વેલુ નાચ્ચિયાર
રાણી વેલુ નાચ્ચિયાર (૩ જાન્યુઆરી ૧૭૩૦ – ૨૫ ડિસેમ્બર ૧૭૯૬) એ ૧૭૮૦ થી ૧૭૯૦ દરમિયાન શિવગંગા રજવાડાના રાણી હતા. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે યુદ્ધ કરનાર પ્રથમ ભારતીય રાણી હતા.[૨][૩] તમિલો દ્વારા તેમને વીરમંગાઈ ("બહાદુર મહિલા") તરીકે ઓળખવામાં આવે છે.[૪] હૈદર અલીની સેના, સામંતશાહી શાસકો, મારુથુ બંધુઓ, દલિત કમાન્ડરો અને થાંડવરાયણ પિલ્લાઈના સમર્થનથી તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા હતા.[૫][૬][૭][૮]
રાણી વેલુ નાચ્ચિયાર | |
---|---|
શિવગંગાઇની રાણી રામનાથપુરમની રાજકુમારી | |
૨૦૦૮ની ભારતીય ટપાલટિકિટ પર વેલુ નાચ્ચિયાર | |
શિવાગંગા એસ્ટેટના રાજા | |
શાસન | ઈ.સ. ૧૭૮૦ – ઈ.સ. ૧૭૯૦[૧] |
રાજ્યાભિષેક | ૧૭૮૦ |
પુરોગામી | મુથ્થુ વડુગણાથા પેરિયાવુડાય થેવર (૧૭૭૨ સુધી) |
અનુગામી | વેલાચ્ચિ નાચ્ચિયાર[૧] |
જન્મ | રામનાથપુરમ, શિવગંગા રજવાડું (વર્તમાન તમિલ નાડુ, ભારત) | 3 January 1730
મૃત્યુ | 25 December 1796 શિવગંગાઇ, શિવગંગા રજવાડું (વર્તમાન તમિલ નાડુ, ભારત) | (ઉંમર 66)
અંતિમ સંસ્કાર | ૨૫ ડિસેમ્બર ૧૭૯૬ |
જીવનસાથી | મુથ્થુ વડુગણાથા પેરિયાવુડાય થેવર |
વંશ | સેતુપતિ |
પિતા | ચેલ્લામુથુ વિજયરાગુનાથા સેતુપતિ |
માતા | મુથાથલ નાચ્ચિયાર |
જીવન
ફેરફાર કરોવેલુ નાચ્ચિયાર રામનાથપુરમની રાજકુમારી હતા. તેઓ રાજા ચેલ્લામુથ્થુ અને રામનાદ સામ્રાજ્યની રાણી સકંધીમુથ્થલના એકમાત્ર સંતાન હતા. નાચ્ચિયારને યુદ્ધની ઘણી પદ્ધતિઓની તાલીમ આપવામાં આવી હતી, જેમાં યુદ્ધના શસ્ત્રોનો ઉપયોગ, વલારી, સિલામ્બમ, ઘોડેસવારી અને તીરંદાજી જેવી માર્શલ આર્ટ્સનો સમાવેશ થાય છે. તેઓ ઘણી ભાષાઓમાં વિદ્વાન હતા અને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં નિપુણ હતા.[૩] તેમણે શિવગંગાઇના રાજા સાથે લગ્ન કર્યા, જેમનાથી તેમને એક પુત્રી હતી.
