ભારતીય સ્વતંત્રતા ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૨૪:
 
મૈસૂર રાજ્ય દ્વારા ઇસ્ટ ઈંડિયા કંપનીને પ્રખર પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ૧૮મી સદીના છેલ્લા ત્રણ દાયકામાં થયેલ આંગ્લ-મૈસૂર યુદ્ધ શ્રેણીમાં એક તરફ મૈસુર રાજ્ય હતું જ્યારે તેની વિરુદ્ધ બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (મુખ્યત્વે મદ્રાસ પ્રેસિડેન્સી), અને મરાઠા સામ્રાજ્ય, હૈદરાબાદનો નિઝામ હતા. હૈદર અલી અને તેના અનુગામી [[ટીપુ સુલતાન|ટીપુ સુલતાને]] પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વથી અંગ્રેજો વિરુદ્ધ અને ઉત્તર તરફ મરાઠાઓ અને નિઝામની સેના સવિરુદ્ધ એમ ચાર દિશાએ યુદ્ધ લડ્યા. ચોથા યુદ્ધના પરિણામે હૈદર અલી અને ટીપુ (જે ૧૭૯૯ના અંતિમ યુદ્ધમાં માર્યો ગયો)ની સત્તાનો અંત આવ્યો અને મૈસૂર રાજ્ય ભાંગી પડ્યું જેનો ફાયદો ઉઠાવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મોટા ભાગના ભારત પર નિયંત્રણ મેળવ્યું. પળાસી રાજા ૧૭૭૪ થી ૧૮૦૫ દરમ્યાન ભારતના ઉત્તર માલાબારના [[કણ્ણૂર|કન્નુર]] નજીક આવેલા કોટિઓટ રજવાડાનો સરદાર હતા. તેમણે વાયનાડ ક્ષેત્રના તેમના સમર્થક આદિવાસી લોકો સાથે મળી અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ લડ્યા. અંગ્રેજોએ તેમને પકડી લીધા અને તેમનો કિલ્લો જમીનદોસ્ત કરી નાખ્યો.
 
ઈ. સ. ૧૭૬૬ માં હૈદરાબાદના નિઝમે ઉત્તરીય સરકારોને અંગ્રેજ સત્તાને તાબે દીધાં.ઈ.સ ૧૭૫૩માં આવીજ રીતે નિઝામે તેના રાજ્યનું અમુક ક્ષેત્ર ફ્રેંચોને સોંપી દીધો હતો, તેની વિરોધમાં, આજના [[ઑડિશા|ઓડિશા]] અને તત્કાલીન નિઝામના રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલ પરલાખેમુંડીના સ્વતંત્ર રાજા જગન્નાથ ગજપતિ નારાયણ દેવે (દ્વીતીય) સતત ફ્રેન્ચ કબજેદારો વિરુદ્ધ લડત ચલાવી રહ્યા હતા. નારાયણ દેવે (દ્વિતીય) ૪ એપ્રિલ ૧૭૬૮ના દિવસે જેલમુર કિલ્લા પર બ્રિટીશરો સામે લડ્યા પરંતુ અંગ્રેજોની શ્રેષ્ઠ દારૂખાના સામે તે પરાજિત થયા. તે પોતાની રાજ્યના અંતરિયાળ આદિવાસી સ્થળોએ ચાલ્યો ગયો અને ૫ ડિસેમ્બર ૧૭૭૧ ના દિવસે તેમના કુદરતી રીતે મૃત્યુ પામ્યા સુધી બ્રિટીશ સત્તા સામે તેમણે લડત ચાલુ રાખી.
 
ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર (૧૭૩૦–૧૭૯૬), [[શિવગંગાઇ|શિવગંગાની]] રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ (લાકડીનો ઉપયોગ કરીને લડવું), ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું '''. <ref>{{Cite web|url=http://www.thenewsminute.com/article/remembering-queen-velu-nachiyar-sivagangai-first-queen-fight-british-55163|title=Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British|date=3 January 2017|website=The News Minute}}</ref> <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/chennai/Velu-Nachiyar-Jhansi-Rani-of-Tamil-Nadu/articleshow/51436071.cms|title=Velu Nachiyar, Jhansi Rani of Tamil Nadu|date=17 March 2016|work=The Times of India}}</ref>'''
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]