સ્લીપિંગ બ્યૂટી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Translated from http://en.wikipedia.org/wiki/Sleeping_Beauty (revision: 359167736) using http://translate.google.com/toolkit with about 98% human translations.
(કોઇ તફાવત નથી)

૧૪:૪૦, ૨૩ જૂન ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

સ્લીપિંગ બ્યૂટી (French: La Belle au Bois dormant, એ લાકડાના ઓરડામાં સુતેલી એક સુંદર સ્ત્રીની એક પરીકથા છે જે એક સુંદર રાજકુમારી અને એક સોહામણાં રાજકુમારની આસપાસ ફરે છે. ચાર્લ્સ પેરાઉલ્ટએ 1697માં પ્રસિદ્ધ કરેલા વાર્તાસંગ્રહ કન્ટેસ દી મા મેર લોય (“મધર ગૂઝની વાર્તાઓ”) ની આ સૌપ્રથમ વાર્તા છે.[૧]

સર એડવર્ડ બર્ની-જોન્સનું ચિત્ર, ધ સ્લીપિંગ બ્યૂટી.

પેરાઉલ્ટની આવૃત્તિ વધુ જાણીતી છે, તેવા સમયે જૂની આવૃત્તિ, “સન, મૂન, એન્ડ તાલિયા”ની વાર્તાનો 1634મા પ્રસિદ્ધ થયેલી ગિયામ્બાટ્ટિસ્તા બેઝાઇલની પેન્ટામિરોન માં સમાવેશ થયો હતો.[૨] 1959ની વોલ્ટ ડિઝનીની એનિમેશન ફિલ્મથી સ્લિપીંગ બ્યૂટી અંગ્રેજીભાષી વિશ્વમાં ખૂબ જાણીતી બની ગઇ. આ ફિલ્મ જેટલી ચાઇકોસ્કીના બેલે (જેનું પ્રીમિયર 1890માં સેન્ટ પિટ્સબર્ગમાં થયું હતું) પરથી આધારિત હતી તેટલી જ પેરાઉલ્ટની વાર્તા પર પણ આધારિત હતી.

પેરાઉલ્ટની કથાનું રૂપ

પેરાઉલ્ટની કથાના મુખ્ય ઘટકો બે ભાગમાં વહેંચાયેલા છે. કેટલીક પરંપરાગત માન્યતાઓ અનુસાર આ વાર્તાઓ વાસ્તવમાં જુદી જુદી વાર્તા હતી જે બાદમાં ગ્રિમ્સની આવૃત્તિમાં આવી અને ત્યારપછી બેઝાઇલ અને પેરાઉલ્ટની વાર્તાઓમાં સાથે આવી.[૩]

પહેલો ભાગ

લાંબા સમયથી જેની તમન્ના હતી તેવી એક રાજકુમારી અરોરાના નામકરણ વખતે ગોડમધર તરીકે પરીઓને આમંત્રિત કરવામાં આવી, જેમણે આ રાજકુમારીને સુંદરતા, સમજશક્તિ અને સંગીતની આવડત જેવી ભેટો આપી. જો કે, એક દુષ્ટ પરી હતી જેણે દુર્લક્ષ સેવીને આ રાજકુમારીને ભેટરૂપે જાદુ કર્યો અને કહ્યું કે જ્યારે આ રાજકુમારી પુખ્ત વયની થશે, ત્યારે તે પોતાની આંગળીઓ એક કાંતવાની ત્રાકમાં નાખશે અને મૃત્યુ પામશે. એક સારી પરી હતી, જે દુષ્ટ પરીએ કહેલું સુલ્ટાવવામાં અસમર્થ હતી, તેમ છતાં તેણે કહ્યું કે આ રાજકુમારી મૃત્યુ પામવાની બદલે એકસો વર્ષ સુધી નિદ્રામાં સરી જશે, અને એક રાજકુમાર પોતાના સાચા પ્રેમનું ચુંબન કરીને જગાડશે ત્યા સુધી તે નિંદ્રામાં રહેશે.

રાજાએ પોતાના રાજ્યમાં તકલી કે ત્રાક રાખવા ઉપર મનાઇ ફરમાવી અને જો કોઇની પાસે તે મળી આવે તો તેને મોતને હવાલે કરાવાની જાહેરાત કરી, પરંતુ તે પોકળ હતી. રાજકુમારી જ્યારે પંદર અથવા સોળ વર્ષની હતી ત્યારે તેણે કિલ્લાના એક મિનારામાં એક પ્રૌઢ સ્ત્રીને મળવાનું થયું, જે ત્રાક ઉપર કાંતી રહી હતી. આ અજાણી કામગીરી જોઇને રાજકુમારીએ તેના ઉપર હાથ અજમાવ્યો અને અટળ અકસ્માત સર્જાયો. દુષ્ટ પરીનો શ્રાપ પૂરો થયો. સારી પરી પરત ફરી અને કિલ્લામાં દરેકજણને નિંદ્રાવશ કરી દીધા. કિલ્લાની આસપાસ જંગલી ગુલાબના જંગલો બહારના વિશ્વથી આ કિલ્લાનું રક્ષણ કરતા હતા : કોઇ પણ જીવિત માણસ આ જંગલોમાંથી કાંટાળી ઝાડીમાંથી પસાર થવાની કોશિશ કરી શકે નહીં.

એકસો વર્ષ પસાર થઇ ગયા બાદ, આ રાજકુમારીની વાર્તા સાંભળ્યા બાદ એક રાજકુમાર જંગલી ગુલાબનું જંગલ ભેદીને કિલ્લામાં પ્રવેશ્યો. રાજકુમારીની સુંદરતા જોઇ તે દિગ્મુઢ થઇ ગયો અને તેણીની નજીક ઘુંટણિયે બેસી પડ્યો. રાજકુમારે તેને ચુંબન કર્યું, ત્યારપછી રાજકુમારી જાગી, ત્યારપછી કિલ્લાના દરેકજણ જાગ્યા અને પોતે જ્યાંથી અટકી ગયા હતા ત્યાંથી આગળ ચાલવા લાગ્યા... અને, આધુનિક આવૃત્તિઓમાં, બ્રધર્સ ગ્રિમ્સથી લઇને તમામ આવૃત્તિઓમાં જણાવ્યા પ્રમાણે, બધાએ સુખેથી જીવન પસાર કર્યું.

બીજો ભાગ

નિંદ્રામાંથી જાગેલા શાહી કાર્યકરે રાજકુમારી અને રાજકુમાર જ્હોનનાં ગુપ્ત રીતે લગ્ન કરાવ્યા. રાજકુમાર જ્હોને રાજકુમારીની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું. રાજકુમારી તેના બે બાળકો લ’ઔરોર (પરોઢનું મળસ્કું) અને લી જોયર (દિવસ)ની માતા બની. રાજકુમારે પોતાની ઓગરે વંશની માતાથી આ વાત છૂપી રાખી. એક દિવસ રાજકુમાર રાજા બન્યો, અને પોતાની પત્ની અને બાળકોને પોતાની રાજધાનીમાં લઈ આવ્યો અને પોતાની રાણી માતાના ભવનમાં રાખ્યાં, અને રાજકુમાર પોતાના પડોશી સમ્રાટ કોન્ટેલાબ્યુટ (કાઉન્ટ ઓફ ધ માઉન્ટ)ની સામે યુદ્ધ કરવા નીકળી પડ્યો.

ઓગરે વંશની રાણી માતાએ યુવાન રાણી અને બાળકોને કોઇ જોઇ ન શકે તેવા એક લાકડાનાં ઘરમાં મોકલી આપ્યા, અને પોતાના રાત્રિ ભોજન માટે બાળકને સોસ રોબર્ટ સાથે રાંધીને પીરસવાનો પોતાના રસોઇયાને હુકમ આપ્યો. દયાળું રસોઇયાએ બાળકને બદલે એક ઘેંટાના બચ્ચાને પીરસ્યું, રાણીમાતાને આનાથી સંતોષ થયો. તેણે હવે બાળકીની માગ કરી, પરંતુ રસોઇયાએ પેલા શ્રેષ્ઠ સોસ સાથે યુવાન બકરી રાંધીને પીરસી. ત્યારબાદ રાણીએ યુવાન રાણીને રાંધીને પીરસવા રસોઇયાને જણાવ્યું. યુવાન રાણીએ પોતાનું ગળું કાપવાની માગ કરી, જેથી તે પોતાના બાળકોને મળી શકે. યુવાન રાણીની ધારણા હતી કે તેના બાળકો મૃત્યુ પામ્યાં છે. રસોઇયાના નાનકડાં ઘરમાં ગુપ્ત રીતે યુવાન રાણી અને બાળકોનું હૃદયદ્રાવક મિલન થયું. યુવાન રાણીને બદલે સોસ રોબર્ટ સાથે પીરસવામાં આવેલી હરિણીને ખાઇને રાણીમાતાને સંતોષ થયો. યુવાન રાણીએ ટૂંક સમયમાં જ એક ઉપાય શોધી કાઢ્યો અને તેણે મહેલના આંગણામાં ઝેરી સાપ તથા અન્ય ઝેરી જીવો વડે ખદબદતા વરંડામાં એક ટબ બનાવ્યું. અણીના સમયે જ રાજા પરત ફર્યો. ઊઘાડી પડી ગયેલી ઓગરે રાણી પોતે બનાવેલા ખાડામાં જ પડી ગઇ અને દરેક જણાએ સુખેથી જીવન વીતાવ્યું.