૧૭૮૦માં જ્યારે તેમના પતિ, મુથુ વડુગનાથ પેરિયાવુદય થેવર, કલૈયારકોઇલ ખાતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકો સાથેની લડાઇમાં માર્યા ગયા હતા, ત્યારે તેમને આ સંઘર્ષમાં ઘસડવામાં આવ્યા હતા. વેલુ નચ્ચિયાર ભાગેડુ તરીકે શિવગંગાઇથી ફરાર થઈ ગયા હતા અને હૈદર અલીની મદદ માંગી હતી. હૈદર અલીએ તેમને ૫૦૦૦ સૈનિકો અને દારૂગોળો તથા હથિયારોની મદદ કરી હતી. શરૂઆતમાં હૈદર અલીએ મદદ કરાવી ના પાડી દીધી હતી, પરંતુ બાદમાં સૈનિકો, હથિયારો અને તાલીમમાં તેની મદદ કરવા સંમત થઈ ગયા હતા. વેલુ નાચ્ચિયારે અમીર વેપારીઓની પણ મદદ માંગી હતી. ઘણા સામંતશાહી સરદારો, ટીપુ સુલતાન, મારુધુ બંધુઓ અને થંડવરયન પિલ્લાઈના ટેકા સાથે આઠ વર્ષના આયોજન પછી તેમણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત આપી.[૫][૬][૭]
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમનો કેટલોક દારૂગોળો સંગ્રહિત કર્યો હતો તે જગ્યાના ખબર મળતાં જ તેણીની તેની કમાન્ડર કુયલી[૮] સાથે એ દારૂગોળાના અડ્ડા પર આત્મઘાતી હુમલો કર્યો હતો, અને તેને ફૂંકીને આગ ચાંપી દીધી હતી.[૯][૧૦][૧૧] નચ્ચિયારે તેમના પતિના સામ્રાજ્યને પુનઃ પ્રાપ્ત કર્યું અને વધુ દસ વર્ષ સુધી તેના પર શાસન કર્યું.[૧૨] ૧૭૯૦માં, તેમના પછી તેમની પુત્રી વેલ્લાકી રાજગાદીએ આવી.[૧] તેમણે પોતાની પુત્રીને મારુધુ બંધુઓ સાથે રાજ્યના વહીવટમાં મદદ કરવાની સત્તા આપી હતી. થોડા વર્ષો બાદ ૨૫ ડિસેમ્બર ૧૭૯૬ના રોજ વેલુ નાચ્ચિયારનું અવસાન થયું હતું.[૧૩]
સન્માન
ફેરફાર કરો- ૩૧ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ, તેમના સન્માનમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૧૪]
- ચેન્નાઈની ઓવીએમ ડાન્સ એકેડેમી, શિવગંગાઇ રાણી પર "વેલુ નાચ્ચિયાર" પર આધારિત એક ભવ્ય બેલે ડાન્સ પ્રસ્તુત કરે છે.
- તમિલ-અમેરિકન હિપ-હોપ કલાકાર પ્રોફેસર એ.એલ.આઈ.એ ૨૦૧૬માં તેમના તમિલિક આલ્બમના ભાગરૂપે વેલુ નાચિયારને સમર્પિત એક ગીત "અવર ક્વીન" રિલીઝ કર્યું હતું.[૧૫]
- ૨૧ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ ચેન્નાઇની નારધા ગણ સભામાં એક ભવ્ય નૃત્ય બેલેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાણી વેલુ નાચ્ચિયારના જીવન ઇતિહાસને દર્શાવવામાં આવ્યો હતો. આ નાટકનું દિગ્દર્શન શ્રીરામ શર્માએ કર્યું હતું, જેમણે લગભગ એક દાયકા સુધી રાણીના જીવન ઇતિહાસ પર સંશોધન કર્યું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ K. R. Venkatarama Ayyar (1938) A Manual of the Pudukkóttai State. Sri Brihadamba State Press. p.720
- ↑ Rohini Ramakrishnan (10 August 2010) Women who made a difference. The Hindu.
- ↑ ૩.૦ ૩.૧ Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British. The News Minute. 3 January 2017
- ↑ "Veeramangai Velu Nachiyar". The Hindu Business Line. Chennai, India. 18 January 2019.
- ↑ ૫.૦ ૫.૧ "Journeys English Course Book 6". Pearson Education India. 2007. પૃષ્ઠ 78.
- ↑ ૬.૦ ૬.૧ "Reminiscing Herstories". BFC Publications. March 24, 2021. પૃષ્ઠ 28.
- ↑ ૭.૦ ૭.૧ Soma Basu (24 December 2007). "Uphill, for history's sake". The Hindu. India. મૂળ માંથી 28 February 2008 પર સંગ્રહિત.
- ↑ ૮.૦ ૮.૧ "Power Women". Bloomsbury Publishing. September 13, 2021. પૃષ્ઠ All.
- ↑ "Of woman power and Tamizh glory". IBN Live. Chennai, India. 14 June 2011.
- ↑ "Tamil Nadu to build memorial for freedom fighter Kuyili". Times of India. Chennai, India. 16 May 2013. મેળવેલ 13 August 2014.
- ↑ "A Durga A Day-Day 6: Mata Katyayini-Rani Velu Nachiyar and Kuyili". Chennai, India. 15 October 2018.
- ↑ Rohini Ramakrishnan (14 August 2010) Women who made a difference. The Hindu.
- ↑ "History-Sivaganga district". Sivaganga dist. – Tamil Nadu govt., India. મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 24 November 2011.
- ↑ "India Post – Stamps 2008". Postal department, Government of India.
- ↑ "International Women's Day Dedication to Queen Velu Nachiyar". professorali.com. 7 March 2016. મૂળ માંથી 20 માર્ચ 2019 પર સંગ્રહિત. મેળવેલ 2 ફેબ્રુઆરી 2024.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવેલુ નાચ્ચિયાર સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર