લિંભોઇ (તા. ઇડર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું રબારી વિહાભાઈ લીલાભાઈ (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨૮:
 
'''લિંભોઇ (તા. ઇડર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો| સાબરકાંઠા જિલ્લા]]માં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા [[ઇડર તાલુકો|ઇડર તાલુકા]]નું એક ગામ છે. લિંભોઇ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
== જોવાલાયક સ્થળો ==
 
(૧) કણ્વનાથ મહાદેવ મંદિર (પ્રાચીન)
રાજાશાહીના સમયથી જ ઈડરનું એક ધામ જેની ખ્યાતિ રાજ્યભરમાં ફેલાયેલી છે તે છે કણ્વનાથ મહાદેવનું આ મંદિર! કણ્વનાથ મહાદેવ મંદિર ઇડર બસસ્ટેન્ડથી ૮ કી.મી જેટલા અંતરે આવેલું છે. કહેવાય છે કે આ શિવાલયનું અસ્તિત્વ મહાભારતકાળ સાથે જોડાયેલુ છે, ઇડરમાં રમણીય ગિરિમાળાઓમાં પહાડની વચમાં કુદરતના ખોળે આવેલાં આ સ્થાને કણ્વ ઋષિએ વર્ષો સુધી તપસ્યા કરી હતી. ઋષિના નામ પરથી જ શિવાલય કણ્વનાથ મહાદેવ તરીકે જગવિખ્યાત બન્યુ છે.
પ્રાચીન કથા અનુસાર આ જગ્યાએ જ કણ્વ ઋષિએ પુત્રી શકુંતલાને નાનપણથી મોટી કરી. એટલુ જ નહિ રાજા દુષ્યંતના પ્રેમમાં પોતાની પુત્રીના વિવાહ પણ તેમણે આ સ્થાને જ કરાવ્યા હતા.
 
(૨) પ્રાચીન વાવ
ખુબ પ્રાચીનવાવ છે પરંતુ વાવની ટોચ ઉપર મુગટ ચડાવવાની વિધી બાકી જ રહી ગયેલ છે : દંતકથા મુજબ વાવ બનાવવાનુ કામ પુરુ થઇ જવામાં જ હતુ બપોરનો સમય થઈ ગયો હોવાથી વાવ બનાવનાર કારીગરે એ ગામમાં રહેલ રબારીઓના નેસડા માંથી એની પત્નીને મોકલી દૂધ મંગાવ્યુ અને એ દુધ આવે, પીવે પછી મુગટ ચડાવે એવુ કહ્યું, ખરા બપોરે દૂધ ન મળતા એની પત્ની પાછી ફરતા કારીગર ક્રોધે ભરાઈ વાવની ટોચ પરથી જ એની પત્નીને 'ટાંકણુ' મારી બેસે છે એની પત્ની ત્યાંજ પ્રાણ તજે છે અને મરતાં મરતાં રબારીઓનુ લિંભોઇ ગામ વસિયાણ થશે નહી અને વસસે તો નિર્વશ જાશે એવો શ્રાપ આપી મૃત્યુ પામે છે આજે પણ લિંભોઇ માં રબારી વસતા નથી શ્રાપ માને છે તથા એ વાવનો મુગટ આજે પણ અધુરો છે.
 
(૩) બાણગંગા
કણ્વનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં ડુંગરના કપરા ચઢાણ બાદ ટોચની ઉંચાઈ ઉપર બાણગંગા આવેલું છે. ત્યાં સુધી પહોંચવા પગદંડી રસ્તો પણ છે. ટોચ પર એક પથ્થરની શીલા છે, પથ્થરની શીલાની વચ્ચોવચ્ચ એક નાની ગુફા જેવું છે તે જ બાણગંગા!
દંતકથાઓ અનુસાર બારવર્ષના વનવાસ ભ્રમણ દરમિયાન અહીં ભીમે યા અર્જુને પોતાની તરસ છીપાવવા પોતાના ધનુષ્યમાંથી શીલા ઉપર બાણ મારી પાણી બહાર કાઢ્યુ હતુ.
 
(૪) ભીમચોરી
કણ્વનાથ મહાદેવ એ ડુંગરની અધવચ્ચે સ્થાપિત છે, તેથી ઉપર બાણગંગા અને બાણગંગા ની પણ બાજુના ડુંગરની ઉપર પથ્થરમાંથી કોતરીને બનાવેલી પાષાણચોરી છે, જેને લોકો ભીમચોરીના નામથી ઓળખે છે.
કહેવાય છે કે અહીં આ પાષાણચોરીની અંદર મહાભારતના પાંડુપુત્ર ભીમ અને હીડીમ્બા રાક્ષસીએ લગ્ન કર્યા હતા.
નોંધનીય છેકે આબુમાઉન્ટ થી અહીં ઈડર આસપાસ નો ઇલાકો હીડીમ્બાવન હતુ. મહાભારતમાં બતાવાયેલ માખણીયો ડુંગર એ આજનો ઈડર પાસેનો મહાકાલેશ્વર ડુંગર હતો.
 
{{ગુજરાત ગામ સ્ટબ}}