સ્ત્રોતો

 
સૂતેલી રાજકુંવરીની જૂની તસવીરઃ બ્રુનહાલ્ડી, ગુલાબના સાથે જાદુઈ અગ્નિથી ઘેરાયેલું (રિચાર્ડ વેગનરની ડાઇ વોકુરીમાં આર્થર રેકહામનું ચિત્ર)

પેરાઉલ્ટએ બેઝાઇલની “સોલ, લ્યુના, ઇ તાલિયા”નાં ટોનમાં ફેરફાર કર્યો હતો. ટોનનાં ફેરની સિવાયનો વાર્તામાં સૌથી નોંધપાત્ર ભેદ એ હતો કે રાજકુમારીની નિંદ્રા શ્રાપને લીધે સર્જાઈ નહોતી, પણ તેની ભવિષ્યવાણી થઇ હોય છે; બીજો ભેદ એ હતો કે રાજા તાલિયાને ચુંબન કરીને નિંદ્રામાંથી જગાડતો નથી, પણ તેની ઉપર બળાત્કાર ગુજારે છે,[૪] અને જ્યારે રાજકુમારી બે બાળકોને જન્મ આપે છે, ત્યારે એક બાળક રાજકુમારીની આંગળી ચૂસે છે, જેના લીધે રાજકુમારીને નિંદ્રાવશ રાખનારો ફ્લેક્સ બહાર નીકળી આવે છે, જેના લીધે રાજકુમારી જાગે છે; આ ઉપરાંત અન્ય ભેદ એ છે કે રાજકુમારીને અન્ય જગ્યાએ મોકલનાર અને તેના તથા તેના બાળકોને આરોગવાનો પ્રયાસ કરનાર સ્ત્રી રાજાની માતા નહી પણ તેની ઇર્ષાળુ પત્ની હોય છે. રાજકુમારીની સાસુમાં ઇર્ષાનું પ્રમાણ ઓછું હોય છે, અલબત્ત બન્ને પરીકથામાં સાસુ ઇર્ષાળુ તો છે જ.

આ કથામાં અગાઉના કેટલાક તત્વોનો પણ સમાવેશ થયો છે. મધ્યયુગીન પરંપરાવાળી પ્રેમકથા પર્સિફોરેસ્ટ (1528માં પ્રસિદ્ધ થઇ હતી), ઝીલેન્ડાઇન નામની રાજકુમારી ટ્રોયલસ નામનાં એક પુરૂષના પ્રેમમાં પડે છે. તેણીના પિતા પેલાને રાજકુમારીને લાયક સાબિત કરવા માટે કામ ચીંધે છે, અને પ્રેમી જ્યારે કામે ગયો હોય છે તે દરમિયાન, ઝીલેન્ડાઇન જાદુને વશ થઇને નિંદ્રામાં સરી પડે છે; જ્યારે તેમનું બાળક જન્મે છે, ત્યારે તે રાજકુમારીને નિંદ્રાવશ રાખનારું ફ્લેક્સ તેની આંગળીમાંથી બહાર કાઢે છે. પ્રેમી જે વિંટી છોડીને ગયો હતો તેને જોઇને રાજકુમારીને ભાન થાય છે કે આ બાળકનો પિતા ટ્રોયલસ છે; પ્રેમી પોતાની સાહસયાત્રા પરથી પાછો ફરીને તેની સાથે લગ્ન કરે છે.[૫]

આ સિવાય પેનૌલ્ટની વાર્તા ઉપર વોલ્સુંગા સાગા ની સ્લીપિંગ બ્રાઇનહિલ્ડની વાર્તાનો તથા પ્રારંભિક સંતસ્વરૂપ ખ્રિસ્તી સ્ત્રીઓની પીડાજનક કથાઓનો પણ પ્રભાવ છે. હકીકતમાં બ્રિનહિલ્ડના અસ્તિત્વએ બ્રધર્સ ગ્રિમને તેમના કામની બાદની આવૃત્તિઓમાં તેને દૂર કરવાના સ્થાને વાર્તાનો સમાવેશ કરવા સમજાવ્યું હતું. તેમણે પેરાઉલ્ટની વાર્તા પરથી વાર્તાઓ તૈયાર કરી હતી.

વાર્તાના બીજો ભાગ, કે જેમાં રાજકુમારી અને તેના બાળકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે, પણ વાસ્તવમાં તેઓ છુપાયેલા હોય છે, તે ભાગમાં સેંટ જિનેવીયેવનો પ્રભાવ હોઇ શકે છે.

ભિન્ન રૂપો

આ પરી કથાને આરને-થોમસન પ્રકાર 410 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.[૬]

રાજકુમારીનું નામ ભિન્ન રહ્યું છે. સન, મૂન એન્ડ તાલિયા માં, રાજકુમારીનું નામ તાલિયા છે (“સન” અને “મૂન” તેના બે જોડિયા બાળકો છે). પેરાઉલ્ટએ આ નામ કાઢી નાખીને, તેણીનું કોઇ નામ રાખ્યું નથી, અલબત્ત રાજકુમારીની બાળકીનું નામ લી’ઔરોર રાખ્યું છે. બ્રધર્સ ગ્રિમે 1812ના પોતાના સંગ્રહમાં રાજકુમારીનું નામ “બ્રાયર રોઝ” રાખ્યું હતું.[૭] આ ફેરફારને ડિઝનીએ પોતાની ફિલ્મમાં પણ અપનાવ્યો હતો, તેમાં પણ તેનું નામ ઔરોરા હતું.[૮] ટેલિસ્ટોરી પ્રેઝન્ટ્સમાં જ્હોન સ્ટેજીયને રાજકુમારીનું નામ “રોઝબડ” રાખ્યું હતું.

બ્રધર્સ ગ્રિમે પોતાના સંગ્રહ (1812)માં એક નવો પ્રકાર, બ્રાયર રોઝ નો ઉમેરો કર્યો હતો.[૯] પેરાઉલ્ટ અને બેઝાઈલે રજૂ કરેલો અંત હવે સામાન્ય થઇ ગયો હોવાથી આ વાર્તાને ટૂંકી કરવામાં આવી હતી અને તેમાં રાજકુમારના આગમન સાથે વાર્તા પૂરી થાય છે.[૧૦] ગ્રિમની વાર્તાના કેટલાક ભાષાંતરમાં રાજકુમારીનું નામ રોઝામન્ડ આપવામાં આવ્યું છે. એવું મનાય છે કે બ્રધર્સે આ વાર્તા પેરાઉલ્ટની આવૃત્તિ પરથી ઉતરી આવેલી હોવાના કારણોસર આ વાર્તાને નકારી કાઢી હતી, પરંતુ બ્રાઇનહિલ્ડ વાર્તાની ઉપસ્થિતિને કારણે તેઓ એક સત્તાવાર જર્મન કથા તરીકે આનો સમાવેશ કરવા તૈયાર થયા. હજુ સુધી, તે વાર્તાના જર્મન પ્રકાર તરીકે જ ઓળખાય છે, અલબત્ત તેમાં પેરાઉલ્ટનો પ્રભાવ તો છે જ.[૧૧]

પોતાની વાર્તાઓની પ્રથમ આવૃત્તિમાં બ્રધર્સ ગ્રિમે એક ખંડિત પરીકથા, ધી એવિલ મધર-ઇન-લૉ નો પણ સમાવેશ કર્યો હતો. આ વાર્તા બે બાળકોની માતાના લગ્ન સાથે શરૂ થાય છે અને પેરાઉલ્ટની કથાના બીજા ભાગમાં નિરૂપણ કરાયા પ્રમાણે, તેની સાસુ સૌપ્રથમ તેના બાળકોને અને ત્યારપછી નાયિકાને આરોગવાનો પ્રયાસ કરે છે. પેરાઉલ્ટની આવૃત્તિથી વિપરીત, નાયિકા પોતે જ ડિશમાં કોઇ પ્રાણીને ભેળવી દેવાનું સૂચન કરે છે. પોતાના બાળકોને પોતે રડતાં રોકી શકશે નહીં અને સાસુના ધ્યાનમાં બાળકોનો અવાજ આવી જશે તેવી નાયિકાની ચિંતા સાથે વાર્તાના આ ભાગનો અંત આવે છે. ફ્રેન્ચ ભાષાનું પ્રભુત્ત્વ ધરાવતી ઘણી જર્મન વાર્તાઓની જેમ તેની બાદમાં આવૃત્તિ પ્રસિદ્ધ થઇ ન હતી.[૧૨]

