શીતપેટી
સામાન્ય ઘરગથ્થુ ઉપકરણ
શીતપેટી અથવા રેફ્રિજરેટર એ એક આધુનિક ભૌતિક ઉપકરણ છે, જે ચોક્કસ શીત તાપમાન જાળવી રાખી શકે છે. ઘરમાં ઉપયોગી એવા આ ઉપકરણ સૌપ્રથમ ઇ. સ. ૧૯૧૧માં ફ્રાંસ દેશના એક ખ્રિસ્તી સાધુએ શોધેલ ગંધક ડાયોક્સાઈડ પ્રક્રિયાના આધારે માર્શલ ઓડીક્રેન નામના વિજ્ઞાન શિક્ષકે લાકડાંની પેટી જેવી રચના કરી બનાવ્યું હતું, જેનો ખર્ચ તેને એ જમાનામાં ગાડીની કિંમત કરતાં પણ વધારે થયો હતો.
પહેલાંના સમયમાં શીતપેટીમાં ફ્રિયોન વાયુ વાપરવામાં આવતો. આમ ઘણાં વર્ષો સુધી ચાલ્યું. આ પછી જ્યારે હાઈડ્રો ક્લોરોફ્લ્યુરોકાર્બન (ટૂંકું નામ: એચસીએફસી) શોધાયા પછી તે વાયુ શીતપેટીમાં વપરાશમાં લેવાય છે.
ખૂબજ જાણીતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં માત્ર હવાના દબાણથી કાર્ય કરતા શીતપેટીની શોધ કરી તેની પેટંટ મેળવવામાં સફળ થયા હતા.