શાહજીરું એ જીરાની જાતીનો જીરા જેવો દેખાતો જેવો એક મસાલો છે જે રંગે કાળો હોય છે. આનું શાસ્ત્રીય નામ બ્યુનીયમ પેર્સીકમ છે. અંગ્રેજીમાં આને બ્લેક ક્યુમીન (black cumin)[સંદર્ભ આપો], બ્લેક સીડ (blackseed)[સંદર્ભ આપો] કે બ્લેક કારાવે (black caraway) કહેવાય છે. [] આનો સ્વાદ અમુક અંશે મૃદા અને ધુમાડા જેવો હોય છે. લોકો આને નાઈજેલા સતીવા સમજી થાપ ખાઈ જાય છે.

શાહજીરું
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
Order: Apiales
Family: Apiaceae
Genus: 'Bunium'
Species: ''B. persicum''
દ્વિનામી નામ
Bunium persicum
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[]
  • Carum heterophyllum Regel & Schmalh.
  • Carum persicum Boiss.
  • (but see text)

ઉત્તર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનીસ્તાન, તાજીકીસ્તાન અને ઈરાનમાં શાહજીરું રસોઈમાં મસાલા તરીકે વપરાય છે. આ ક્ષેત્ર સિવાય બહારના વિશ્વમાં આ મસાલો લગભગ અજ્ઞાત છે. આના મૂળ જમા કરી તેને ખવાય છે એને અંગ્રેજીમાં પીગનટ (pignut) કે ચેસ્ટનટ(chestnut) કહે છે

અન્ય ભાષામાં નામ

ફેરફાર કરો

સ્થાનીય રીતે આને હિંદીભાષામાં કાલા જીરા કે શાહી જીરા કહે છે. બંગાળીમાં તેને કાલો જીરા પન તે નાઈજેલાના સંદર્ભે વપરાય છે.

આના છોડ અગ્નિ યુરોપથી લઊઈ દક્ષિણ એશિયા સુધી જંગલમાં ઊગે છે. તે લંબાઈમાં 60 centimetres (24 in) અને ઘેરાવામાં 25 centimetres (9.8 in) જેટ્લા વધે છે. તેના પાન ઝાલર વાળા હોય છે અને ફૂલો ઉભયલિંગી હોય છે. તેનું પરાગનયન કીટકો દ્વારા અથવા self-fertile રીતે થાય છે. કાળા જીરાનાં વૃક્ષો દ્રાસ અને કારગિલ ક્ષેત્રોમાં વધુ ઉંચાઈ ધરાવતા ક્ષેત્રો અને સ્પીતીમાં થાય છે. કાળા જીરાના વૃક્ષ એક મીટર કરતા વધતાં નથી અને તેનો ઘેરાવો ૬૦ સેમી જેટલો હોય છે.

 
કાળું જીરું

ખાદ્ય વપરાશ

ફેરફાર કરો

આન છોડ ઝીણા બીજ ધરાવે છે અને છોડ સુકાઈ જતાં એને ખેંચી શકાય છે. દરેક છોડમાંથી ૫ થી ૮ ગ્રામથી વધુ જીરું મળતું નથી. આને કારણે આની કિંમત ઘણી વધુ હોય છે.

આના મૂળનો અંતિમ ગોળાકાર છેડો કાચો કે રાંધીને ખાઈ શકાય છે તેનો સ્વાદ મીઠા ચેસ્ટનટ (ભૂરા) જેવો લાગે છે. આન પાન પાર્સ્લીની જેમ તાજા મસાલા (હર્બ) તરીકે વાપરી શકાય છે.

આ મસાલો મોંઘો હોવાથી તેને વૈભવી બહરતીય વાનગીમાં વપરાય છે. આની સોડમ બચાવવા તેના બીયાને આખા જ સચવાય છે.

  1. "Bunium persicum information from NPGS/GRIN". www.ars-grin.gov. મૂળ માંથી 2009-01-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-13.
  2. "The Plant List: A Working List of All Plant Species". મૂળ માંથી 2013-10-05 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-02.
  3. Plants for a Future database, Bunium persicum - (Boiss.) B.Fedtsch. Common Name Black Caraway