ઇટાલો કેલ્વિનોએ ઇટાલિયન ફોકટેલ્સ માં એક પ્રકાર ઉમેર્યો હતો. આ પ્રકારમાં નાયિકાની નિંદ્રાનું કારણ તેની માતાની બેવકૂફીભરી ઇચ્છા હોય છે. તેને એક જ પૂત્રી હોત તો પણ તેને તેની પુત્રીનું પંદર વર્ષની ઉંમરે ત્રાકમાં આંગળી આવી જઇને મૃત્યુ પામવાની કોઇ દરકાર ન હતી. પેન્ટામીરોન માં જણાવવામાં આવ્યા પ્રમાણે, નાયિકાની નિંદ્રાવસ્થામાં રાજકુમાર તેની ઉપર બળાત્કાર ગુજારે છે, નાયિકા બે બાળકોને જન્મ આપે છે અને તેમાનું એક બાળક નાયિકાની આંગળી ચૂસીને તેને નિંદ્રાવશ રાખનારું તત્વ બહાર ખેંચી કાઢે છે, ત્યારબાદ નાયિકાની નિંદ્રા તૂટે છે. નાયિકાના બાળકોને ખતમ કરવાનો પ્રયાસ કરનારી રાજાની માતા નહી પણ તેની પત્ની હોય છે તે બાબતને ઈટાલોએ યથાવત રાખી છે, પરંતુ એવો ઉમેરો કર્યો છે કે તે પોતે બાળકોને ખાવા માગતી નહોતી પણ તે રાજાને પીરસવા માગતી હતી.[૧૩] ઈટાલોનું વર્ઝન કેલાબ્રિયાથી ઉતરી આવ્યું છે, પરતુ તેણે એ વાતની નોંધ લીધી છે કે તમામ ઈટાલિયન વર્ઝન બેઝાઇલના વર્ઝનથી ઘણા નજીક છે.[૧૪]

સન, મૂન, એન્ડ તાલિયા ઉપરાંત, બેઝાઇલે આરને-થોમસન વર્ગના વધુ એક પ્રકાર ‘ધ યંગ સ્લેવ ’નો પણ ઉમેરો કર્યો છે. ગ્રિમ્સે બીજો, વધુ નજીકનો પ્રકાર ધ ગ્લાસ કોફિન નો પણ સમાવેશ કર્યો છે.[૧૫]

જોસેફ જેકબે એવી નોંધ કરી છે કે આ વાર્તા અને તેની મોર ઈંગ્લિશ ફેરી ટેલ્સ માંની જીપ્સી વાર્તા ધ કિંગ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ હિઝ થ્રી સન્સ માં સ્લીપિંગ બ્યૂટીનું નિરૂપણ એકસરખું હતું.[૧૬]

ધ સિક્સ સ્વાન્સ પરીકથામાં રાજાની માતા પોતાની નવી વધુનું જે સ્વાગત કરે છે તેને દોહરાવવામાં આવ્યું હતું.[૧૭] ધ ટ્વેલ્વ વાઇલ્ડ ડક્સ માં પણ રાજાની માતાનું નિરૂપણ કરાયું છે, પરંતુ આ વાર્તામાં ફેરફાર કરીને માનવભક્ષણની વાત પડતી મૂકવામાં આવી હતી.

કાલ્પનિક વિષયો

કેટલીક લોકમાન્યતાઓ, સ્લીપિંગ બ્યૂટી એ ચંદ્રનું વર્ષ (જેમાં 13 મહિના છે, જેને 13 પરીઓના રૂપમાં પ્રતીકાત્મકરીતે રજૂ કરવામાં આવ્યા છે)નું સ્થાન લેતા સૌર વર્ષ (જેમાં 12 મહિના છે, અને આમંત્રિત પરીઓ તેનું પ્રતીક છે)નો સંકેત હોવાની તરફ ઈશારો કરે છે. જો કે, માત્ર ગ્રિમ્સની વાર્તામાં જ દુષ્ટ પરીને તેરમી પરી તરીકે દર્શાવવામાં આવી છે; પેરાઉલ્ટની વાર્તામાં તે આઠમી પરી હતી.[૧૮]

પેરાઉલ્ટની વાર્તાના જાણીતા વિષયો અને તત્વો:

  • બાળકની તમન્ના
  • શાપિત ભેટ
  • અટળ ભાવિ
  • કાંતનાર
  • વીરતાપૂર્ણ શોધખોળ
  • ઓગરે સાવકી મા
  • મસિહા દ્વારા બચાવ. પાપ દ્વારા નિંદ્રાધિન મૃત્યુ માટે હાવભાવ તરીકે નિંદ્રા
  • અવેજ પીડિત

આધુનિક પુનઃકથન

કેટલીય કાલ્પનિક પરીકથાઓના પુનઃકથન માટે સ્લીપિંગ બ્યૂટી લોકપ્રિય બની છે. કથાઓમાં મર્સિડીઝ લૉકીની એલિમેન્ટલ માસ્ટર્સ , નવલકથા ધ ગેટ્સ ઓફ સ્લીપ , રોબિન મેકનેલીની સ્પિન્ડલ’સ એન્ડ , ઓર્સન સ્કોટ કાર્ડની એન્ચેન્ટમેન્ટ , જેન યોલેનની બ્રાયર રોઝ , સોફી મેસનની ક્લેમેન્ટાઇન અને એન રાઇસની સ્લીપિંગ બ્યૂટી ટ્રાયોલોજીનો સમાવેશ થાય છે.

પરી ધર્મમાતા દ્વારા અપાયેલો શ્રાપને આ વાર્તામાંથી લઇને ઘણાં સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યોર્જ મેકડોનલ્ડે પોતાની સ્લીપિંગ બ્યૂટી પરોડી- ધ લાઇટ પ્રિન્સેસ માં તેનો ઉપયોગ કર્યો હતો, જેમાં દુષ્ટ પરી ધર્મમાતા રાજકુમારીને મૃત્યુનો નહીં પણ ગુરુત્વાકર્ષણ ગુમાવી દેવાનો શ્રાપ આપે છે – જેને લીધે રાજકુમારી પોતાનું વજન ગુમાવી બેસે છે.[૧૯] એન્ડ્રુ લંગનાં પ્રિન્સ પ્રિજીયો માં, પરીઓમાં વિશ્વાસ નહી ધરાવતી રાણી, પરીઓને આમંત્રિત કરતી નથી. કોઇ રીતે પરીઓ આવે છે અને સારી ભેટ આપે છે, પરંતુ છેલ્લી પરી કહે છે કે “તે ખૂબ જ ચતુર બનશે” – આ ભેટના પરિણામો બાદમાં જ છતાં થાય છે. પેટ્રિસિયા વ્રેડેનાં એન્ચેન્ટેડ ફોરેસ્ટ ક્રોનિકલ્સ માં, રાજકુમારી એવો વિલાપ કરે છે કે તેને નામ પાડતી વખતે શ્રાપ આપવામાં આવ્યો નહોતો. જ્યારે અન્ય પાત્રો સૂચવે છે કે ક્રોનિકલ્સ ફેરી ટેલ સેટિંગમાં પણ રાજકુવરીઓ ન હતી. તે ફરિયાદ કરે છે કે તેના કિસ્સામાં નામાંકનમાં દુષ્ટ પરી ચોક્કસ આવી હતી, "હેડ ધ વન્ડર ફૂલ ટાઇમ", અને રાજકુવરીને તેની યોગ્ય પરીકથા ભૂમિકાની ભજવવાનો કોઇ પણ વિકલ્પ આપ્યા વગર છોડી દે છે.

એન્જલા કાર્ટરના ધી બ્લડી ચેમ્બરમાં સ્લીપિંગ બ્યૂટીનું ‘ધ લેડી ઓફ ધ હાઉસ ઓફ લવ’ શીર્ષક હેઠળ આધુનિક પુનઃકથન આપવામાં આવ્યું છે. કથાના મૂળ વિષયવસ્તુમાં એન્જલાએ ઘણી છૂટછાટ લીધી છે, તેમછતાં તેણી જેને ‘ગુપ્ત માહિતી’ કહે છે તેને તેણે અકબંધ રાખ્યો છે. ઉદાહરણ તરીકે, એન્જલાની કથામાં કથાના મુખ્ય પાત્રનો નિંદ્રાવશ નહી પણ ઊંઘમાં ચાલનારી વ્યક્તિ તરીકે વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કથા એક ટ્રેન્ઝિલવેનિઅન લોહી ચૂસનાર શાપિત સ્ત્રીના જીવનની આસપાસ ઘૂમે છે, અને એક યુવાન સૈનિક પોતાની નિર્દોષતા વડે તેણીને શ્રાપમાંથી મુક્તિ અપાવે છે.

