પાલિ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૪:
== 'પાલિ' શબ્દનો નિરુક્ત ==
 
પાલિ શબ્દની વ્યુત્પત્તિના સંબંધમાં વિદ્વાનોના ઓછા મત મળી આવે છે. કોઇકે આ ભાષાને પાઠ શબ્દમાંથી તથા કોઇકે આ ભાષાને પાયડ (પ્રાકૃત)માંથી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. એક જર્મન વિદ્વાન મૈક્સ વૈલેસરે પાલિ ભાષાને પાટલિનું સંક્ષિપ્ત રૂપ બતાવી એવો મત વ્યક્ત કર્યો છે કે એનો અર્થ [[પાટલિપુત્ર]]ની પ્રાચીન ભાષા એવો છે. આ વ્યુત્પત્તિઓની અપેક્ષા જે બે મતો તરફ અન્ય બીજા વિદ્વાનોનો અધિક ઝુકાવ રહેલો જોવા મળે છે, જેમાંથી એક તો છે પંડીત વિધુશેખર ભટ્ટાચાર્યનો મત, જેના અનુસાર પાલિ પંક્તિ શબ્દમાંથી વ્યુત્પન્ન થયેલો છે. આ મતનું પ્રબળ સમર્થન એક પ્રાચીન પાલિ કોશ અભિધાનપ્પદીપિકા (૧૨મી શતાબ્દી ઈ.)માંથી સાંપડે છે, કેમ કે તેમાં તંતિ (તંત્ર), બુદ્ધવચન, પંતિ (પંક્તિ) ઔર પાલિ આ શબ્દોમાં પણ સ્પષ્ટપણે પાલિનો અર્થ પંક્તિ એવો થાય છે. પૂર્વોક્ત બે અર્થોમાં પાલિ ભાષાના જે પ્રયોગ જોવા મળે છે, એની પણ આ અર્થ સાથે સાર્થકતા સિદ્ધ થઇ જાય છે. બુદ્ધવચનોની પંક્તિ અથવા પાઠની પંક્તિનો અર્થ બુદ્ધઘોષના પ્રયોગોમાં બેસી જાય છે. તથાપિ ધ્વનિવિજ્ઞાનના અનુસાર પંક્તિ શબ્દ સાથે પાલિ શબ્દની વ્યુત્પત્તિ નહીં બેસાડી શકાય. એની અપેક્ષામાં પંક્તિના અર્થમાં પ્રચલિત દેશી શબ્દ પાલિ, પાઠ્ઠ, પાડૂ સાથે જ આ શબ્દનો સબંધ જોડવાનું અધિક ઉપયુક્ત પ્રતીત થાય છે. પાલિ શબ્દ પાછળથી સંસ્કૃત ભાષામાં પણ પ્રચલિત થયેલો પાયા જોવા મળે છે. અભિધાનપ્પદીપિકામાં જે પાલિ શબ્દની વ્યુત્પત્તિ "પાલેતિ રક્ખતીતિ પાલિ", એ પ્રકારે બતાવવામાં આવી છે એના પરથી પણ આ મતનું સમર્થન થતું જોવા મળે છે. કિંતુ "પાલિ મહાવ્યાકરણના કર્તા [[ભિક્ષુ જગદીશ કશ્યપ]]એ પાલિ ભાષાને પંક્તિના અર્થમાં લેવાના વિષયમાં કેટલાક વાંધાઓ ઉઠાવ્યા છે અને એને મૂળ ત્રિપિટક ગ્રંથોમાં અનેક સ્થાનો પર પ્રયુક્ત કરવામાં આવેલા પરીયાય (પર્યાય) શબ્દમાંથી વ્યુત્પન્ન થયેલો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. [[સમ્રાટ્ અશોક]] દ્વારા લખાયેલા [[ભાબ્રૂ શિલાલેખ]]માં ત્રિપિટકના ધમ્મપરિયાય શબ્દ સ્થાન પર માગધી પ્રવૃત્તિઓ અનુસાર ધમ્મ પલિયાય શબ્દનો પ્રયોગ મળી આવે છે, જેનો અર્થ બુદ્ધનો ઉપદેશ અથવા બુદ્ધનાં વચનો એવો થાય છે. કશ્યપજીની માન્યતા અનુસાર આ પલિયાય શરણ શબ્દમાંથી પાલિ શબ્દની વ્યુત્પત્તિ થઈ હતી.
 
 
મૂળ [[ત્રિપિટક]]માં ભાષાનું ક્યાંય પણ કોઈ નામ નથી જોવા મળતું. કિંતુ [[બુદ્ધઘોષ]] આદિ આચાર્યોએ બુદ્ધના ઉપદેશોની ભાષાને [[માગધી]] કહી છે. [[વિસુદ્ધિમગ્ગ]] તેમ જ [[મહાવંસ]]માં આ માગધી ભાષાને બધાં પ્રાણીઓની મૂળભાષા કહેવામાં આવી છે. એના સ્થાન પર પાલિ શબ્દનો પ્રયોગ પ્રાય: ૧૪મી શતાબ્દી ઈ.થી પૂર્વેના સમયમાં નથી જોવા મળતો. પણ હા, બુદ્ધઘોષે પોતાની [[અટ્ઠકથા]]ઓમાં પાલિ શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ એ ભાષાના અર્થમાં નહીં પણ, બુદ્ધવચન અથવા મૂળત્રિપિટકના પાઠના અર્થમાં કર્યો છે અને તે પણ પ્રાય: આ પાઠને અટ્ઠકથા કરતાં ભિન્ન દેખાડવાના હેતુ માટે. આ પ્રકારે ક્યાંક એમણે કહ્યું છે કે એમની પાલિ આ પ્રકારે છે, કિંતુ અટ્ઠકથામાં ઐવું છે, અથવા આ વાત ન તો પાલિમાં છે કે ન તો અટ્ઠકથામાં આવી છે. બુદ્ધઘોષના સમયથી કેટલાક સમય પૂર્વે લખાયેલા દોષવંશ {{ટંકણગત અશુદ્ધિ}}માં તથા એના પશ્ચાત્કાલીન મહાવંસ આદિ રચનાઓમાં પણ પાલિ શબ્દનો આ બે અર્થોમાં પ્રયોગ કરેલો હોય એવું જોવા મળે છે. આ અર્થપ્રયોગ વડે ક્રમશ: પાલિ શબ્દનો ઉપયોગ એ સાહિત્ય તથા એની ભાષાના માટે પણ કરવામાં આવ્યો હતો.
 
== પાલિ ભાષાની વિશેષતાઓ ==
 
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]]