વૈજનાથ મંદિર
વૈજનાથ મંદિર, ભારતના હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વૈજનાથ ગામમાં આવેલું નાગર શૈલીમાં બનેલું હિન્દુ મંદિર છે.[૧] તે વર્ષ ૧૨૦૪ માં અહુકા અને મન્યુકા નામના બે સ્થાનિક વેપારીઓ દ્વારા બનાવાયું હતું. શિલાલેખો મુજબ વર્તમાન વૈજનાથ મંદિરની રચનાથી પૂર્વ પણ ત્યાં ભગવાન શિવનું એક મંદિર અસ્તિત્વમાં હતું. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ છે, બહારી દિવાલો પર ચિત્રો નક્કાશવામાં આવ્યા છે.[૨]
વૈજનાથ મંદિર | |
---|---|
बैजनाथ मंदिर | |
વૈજનાથ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ ધર્મ |
જિલ્લો | કાંગડા જિલ્લો |
દેવી-દેવતા | શિવ (વૈજનાથ) |
તહેવાર | મહાશિવરાત્રિ, મકર સંક્રાતિ, વૈશાખ સંક્રાતિ |
સ્થાન | |
સ્થાન | વૈજનાથ, કાંગડા જિલ્લો |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 32°03′00″N 76°41′00″E / 32.05000°N 76.68333°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | નાગર શૈલી |
નિર્માણકાર | અહુકા, મન્યુકા |
સ્થાપના તારીખ | ૧૨૦૪ |
પુરાતત્વશાસ્ત્ર
ફેરફાર કરોમંદિરના મુખ્ય કક્ષમાં બે મોટા શિલાલેખ છે, આ શિલાલેખ સંસ્કૃત ભાષા અને સ્થાનિક ટકરી લિપિનો ઉપયોગ કરીને લખવામાં આવ્યા હતા. આ શિલાલેખો શક સંવત વર્ષ ૧૧૨૬માં મંદિરના નિર્માતા વેપારીઓ અહુકા અને મન્યુકાની માહિતી આપે છે, તદ્ઉપરાંત ભગવાન શિવની પ્રશંશા, શિવ ઉપાસક રાજા જય ચંદ્ર, વાસ્તુકારોની યાદી અને દાતા વેપારીઓના નામ પણ સામેલ છે. અન્ય શિલાલેખમાં કાંગડાનું જૂનું નામ નાગરકોટ આપેલું છે.[૩]
શિલ્પો
ફેરફાર કરોમંદિર ની દિવાલો પર અસંખ્ય મુર્તિઓ નક્કાશવામાં આવી છે. જેમાં મુખ્ય મુર્તિઓ, ભગવાન ગણેશ, ભગવાન હરિહર અને અંધક નામના રાક્ષસનો સંહાર કરતા ભગવાન શિવની છે. તેમાં કલ્યાણસુંદર ની મુર્તિઓ પણ છે.[૪]
છબીઓ
ફેરફાર કરો-
પ્રવેશદ્વાર
-
મંદિર, નજીકથી
-
બગીચો અને પ્રવેશદ્વાર
-
શિવલિંગ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Kumud, Mohan (27 August 2001). "Cradling beauty". Business Line. મૂળ માંથી 6 June 2011 પર સંગ્રહિત. મેળવેલ 6 January 2017. સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન
- ↑ "વૈજનાથ".
- ↑ "વૈજનાથ મંદિરનું પુરાતત્વશાસ્ત્ર".
- ↑ "વૈજનાથ મંદિર શિલ્પ સ્થાપત્ય".