વેકિંગ રોઝ એ આ વાર્તાનું આધુનિક સ્વરૂપ છે. કથાની નાયિકા, રોઝ (આ નામ બ્રાયર રોઝ પરથી રાખવામાં આવ્યું છે) કોમામાં સરી પડે છે; નાયિકાનો પુરૂષમિત્ર તેને બે ડોક્ટરોથી બચાવે છે, કેમ કે નાયિકા અગાઉ જાણી ગઇ હોય છે કે આ ડોક્ટરો લોકોને ગેરકાયદેસર રીતે મારી નાખીને તેમના અંગોને કાળાબજારમાં વેચી દેતા હતા. આ કથા સર્લાલ્યૂન વેબસાઇટ પર મૂકવામાં આવી નથી, અલબત્ત આ શ્રેણીના અન્ય પુસ્તકો મૂકવામાં આવ્યા છે.

એનાલિઝ ઇવાન્સની “નાઇટ્સ’ રોઝ”માં સ્લીપિંગ બ્યૂટીના બીજા ભાગના તત્વોને જાળવી રાખવામાં આવ્યા છે. વાર્તાની નાયિકા રોઝમેરી એડનબર્ગ (રાજકુમારી) પોતાનું મન સમગ્ર ઓર્ગરે જાતિને નેસ્તનાબુદ કરવા માટે સજ્જ કરે છે. પોતાની યાત્રા દરમિયાન, તેની સાથે તેનો સલાહકાર એમ્બ્રોઝ ન્યુઇટ અને વેમ્પાયર (એક લોહી ચૂસનાર વ્યક્તિ) લોર્ડ ગેરેથ શેનલી જોડાય છે.

પ્યુઅર્ટો રિકોની લેખિકા રોઝારિયો ફેરેના ‘ધ યંગેસ્ટ ડોલ’ વાર્તાસંગ્રહમાં ‘સ્લીપિંગ બ્યૂટી’ શીર્ષક ધરાવતી એક વાર્તા છે. આ વાર્તામાં પરીકથામાં રહેલા ઘણાં બધા તત્વો છે.

સ્લીપિંગ બ્યૂટી સંગીતમાં

1825માં મિશેલ કેરેફાએ લા બેલે અયુ બોઇસ ડોર્મન્ટ ની રચના કરી હતી.

ચાઇકોસ્કીનાં વૃત્તાન્ત પૂર્વે, ‘સ્લીપિંગ બ્યૂટી’ના વિષય પર આધારિત ઘણાં બેલે પ્રોડકશન આવ્યા, જે પૈકીનો એક યુજેન સ્ક્રાઇબનો હતો : 1828-1829ના શિયાળા દરમિયાન, આ ફ્રેન્ચ નાટ્યલેખકે ચાર અંકના બેલે-મૂકનાટક લા બેલે અયુ બોઇસ ડોર્મન્ટ’માં ઔમરની કરિયોગ્રાફીના આધાર તરીકે ચાર અંકના મૂક દૃશ્યોની રચના કરી હતી. આ બેલેમાં સ્ક્રાઈબે પેરાઉલ્ટની વાર્તાના બીજા ભાગમાં રહેલી હિંસાનો ચાલાકીપૂર્વક છેદ ઉડાડી દીધો હતો. આ બેલેને હેરોલ્ડ દ્વારા ભજવવામાં આવ્યો હતો અને 27 એપ્રિલ, 1829ના રોજ પેરિસમાં એકેડમી રોયલ ખાતે સૌપ્રથમવાર આ બેલેનું મંચન થયું હતું. પોતાના પિયાનો રોન્ડો બ્રિલિયન્ટ ના પીસ દ્વારા હેરોલ્ડે લોકપ્રિયતા હાંસલ કરી હોવા છતાં, તે બીજીવાર આ બેલેનું મંચન કરી શક્યો નહોતો.

સેન્ટ પીટ્સબર્ગમાં ઇમ્પિરિયલ થિયેટર્સનાં ડિરેક્ટર ઈવાન વસ્વોલોઝસ્કીએ ચાઇકોસ્કીને 25 મે, 1888ના રોજ લખેલા પત્રમાં પેરાઉલ્ટની કથા પર આધારિત બેલેનું સૂચન કર્યું હતું, તેણે વાર્તાના બીજા ભાગની હિંસામાં કાપ મૂકવાનું, રાજકુમારીને નિંદ્રામાંથી જગાડનારા ચુંબનના ભાગને એકશન વડે પરાકાષ્ઠા પ્રદાન કરી હતી, અને આખરી ભાગમાં ભવ્ય અને અસાધારણ સંગીત વૈવિધ્ય સાથેની આનંદી ઉજવણી જેવી પરંપરાને અનુસર્યો હતો.

ચાઇકોસ્કી નવા બેલેની (સીઝન અગાઉ રજૂ થયેલા તેના સ્વાન લેક બેલેના સંગીતને નબળો પ્રતિસાદ મળ્યો હતો) રચના કરવા માટે એટલો બધો અધીરો નહોતો, તેમછતાં તે વસ્વોલોઝસ્કીના દૃશ્યો સાથે કામ કરવા તૈયાર થયો. ચાઇકોસ્કીનું સંગીત (તેનું ઓપસ 66) ધરાવતા આ બેલેનું નૃત્ય નિર્દેશન મારિયસ પેટિપા દ્વારા કરવામાં આવ્યું હતું, અને સેન્ટ પીટર્સબર્ગના મેરિન્સ્કી થિયેટર ખાતે 24 જાન્યુઆરી, 1890ના રોજ તેનું સૌપ્રથમ મંચન કરવામાં આવ્યું હતું.

આ બેલેની રચનામાં ચાઇકોસ્કીને સૌપ્રથમવાર મોટી સફળતા મળી હતી. વધુમાં, આજે જેને ‘ક્લાસિકલ બેલે’ તરીકે ઓળખવામાં આવે છે તેના નવા ધારાધોરણ પ્રસ્થાપિત કર્યા હતા, તથા સમગ્ર બેલે વિશ્વમાં આનું સ્થાન સદાબહાર બેલે તરીકેનું રહ્યું છે. સ્લીપિંગ બ્યૂટી એ નાટકનું આયોજન કરનાર વ્યક્તિ સેર્ગેઈ દિગીલેવે જોયેલો સૌપ્રથમ બેલે હતો, તેણે આ વાતની નોંધ બાદમાં કરી હતી. બેલેની નૃત્યાંગના અન્ના પાવલોવા અને જેલિના ઊલાનોવાએ જોયેલો આ સૌપ્રથમ બેલે હતો. આ બેલેએ યુરોપના પ્રેક્ષકોની સમક્ષ રશિયન નૃત્યકાર રુડોલ્ફ ન્યુરીયેવને રજૂ કર્યો હતો. 1921માં ખુદ દિગીલેવે રશિયન નૃત્યકારો સાથે આ બેલેની લંડનમાં રજૂઆત કરી હતી. આ બેલેના છેલ્લા અંક ડાઇવર્ટિઝમેન્ટ્સ માં નૃત્યનિર્દેશક જ્યોર્જ બેલેન્શાઇને મંચ ઉપર સૌપ્રથમવાર કામ કર્યું હતું.

કારાબોઝ, દુષ્ટ પરી, પ્રખ્યાત ટ્રાવેસ્ટી ભૂમિકા સાથે બ્રિટીશ પ્રકારના પેન્ટોમાઇમમાં બેલેના માઇમ અને નૃત્ય વૃત્તાન્ત ટકી ગયા હતા.

મોરિસ રેવેલની મા મીઅર લ’ઓયેમાં પેવન દે લા બેલે અયુ બોઇસ ડોર્મન્ટ (સ્લીપિંગ બ્યૂટી ઇન વૂડ્સનું પેવન ) નામની એક મૂવમેન્ટનો સમાવેશ થાય છે. બાદમાં આ ભાગમાંથી એક બેલેનું સર્જન કરવામાં આવ્યું.

બેન્ડ એલેસાનાએ પણ સ્લીપિંગ બ્યૂટી સાથે સંબંધિત એક ગીત ‘ધ અનઇવાઇટેડ થર્ટીન્થ’ની રચના કરી છે, જે આ બેન્ડના આલ્બમ વ્હેર મિથ ફેડ્સ ટુ લિજેન્ડ માં છે. “આ ગીત આમંત્રણ નહીં પામેલી તેરમી પરી અને રાજકુમારનો દૃષ્ટિકોણ રજૂ કરે છે. રાજકુમારીને ઘણા રાજકુમારોએ જગાડવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ રાજકુમારી સુધી પહોંચી શકે તે પૂર્વે કાંટા તેઓની આરપાર ઘૂસી જતા હતા. આમંત્રણ નહી પામેલી તેરમી પરી બદલાની ભાવા અને બન્નેને ખતમ કરવાની વાત કરે છે. રાજકુમાર તેણીને બચાવવાની અને કેવી રીતે કાંટાઓની પાર નીકળવું એનો દૃષ્ટિકોણ રજૂ કરે છે. અંતમાં, તે રાજકુમારી સુધી પહોંચી જાય છે અને તેણીને ચુંબન કરે છે અને ઇનામ તેની પ્રિય રોઝામેન્ડ છે."

