહ એટલે સત્યનો આગ્રહ. આ ઘરની રચના આર્કિટેક્ટ હર્મન ક્લ્લેનબેક દ્વારા ગાંધી અને પોતાના માટે કરવામાં આવી હતી.

Gandhi House
Satyagraha House
the Kraal
નકશો
સ્થાપના1 January 2007 (2007-01-01)
સ્થાન15 Pine Road, Orchards, Johannesburg
અક્ષાંશ-રેખાંશ26°09′09″S 28°04′28″E / 26.152539°S 28.074392°E / -26.152539; 28.074392
પ્રકારJohannesburg's historical heritage
વસ્તુપાલLauren Segal
વેબસાઇટsatyagrahahouse.com

ઇતિહાસ

 
ગાંધી, સોનિયા સ્લેસિન (ગાંધીજીની સેક્રેટરી), હર્મન ક્લેનબેચ

ગાંધીએ ઈ.સ. ૧૮૯૩ થી ૧૯૧૪ સુધીના ૨૧ વર્ષો દક્ષિણ આફ્રિકામાં ગાળ્યા, જોકે તે દરમિયાન તેમણે ભારત અને યુકેની મુલાકાત લીધી હતી. [૧] એવું કહેવામાં આવે છે કે ગાંધીજીએ પહેલીવાર જાતિવાદી ભેદભાવ નો અનુભવ પીટરમેરિટ્ઝબર્ગ રેલ્વે સ્ટેશન પર થયો હતો, જ્યાં "ફક્ત ગોરાઓ માટે" આરક્ષીત ગાડીના ડબ્બામાં મુસાફરી કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. [૨]

ઈ.સ. ૧૯૦૪ માં, ગાંધીજી જર્મન-યહૂદી આર્કિટેક્ટ હર્મન ક્લેનબેકને મળ્યા તેઓ ૧૮૯૬માં દક્ષિણ આફ્રિક આવ્યા હતા. ઈ.સ. ૧૯૦૭ માં, કાલેનબેકે એક ઘરની રચના કરી હતી જે બે સ્થાનિક ઝૂંપડીઓ (રોંડાવેલ્સ) ના આકાર પર આધારિત હતી [૩] પરંતુ તેનું બાંધકામ યુરોપિયન મકાન પદ્ધતિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેને ક્રાલ નામ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ અંગ્રેજી અને આફ્રિકાન્સમાં કોઠાર થાય છે.

 
તકતીઓ

આ ઘરમાં એક તબેલો અને ટેનિસ કોર્ટ હતો, પરંતુ તે બંને ધ્યાન અને પવિત્રતામય જીવન જીવતા હતા. ગાંધી માળીયા પરના એક ઓરડામાં સૂતા, જ્યાં તેઓ સીડી દ્વારા પ્રવેશતા હતા, પરંતુ તેઓ અને કાલેનબેચ સાથે એક જ રસોડું વાપરતા અને તેમના મહેમાનોને રહેવાના ઓરડામાં સત્કારતા. ઘરોમાં જોડનારા દરવાજા ન હતા, અને બીજા ઓરડામાં પ્રવેશ કરવા માટે એક ઓરડો છોડવો જરૂરી હતો. કલેનબેકનું જીવન તેમના જીવન સાથે મળીને પરિવર્તિત થઈ ગયું હતું અને તેમણે પોતાનો ખર્ચ તેમના પ્રારંભિક ખર્ચના દસમા ભાગનો કરી દીધો હતો.[૪] તેમણે ઈ. સ. ૧૯૦૯માં આ ઘર છોડ્યું, ત્યાર બાદ આ મકાનના ઘણા માલિકો હતા. [૫] ભારત સરકાર આ ઘર ખરીદી, તેને ભારતીય રાષ્ટ્રીય સ્મારક તરીકે પ્રાપ્ત કરવા ઇચ્છતી હતી. [૬] પણ ઈ. સ. ૨૦૦૯માં ફ્રેન્ચ કંપનીએ ખરીદી જીર્ણોદ્ધાર કરી, ૨૦૧૧ માં સંગ્રહાલય અને ગેસ્ટ હાઉસ તરીકે જાહેર જનતા માટે ખોલ્યું હતું.

આ સંગ્રહાલય લૉરેન સેગલ દ્વારા સંચાલિત છે, [૧] જે રંગભેદ સંગ્રહાલય સહિત અન્ય સંગ્રહાલયોનું સંચાલન પણ કરે છે. [૭] સત્યાગ્રહનો અર્થ "સત્યનું બળ" છે, જ્યારે તે દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા ત્યારે ગાંધીજી દ્વારા વિકસિત અહિંસક પ્રતિકારની વિભાવનાનો સંદર્ભે છે.

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ "Serene Satyagraha House opens". City of Johannesburg. મૂળ માંથી 8 July 2015 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2013. CS1 maint: discouraged parameter (link)
  2. Gandhi History in South Africa, accessed 18 June 2013
  3. "Hermann Kallenbach", Artefacts.co.za, accessed 18 June 2013
  4. "Who was Hermann Kallenbach", DNA India.
  5. "the Museum". satyagrahahouse.com. મેળવેલ 19 June 2013. CS1 maint: discouraged parameter (link)
  6. Smith, David (9 October 2009). "French firm wins bidding war for Gandhi house". The Guardian. મેળવેલ 31 July 2013.
  7. Musum, satyagrahahouse.com, accessed 18 June 2013