શનિ (ગ્રહ)

એ સૂર્યમંડળનો છઠ્ઠો ગ્રહ અને ગુરુ પછી,સૂર્યમંડળનો બીજો સૌથી મોટો
(શનિ થી અહીં વાળેલું)

શનિ (પ્રતીક: ♄) સૌરમંડળનો સૂર્યથી છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ છે.

જુલાઇ ૨૦૦૮માં કાસિની યાને લીધેલી છબીઓને ભેગી કરીને બનાવેલ શનિનું સાચા રંગો વાળું ચિત્ર.

તે ગુરુ પછી બીજો સૌથી મોટો ગ્રહ છે. વિષુવવૃત ઉપર તેનો વ્યાસ પૃથ્વી કરતા ૯ ગણો મોટો છે.[] પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ પૂરૂ કરતાં તેને ૧૦ કલાક અને ૪૭ મિનિટનો સમય થાય છે.

ગ્રહની સૌથી પ્રખ્યાત ઓળખ તેના વલયો છે, જે મોટાભાગે બરફના કણોથી બનેલા છે. ઓછામાં ઓછા ૮૨ ચંદ્ર શનિની ભ્રમણકક્ષા માટે જાણીતા છે[], જેમાંથી ૫૩ ને સત્તાવાર નામ આપવામાં આવ્યા છે; શનિનો સૌથી મોટો ચંદ્ર ટાઇટન છે. જેનો વાતાવરણ નોંધપાત્ર છે.

  1. Brainerd, Jerome James (24 November 2004). "Characteristics of Saturn". The Astrophysics Spectator. મૂળ માંથી 1 October 2011 પર સંગ્રહિત. મેળવેલ 5 July 2010.
  2. Rincon, Paul (7 October 2019). "Saturn overtakes Jupiter as planet with most moons". BBC News. મેળવેલ 11 October 2019.