વૉલ્ટ ડિઝનીની સ્લીપિંગ બ્યૂટી

ચિત્ર:PrincessAuroraSleeping.jpg
વોલ્ટ ડીઝનીની સ્લીપિંગ બ્યૂટી

વોલ્ટ ડિઝની પ્રોડક્શન્સની એનિમેટેડ ફિચર સ્લીપિંગ બ્યૂટી 9મી જાન્યુઆરી, 1959ના રોજ બ્યુએના વિસ્ટા ડિસ્ટ્રીબ્યુશન દ્વારા રજૂ કરાઇ હતી. આ ફિલ્મ પર કામ કરવામાં ડિઝનીએ લગભગ દસ વર્ષનો સમયગાળો વીતાવ્યો હતો. આ ફિલ્મ સુપર ટેક્નીરામા 70 વાઇડસ્ક્રીન ફિલ્મ પ્રોસેસમાં નિર્માણ કરવામાં આવી હતી અને તેમાં સ્ટિરીયોફોનિક સાઉન્ડટ્રેક રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મના નિર્માણમાં 6 મિલિયન યુ.એસ. ડોલરનો ખર્ચ થયો હતો. ફિલ્મનો મ્યુઝિકલ સ્કોર અને ગીતો ચાઇકોસ્કીના બેલેમાંથી લેવામાં આવ્યા હતા. આ વાર્તામાં ત્રણ સારી પરીઓ- ફ્લોરા, ફૌના અને મેરીવેથર તથા એક દૃષ્ટ પરી – મેલીફિસન્ટનો સમાવેશ થાય છે. ડિઝનીની મોટાભાગની ફિલ્મોની જેમ, વાર્તામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, મેલીફિસન્ટ પોતે જ કિલ્લાના ઉપલા મિનારા ઉપર પ્રગટ તાય છે અને ચરખા તથા ત્રાકનું સર્જન કરે છે જેમાં રાજકુમારી ઔરોરા (ફ્લોરા, ફૌના અને મેરીવેધર ઘટના પૂર્વેના વર્ષોમાં બ્રાયર રોઝ કહે છે) પોતાની આંગળીઓ નાખી દે છે. રાજકુમારીના વાળ ઘેરા કથ્થઈમાંથી બદલીને, પેરાઉલ્ટના મૂળ પુસ્તકમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, સોનેરી કરવામાં આવ્યા છે. આ રાજકુમારીને ડિઝનીની સૌથી સુંદર નાયિકા તરીકે વર્ણવવામાં આવી છે,[૨૦] અને એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે મૂર્તિમંત સૌંદર્ય અને સોનેરી વાળ ધરાવતી આ નાયિકા તથા તેની સમકાલીને બાર્બી ઢિંગલી વચ્ચેની તુલનાથી બચવું મુશ્કેલ છે.[૨૧] આ ફિલ્મના તમામ પ્રસંગો પહેલા લાઇવ એક્શનમાં ફિલ્માવવામાં આવ્યા હતા.[૨૨]

સ્લીપિંગ બ્યૂટીના ઉપયોગ

  • પરિભેટ પૈકીની એક ભેટને ઘણીવાર બુદ્ધિ તરીકે ખોટી રીતે યાદ કરવામાં આવે છે. પેરાઉલ્ટના વર્ઝનમાં આવી કોઇ ભેટ અપાઇ ન હતી, 1697માં તે ભેટ બંધબેસતી ન હતી કારણકે તે સમયે સંગીત વાગડવા સારી શ્રવણશક્તિ હોવી જરૂરી હતી. વાર્તાના વધુ આધુનિક વૃત્તાન્તમાં બુદ્ધિ ઉપરાંત શૌર્ય અને સ્વતંત્રતાનો પણ પરિભેટ તરીકે સમાવેશ થયો હોઇ શકે છે. પેરાઉલ્ટની સ્લીપિંગ બ્યૂટી (1722)ના બરાબર પચીસ વર્ષ બાદ તે જ નામની પુસ્તકમાં મોલ ફ્લેન્ડર્સ દેખીતી રીતે ધરાવે છે તે ભેટ સાથે તેની તુલના કરી શકાય.

સ્ત્રી કામુકતાના અભ્યાસ અને જે યુવાન મહિલાઓ કામ નથી કરતી તેમના પરોક્ષ સામાજિકીકરણ માટે પ્રિસ્ક્રિપ્શન માટે સ્લીપિંગ બ્યૂટી માં વિશ્લેષણ કરી શકાય તેવી ઘણી સામગ્રી જણાઇ.

  • એરિક બર્ની આ પરીકથાઓનો જીવનની એક પટકથા સ્વરૂપે "વેઇટિંગ ફોર રિગોર મોર્ટિસ" સમજાવવા ઉપયોગ કરે છે.[૨૩] આ વાર્તામાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે લગભગ બધુંજ ખરેખર બની શકે છે તેમ જણાવ્યા બાદ તેઓ આ વાર્તામાં જેની અવગણના થઇ છે તે ભ્રમણા તરફ ધ્યાન દોરે છે. જે મુજબ તે જ્યારે સુતી હતી ત્યારે સમય થંભી ગયો ન હતો, હકીકતમાં રોઝ પંદર વર્ષની ન હતી પરંતુ ત્રીસ, ચાળીશ અથવા પચાસ વર્ષની હતી. બર્ન આ અને અન્ય પરીકથાઓનો ઉપયોગ સ્ક્રીપ્ટને ભેદવાના એક અસરકારક સાધન તરીકે કરે છે જેનાથી લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે.
  • જોન ગોલ્ડનું પુસ્તક ટર્નિંગ સ્ટ્રો ઇનટુ ગોલ્ડ મહિલાઓની એજન્સીની વાર્તા કહે છે. જેમાં દલીલ કરવામાં આવી છે કે સ્લીપિંગ બ્યૂટી એ કટોકટીના સમયમાંથી બહાર નીકળવાની મહિલાની ક્ષમતાનું ઉદાહરણ છે. તે વાર્તાના એક વૃતાંતને ટાંકે છે જેમાં રાજકુમાર જ્યારે ખંડમાં પ્રવેશે છે ત્યારે રાજકુમારી જાગી જાય છે કારણ કે જાણે છે કે સમય તેને જગાવી દેશે.
  • ટેરી પ્રેટચેટ તેમની ડિસ્કવર્લ્ડ સિરિઝમાં કેટલીક પરીકથાઓની વાત કરે છે ખાસ કરીને ડાકણોનો ઉલ્લેખ કરે છે જે પોતાના વિશ્વ પર નિયંત્રણ જમાવવા માંગે છે. વાઇર્ડ સિસ્ટર્સ માં લેન્ક્રે ડાકણો બ્લેક એલિસ પર જાદુટોણા કરે છે જે એક કિલ્લાને અને તેમાં રહેતા લોકોને એક સો વર્ષ ભવિષ્યમાં મોકલી દે છે જ્યારે ગ્રેની વેધરવેક્સ પોતાના રજવાડાને સત્તર વર્ષ આગળ ધકેલે છે જેથી યોગ્ય વારસદાર પુખ્તવયે સીધી ગાદી સંભાળી શકે અને તેના માટે રાહ જોવી ન પડે. ત્યાર બાદ વિચીસ અબ્રોડ માં તે જ કોવેન એક કિલ્લાનો પતો લગાવે છે જેના પર એક શાપ હોવાથી તેના બધા રહેવાસી ઉંઘી ગયા છે અને આસપાસની જગ્યામાં જંગલ ઉગી નીકળ્યું છે. ગ્રેની ખુલાસો કરે છે કે આવું અનેક ડઝન વાર થયું છે. નોકરો રાજકુમારીને જગાવ્યા બાદ ડાકણનો પીછો કરવા માટે ગુસ્સાભેર ઉભા થાય છે. તેઓ રાજકુમારીને ચુંબનથી નથી જગાવતા પરંતુ સ્પિનિંગ વ્હીલને બારીની બહાર ફેંકીને જગાવે છે.
  • પમેલા ડિચોફની નોવેલ મિસિસ બિસ્ટ [૨૪]માં જણાવાયું છે કે “આઇ ડુ” બોલ્યા બાદ સ્લીપિંગ બ્યૂટી સહિતની પ્રસિદ્ધ પરીકથાઓની રાજકુમારીઓનું શું થાય છે.

!".[૨૫]

  • રાજકુમારીની ઉંઘી રહેલી દાસીઓ, જેઓ રાજકુમારી બીજી દુનિયામાં જાગે ત્યારે તેને સાથ આપવા માટે રાહ જોઇ રહી છે, જેઓ રસોડામાં કામ કરતા છોકરા અને તેના પાલતુ કૂતરાને પણ સાથ આપવા માંગે છે, તેઓ પણ વિધિવત દફનવિધિની સૌથી પ્રાચિન થીમ વ્યક્ત કરે છે. જોકે પેરાઉલ્ટને કદાચ ઇજિપ્તની પ્રાચીન દફનવિધિના રિવાજોની જાણકારી ન હતી. તેઓ ચોક્કસપણે ઉરના ત્રીજા વંશજ મહારાણી પુઆબીના મકબરા વિશે જાણતા ન હતા, ચીનમાં સમ્રાટને દાટતી વખતે તેમની સાથે રાખવામાં આવતા નોકરચાકરો, સ્કાઇથિયન પાસિરિકના કુર્ગનમાં ઉમદા ઘોડેસવારો સાથે મોકલવામાં આવતા ઘોડાની જાણકારી તેમને ન હતી. રાજા અને રાણીનો ઉલ્લેખ દફનવિધિ તરીકે નહીં, પરંતુ નિવૃતિ તરીકે કરવામાં આવે છે. જ્યારે રક્ષણાત્મક કાંટાળા જંગલ કિલ્લાના રક્ષણ માટે ઝડપથી ઉગી નીકળે છે જે કબરના ટેકરા જેટલા અસરકારક હોય છે. [સંદર્ભ આપો]
  • સ્લીપિંગ બ્યૂટી ફેબલ્સ કોમિક પુસ્તકમાં એક પાત્ર તરીકે રજૂ થાય છે. તે પ્રિન્સ ચાર્મિંગની ત્રણ ભૂતપૂર્વ પત્નીઓ પૈકી એક છે અને ધનાઢ્ય ફેબલ પૈકી એક છે. તે પોતાની જાતને ઇજા પહોંચાડે તેટલી નબળી છે, આમ થાય ત્યારે તે જે ઇમારતમાં હોય તેમાં બીજા સાથે વારંવાર નિંદ્રામાં સરી જાય છે. તેને 'બ્રાયર રોઝ' પાત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉલ્લેખ ક્યારેય સ્લીપિંગ બ્યૂટી તરીકે કરવામાં આવતો નથી.
  • સ્લીપિંગ બ્યૂટીનો બીજો ભાગ લિટલ લિટમાં એક કોમિક્સ તરીકે રજૂ થાય છે. આ કોમિક પ્રસિદ્ધ કોમિક્સ લેખક ડેનિયલ ક્લોવેસ દ્વારા લખવામાં અને દોરવામાં આવ્યા છે.
  • સિસ્ટર્સ ગ્રિમ પુસ્તકમાં તે રેલ્ડા ગ્રિમની ટીકા કરતી વ્યક્તિઓ પૈકી એક છે. તે એક બહુ માયાળુ વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવી છે અને તેની ત્વચા કોકો રંગની છે.
  • સ્લીપિંગ બ્યૂટી'માંHappily Ever After: Fairy Tales for Every Child રોશિતા નામની હિસ્પેનિક રાજકુમારી તરીકે રજૂ કરવામાં આવી છે. તે એક સદી સુધી અસર હેઠળ હતી.
  • કેટલિન આર. કિર્નેનની “ગ્લાસ કોફિન” એ "સ્લીપિંગ બ્યૂટી"ની પુનઃરજૂઆત છે. તે તેમના સંગ્રહ ટેલ્સ ઓફ પેઇન એન્ડ વંડરમાં રજૂ થાય છે. વાર્તાનું ટાઇટલ પી. જે. હાર્વેના ગીત “હાર્ડલી વેઇટ”નો રેફરન્સ ધરાવે છે જે વાસ્તરમાં "સ્લીપિંગ બ્યૂટી"નો સંદર્ભ છે.
  • શેરી એસ ટેપરે પોતાની નવલકથા બ્યૂટીમાં સ્લીપિંગ બ્યૂટી ની વાર્તા અપનાવી છે. આ નવલકથામાં સિન્ડ્રેલા એન્ડ ધી ફ્રોગ પ્રિન્સના સંદર્ભનો સમાવેશ થાય છે.
  • બ્રુસ બેનેટે લાઇન વોરેન સાથે સ્લીપિંગ બ્યૂટીને ચિલ્ડ્રન્સ મ્યુઝિકલમાં સમાવિષ્ટ કરી હતી જેને તેણે રિવરવોક થિયેટરમાં વર્લ્ડ પ્રીમિયર માટે રજૂ કરી હતી.
  • કમ્પ્યુટર ગેમ મેક્સ પેન 2: ધ ફોલ ઓફ મેક્સ પેન માં સ્લીપિંગ બ્યૂટીને વાર્તાના અંત સાથે રૂપક તરીકે રજૂ કરવામાં આવી છે જેમાં મેક્સ એક મૃત મોના સેક્સને હોઠ પર ચૂંબન કરે છે- મેક્સના કહેવા પ્રમાણે, “…આટલા સમય દરમિયાન આપણે સ્લીપિંગ બ્યૂટીની વાર્તાને ખોટી રીતે નિહાળી હતી.” તે જણાવે છે કે મેક્સની જેમ જ રાજકુમાર પણ સ્લીપિંગ બ્યૂટીને જગાવવા માટે તેના હોઠ પર ચુંબન નથી કરતો પણ પોતાને આશા આપવા પીડામાંથી બહાર કાઢવા માટે ચુંબન કરે છે- મેક્સ જણાવે છે, “એકસો વર્ષ સુધી સુઇ રહેનાર કોઇ ફરી જાગે તેવી શક્યતા નથી.” જોકે કોઇ અત્યંત મુશ્કેલી પછી ગેમને હરાવી શકે તો ચુંબન બાદ મોના જાગશે અને વૈકલ્પિક અંતમાં બચી જશે.
  • ફિલોસોફીમાં સ્લીપિંગ બ્યૂટી વિરોધાભાસનો ઉપયોગ વિચાર-પ્રયોગ છે જેમાં બ્યૂટીને એમ્નેસિયેક આપીને રવિવારની રાતે સુવડાવી દેવામાં આવે છે. એક સિક્કો ઉછાળવામાં આવે છે અને હેડ આવે તો તેને સોમવારે જગાવવામાં આવશે અને ફરી સુવડાવી દેવાશે. જો ટેઇલ આવે તો તેને સોમવારે અને મંગળવારે જગાવવામાં આવશે. તે જેટલી વાર ઉઠશે ત્યારે તેને પૂછવામાં આવશે કે સિક્કો પડે ત્યારે હેડ હોવાની સંભાવના કેટલી હશે. બધા સહમત હતા કે પ્રયોગ અગાઉ તે 1/2 જવાબ આપશે, પરંતુ કેટલાકની દલીલ હતી કે પ્રયોગ દરમિયાન તેનો જવાબ 1/3 હશે. જો આવો કેસ હોય તો તે રિફ્લેક્શનના સિદ્ધાંતનો ભંગ કરે છે તેમ કહી શકાય. સામાન્ય રીતે બેયેસિયન તેને તર્કસંગતતા માટે અવરોધ ગણે છે.
  • કાર્ડકેપ્ટર સાકુરામાં સાકુરાનો વર્ગ “સાકુરા એન્ડ ધી બ્લેક્ડ આઉટ સ્કૂલ આર્ટ્સ ફેસ્ટિવલ” એપિસોડમાં સ્લીપિંગ બ્યૂટી રજૂ કરે છે. જેમાં યાદચ્છિક રીતે પાત્રોની પસંદગી કરવામાં આવે છે. સાકુરાને રાજકુમારનું અને સાયાઓરાનને ઓરોરાનું બિરુદ મળે છે, જ્યારે માંગામાં યમાઝાકી ડાકણનું શિર્ષક મેળવે છે. જો કે એનિમમાં મિલીન ડાકણની ભૂમિકા લેતા યમાઝાકી રાણી બને છે જે રીકા તરફ દોરી જાય છે જે માંગામાં રાણી હોય છે જે નામવિહીન છોકરાના સ્થાને પરીઓ પૈકીની એક હોય છે.
  • કાઓરી યુકીના મંગા લુડવિંગ રિવોલ્યુશનમાં રાણી બિનફળદ્રુપ હતી અને એક માછલીએ ભવિષ્યવાણી કર્યા બાદ તેણે રાજકુમારી ફ્રેડરિકને જન્મ આપ્યો હતો. ડાકણે રાજકુમારીને જણાવ્યું કે કોઇ ભવિષ્યવાણી કરવામાં નથી આવી તે રાજાની પુત્રી ન હતી, પરંતુ રાણી પર બળાત્કાર થયો હતો ત્યારે નોકરને મળવાના બદલે રાજકુમારીએ પોતાની આંગળી ભોંકી હતી. ડાકણ ખરેખર સાચું બોલે છે કે નહીં તેની કસોટી કરવા માટે ફ્રેડરિકે સ્પિન્ડલને સ્પર્શ કર્યો હતો અને એકસો વર્ષ સુધી સુતી રહી હતી. રાજકુમાર લુડવિગ જ્યારે તેને સ્વપ્નમાં મળ્યો ત્યારે તે તેના પ્રેમમાં પડ્યો અને ચુંબનના કારણે આ પ્રભાવ તૂટ્યો. જોકે તેઓ કાયમ માટે સુખેથી ન રહી શક્યા કારણ કે તે જાગી ત્યારે તુરત મોટી ઉમરના કારણે તેનું મૃત્યુ થયું. તે પછી પ્રેત તરીકે પાછી આવે છે અને બનાવટી રાણી લેડી પેટ્રોનેલાને હટાવવા માટે તેની શક્તિ આપે છે.
  • હની એન્ડ ક્લોવર ના એક પ્રકરણમાં મોરિટા આયુમીને ધમકી આપે છે કે તે તેને ક્રિસમસની પાર્ટી માટે આમંત્રણ નહીં આપે તો તે તેને શાપ આપશે, ભવિષ્યમાં તેની પુત્રી તેના 15માં જન્મદિને પોતાની આંગળી ધરીમાં નાખી દઇને ગાઢ ઉંઘમાં સરી પડશે. તેનાથી તેને અને હાગુમીને નવાઇ લાગી હતી.
  • વોલ્ટ ડિઝનીની સ્લીપિંગ બ્યૂટીના મુખ્ય પાત્ર અને તેના વિરોધી પાત્રનો ઉપયોગ સ્કવેર-એનિક્સ/ડિઝની કોલેબોરેશન પીએસટુ ગેમ્સ કિંગ્ડમ હાર્ટ્સ, કિંગ્ડમ હાર્ટ્સ 2માં કરવામાં આવ્યો હતો અને તે આગામી પ્રિક્વલ કિંગ્ડમ હાર્ટ્સઃ બર્થ બાય સ્લીપ ફોર પીએસપીમાં રજૂ થાય છે. ઓરોરા પ્રિન્સેસ ઓફ હાર્ટ પૈકી એક છે જે એવી રાજકુમારી પૈકી છે જેના હૃદયમાં કોઇ અંધકાર નથી. તમામ સાત પ્રિન્સેસ ઓફ હાર્ટને એકત્ર કરવાથી કિંગ્ડમ હાર્ટની રચના થશે જે સમગ્ર વિશ્વનું હૃદય છે. તે પ્રિન્સેસ ઓફ હાર્ટ બિરુદ સિન્ડ્રેલા, બેલી, એલિસ, સ્નો વ્હાઇટ, જેસ્મિન અને ગેમની અસલ રાજકુમારી કેઇરી સાથે હિસ્સેદારીમાં મેળવે છે. આ ગેમ્સમાં મેલેફિસેન્ટ મુખ્ય પ્રતિનાયક તરીકે રજૂ થાય છે જે ડિઝનીના અન્ય વિલનને તેમની યોજનામા મદદ કરે છે જ્યારે પોતાની યોજના નિષ્ફળ જાય છે. કિંગ્ડમ હાર્ટ્સ 2માં ત્રણ સારી પરીઓ ફ્લોરા, ફોના અને મેરીવેધર રજૂ થઇ છે જે તેમને મુખ્ય પાત્ર સોરા, તેના નવા કપડા આપે છે અને તેને આ ડ્રાઇવ ફોર્મ્સનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.
  • 1948માં પોપેયીના કાર્ટૂન વોલ્ટા નાઇટ વિથ ઓલિવ ઓઇલ એઝ સ્લીપિંગ બ્યૂટીમાં તેની હાંસી ઉડાવવામાં આવી છે.
  • 1988માં મપેટ બેબીઝ ના “સ્લીપિંગ બ્યૂટી” એપિસોડમાં પિગી અછબડાનો ભોગ બને છે ત્યારે ગેંગ તેને ઉત્સાહિત કરવા માટે તેને વોકી ટોકી પર સ્લીપિંગ બ્યૂટીનો તેમનો વૃતાંત સંભાળાવી તેનો જુસ્સો વધારે છે. પિગી આ વાર્તાની કલ્પના કરે છે ત્યારે તે રાજકુમારીની ભૂમિકા ભજવે છે જ્યારે કર્મિટ રાજકુમાર બને છે. ફોઝી, રોલ્ફ અને ગોન્ઝો ત્રણ સારી પરી છે. એનિમલ ખરાબ પરી છે. અને સ્કૂટર અને સ્કીટર રાજા તથા રાણી છે. વર્ણન દરમિયાન ફોઝી રાજકુમારી (પિગી)ને કેળાની છાલ પર પગ મૂકાવીને (કારણ કે નાના બાળકો ધારદાર ચીજ વસ્તુઓ સાથે રમતા નથી) તેના ઉંઘના શાપમાં ફેરફાર કરાવે છે અને તેના ચોથા જન્મદિન અગાઉ “સુઇ જાય છે” તે જ સમયે “નાનકડી નાની ઝૂંપડી” વાસ્તવમાં બકિંગહામ પેલેસ છે અને પિગી વિશાળ હાર્પને દૂર ફેંકવા જાય છે જે તેને રોલ્ફે આપ્યું હતું.
  • રોકી એન્ડ બુલવિંક શોના ફ્રેક્ચર્ડ ફેરી ટેલ્સ ના "સ્લીપિંગ બ્યૂટી" એપિસોડમાં વર્ણનકર્તા રાજકુમારીના જન્મથી લઇને રાજકુમાર મહેલ પર પહોંચે ત્યાં સુધીની વાર્તા ઝડપભેર સંભળાવી દે છે. ત્યાર બાદ તેને ચુંબન કરવાના બદલે રાજકુમાર સ્લીપિંગ બ્યૂટી જમીન (ડિઝનીલેન્ડ ની પેરોડી) ખુલ્લી મુકે છે. તેના ધંધામાં તેજી આવે છે ત્યારે ખરાબ પરી દ્વારા વારંવાર હસ્તક્ષેપ કરવામાં આવે છે અને અનેક રીતે તેમાંથી તે છૂટકારો મેળવે છે. અંતે એપિસોડના અંતમાં બહુ ઓછા એટેન્ડન્ટના કારણે બિઝનેસ ઘટે છે ત્યારે રાજકુમારી સાચા પ્રેમીના પ્રથમ ચુંબન વગર જાગીને રાજકુમાર અને ખરાબ પરીને ઉત્સાહિત કરે છે.
  • "સ્લીપિંગ બ્યૂટી'ની પુત્રીની વાર્તા કહેતું નવું પુસ્તક “એલિંડા ઓફ ધી લોચ[૨૬] ઓગસ્ટ 2009માં રિલિઝ થાય તેવી શક્યતા છે. તે અનેક વર્ષ સુધી ચાલનારી બે શિક્ષકની લખાણપ્રવૃત્તિ છે જેઓ “તળાવની સામસામેની બાજુએ” રહે છે. ઓનાગ જેન પોપ (યુકે એન્ડોવર ત્રીજા ધોરણના શિક્ષક) અને જુલી એન બ્રાઉન (અમેરિકન સાન્ટા બાર્બરા કોલેજના પ્રોફેસર) માનતા હતા કે ઇન્વેર્નસ-શાઇરના રાણી ઓરોરા અને તેની સૌથી નાની પુત્રી એલિન્ડાની વાર્તા કહેવાનો સમય આવી ગયો છે. સ્કોટિશ પરીકથામાં જમીન અને સરોવર આટલી સદીઓ દરમિયાન શા માટે આટલું રહસ્ય, સાહસ અને જાદુ ધરાવે છે તેવા સવાલના જવાબ આપવામાં આવ્યા છે.
  • જેન યોલેનની નવલકથા "બ્રાયર રોઝ"માં નરસંહારની પૃષ્ઠભૂમિકામાં "સ્લીપિંગ બ્યૂટી"ની વાર્તાની પુનઃકલ્પના કરવામાં આવી છે.
  • મેલાન્કોલી ઓફ હારુહી સુઝુમિયા પ્રથમ સિઝનના છઠ્ઠા/છેલ્લા એપિસોડ (વ્યૂઇંગના ક્રમના આધારે)માં ‘બંધ અંતરિક્ષ’માં ફસાયેલા ક્યોનને નાગાટો યુકી દ્વારા કમ્પ્યુટર મારફત રહસ્યમય સંદેશ 'સ્લીપિંગ બ્યૂટી' પહોંચાડવામાં આવ્યો હતો.
  • જોસ વેડોનની સિરિઝ ડોલહાઉસ માં "બ્રાયર રોઝ" નામ અપાયેલા એપિસોડમાં આ વાર્તાનો ઉપયોગ વિસ્તૃત અલંકાર તરીકે કરવામાં આવે છે અને તેની સરખામણી ડોલહાઉસના બ્રેઇનવોશ થયેલા સભ્યો તથા જાતિય સતામણીની પાછલી અસરનો સામનો કરી રહેલા એક પાત્ર સાથે કરવામાં આવી છે.
  • રેન્ડી લોફીસિયરે સ્લીપિંગ બ્યૂટીનો ઉપયોગ ટેલ્સ ઓફ ધી શેડોમેન માં પ્રસિદ્ધ થયેલી કેટલીક વાર્તાઓમાં 1930માં જાગૃત થયેલા અને ફેન્ટમ એન્જેલ નામ ધારણ કરીને ગુનાખોરી સામે લડતા પાત્ર તરીકે કર્યો છે.
  • જર્મન ફોટોગ્રાફર હર્બર્ટ ડબલ્યુ. હેસેલમેને સ્લીપિંગ બ્યૂટીનો ઉપયોગ એક ફોટોસિરિઝના ટાઇટલ તરીકે કર્યો હતો જે મૂંઝવણમાં મૂકી દેતા એક ફ્રેન્ચ બગીચામાં 1983માં લેવાયા હતા. આ ફોટોમાં લગભગ 50 હાઇ ક્લાસ ક્લાસિક કારને ખંડેર જેવી હાલતમાં રજ, ધૂળ અને ચિકન ડર્ટથી ઢંકાયેલી દર્શાવવામાં આવી હતી તેના કારણે વિશ્વભરમાં કારના ચાહકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. વિખ્યાત વાઇન નિષ્ણાત માઇકલ ડોવેઝ દ્વારા અગાઉ કબ્જામાં રહેલા સંગ્રહના ફોટો સ્લીપિંગ બ્યૂટીઝ ટાઇટલ ધરાવતા બે પુસ્તકો અને અનેક મેગેઝિન પબ્લિકેશનમાં પ્રકાશિત થયા હતા (સ્ટર્ન, ઓટોમોબાઇલ ક્વાર્ટરલી, જિયો, સુપરકાર ક્લાસિક્સ, ઓટોરિટ્રો,..) ‘ધ ફેટ ઓફ ધી સ્લીપિંગ બ્યૂટીઝ’ ટાઇટલ ધરાવતું નવું પુસ્તક (સપ્ટેમ્બર, 2010) સ્લીપિંગ બ્યૂટીઝ સંગ્રહનું ભાવિ અને બેકગ્રાઉન્ડ જણાવે છે.

ગેલેરી

આ પણ જૂઓ

સંદર્ભો

 
રાજકુમાર ફ્લોરિમન્ડને સ્લીપિંગ બ્યૂટી મળે છે.
  1. હીડી એન હીનર, "ધ એનોનેટેડ સ્લીપિંગ બ્યૂટી "
  2. ગિયામ્બાટિસ્ટા બસાઇલ, પેન્ટામેરોન , "સન મૂન એન્ડ તાલિયા"
  3. મારિયા ટેટેર, પાનું 96, ધ એનોટેટેડ ક્લાસિક ફેરી ટેલ્સ, ISBN 0-393-05163-3
  4. Pitt.edu
  5. જેક ઝિપ્સ, ધ ગ્રેટ ફેરી ટેલ ટ્રેડિશન: ફ્રોમ સ્ટ્રાપારોલા એન્ડ બસાઇલ ટુ ધ બ્રધર્સ ગ્રિમ, પાનું 648, ISBN 0-393-97636-X
  6. હીડી એન હીનર, "ટેલ્સ સિમિલર ટુ સ્લીપિંગ બ્યૂટી"
  7. જેકબ એન્ડ વિલહીમ ગ્રિમ, ગ્રિમ્સ ફેરી ટેલ્સ , "લિટલ-બ્રાયર-રોઝ"
  8. હીડી એન હીનર, "ધ એનોનેટેડ સ્લીપિંગ બ્યૂટી"
  9. જેકબ એન્ડ વિલહીમ ગ્રિમ, ગ્રિમ્સ ફેરી ટેલ્સ , "લિટલ-બ્રાયર-રોઝ"
  10. હેરી વેલ્ટન, "ધ ઇન્ફ્લ્યુઅન્સિસ ઓફ ચાર્લ્સ પેરાઉલ્ટ્સ કન્ટેસ દી મા મિરે લોઇ ઓન જર્મન ફોકલોર", પાનું 961, જેક ઝાઇપ્સ, ઇડી. ધ ગ્રેટ ફેરી ટેલ ટ્રેડિશન: ફ્રોમ સ્ટ્રાપારોલા એન્ડ બસાઇલ ટુ ધ બ્રધર્સ ગ્રિમ , ISBN 0-393-97636-X
  11. હેરી વેલ્ટન, "ધ ઇન્ફ્લ્યુઅન્સિસ ઓફ ચાર્લ્સ પેરાઉલ્ટ્સ કન્ટેસ દી મા મિરે લોઇ ઓન જર્મન ફોકલોર", પાનું 962, જેક ઝાઇપ્સ, ઇડી. ધ ગ્રેટ ફેરી ટેલ ટ્રેડિશન: ફ્રોમ સ્ટ્રાપારોલા એન્ડ બસાઇલ ટુ ધ બ્રધર્સ ગ્રિમ , ISBN 0-393-97636-X
  12. મારિયા ટેટેર, ધ એનોટેટેડ બ્રધર્સ ગ્રિમ , પાનું 376-7 ડબલ્યુ. ડબલ્યુ નોર્ટન એન્ડ કંપની, લંડન, ન્યૂ યોર્ક, 2004 ISBN 0-393-05848-4
  13. ઇટાલો કેલ્વિનો, ઇટાલિયન ફોકટેલ્સ પાનું 485 ISBN 0-15-645489-0
  14. ઇટાલો કેલ્વિનો, ઇટાલિયન ફોકટેલ્સ પાનું 744 ISBN 0-15-645489-0
  15. હીડી એન હીનર, "ટેલ્સ સિમિલર ટુ સ્લીપિંગ બ્યૂટી"
  16. જોસેફ જેકબ્સ, મોર ઇંગ્લિશ ફેરી ટેલ્સ , "ધ કિંગ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ હિસ થ્રી સન્સ"
  17. મારિયા ટેટેર, ધ એનોટેટેડ બ્રધર્સ ગ્રિમ , પાનું 230 ડબલ્યુ. ડબલ્યુ. નોર્ટન એન્ડ કંપની, લંડન, ન્યૂ યોર્ક, 2004 ISBN 0-393-05848-4
  18. મેક્સ લ્યુતી, વન્સ અપઓન અ ટાઇમ: ઓન ધ નેચર ઓફ ફેરી ટેલ્સ , પાનું 33 ફ્રેડેરિક ઉંગર પબ્લિશિંગ કંપની, ન્યૂ યોર્ક, 1970
  19. જેક ઝિપ્સ, વ્હેન ડ્રીમ્સ કેમ ટ્રુ: ક્લાસિકલ ફેરી ટેલ્સ એન્ડ ધેર ટ્રેડિશન , પાનું 124-5 ISBN 0-415-92151-1
  20. ચાર્લ્સ સોલોમન, ધ ડિઝની ધેટ નેવર વોસ 1989:198, બેલમા ટાંકેલું 1995:110.
  21. એલિઝાબેથ બેલ, "સોમાટેક્સ્ટ એટ ધ ડિઝની શોપ", એલિઝાબેથ બેલ, લિન્ડા હાસ, લૌરા સેલ્સ આવૃત્તિમાં., ફ્રોમ માઉસ ટુ મરમેઇડ: ધ પોલિટિક્સ ઓફ ફિલ્મ, જેન્ડર એન્ડ કલ્ચર (ઇન્ડિયાના યુનિવર્સિટી પ્રેસ) 1995:110.
  22. લિઓનાર્ડ મોલ્ટિન, ધ ડિઝની ફિલ્મસ.
  23. વોટ ડુ યુ સે આફ્ટર યુ સે હેલો?; 1975; ISBN 0-552-09806-X
  24. Staythirstymedia.com
  25. મિસીસ બીસ્ટ , સ્ટે થર્સ્ટી પ્રેસ, 2009. ASIN: B001YQF59K Amazon.com
  26. Blogspot.com

બાહ્ય લિંક્સ

ઢાંચો:Sleeping Beauty ઢાંચો:Brothers Grimm