શૂન્ય ભેદભાવ દિવસ
શૂન્ય ભેદભાવ દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા દર વર્ષે ૧ માર્ચના રોજ ઉજવવામાં આવતો વાર્ષિક દિવસ છે. આ દિવસનો હેતુ યુએનના તમામ સભ્ય દેશોમાં કાયદા સમક્ષ અને વ્યવહારમાં સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસની સૌપ્રથમ ઉજવણી ૧ માર્ચ, ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી અને યુએનએઇડ્સ (UNAIDS – એચઆઇવી/એઇડ્સ પર સંયુક્ત રાષ્ટ્રનો સંયુક્ત કાર્યક્રમ)ના કાર્યકારી નિદેશક મિશેલ સિદિબેએ તે જ વર્ષે ૨૭મી ફેબ્રુઆરીએ બેઇજિંગમાં એક પ્રમુખ કાર્યક્રમ સાથે તેની શરૂઆત કરી હતી.[૧]
શૂન્ય ભેદભાવ દિવસ | |
---|---|
ઉજવવામાં આવે છે | સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) |
પ્રકાર | સાંસ્કૃતિક |
તારીખ | ૧ માર્ચ |
આવૃત્તિ | વાર્ષિક |
સંબંધિત | યુએનએઇડ્સ (UNAIDS), એલજીબીટી પ્રાઈડ |
ફેબ્રુઆરી ૨૦૧૭માં, યુએનએઇડ્સે લોકોને "શૂન્ય ભેદભાવની આસપાસ અવાજ ઉઠાવવા, બોલવા અને મહત્વાકાંક્ષાઓ, લક્ષ્યો અને સપનાઓ પ્રાપ્ત કરવાના માર્ગમાં ઉભા રહેવાના માર્ગમાં ભેદભાવને અટકાવવા" હાકલ કરી હતી.[૨]
આ દિવસની વિશેષ કરીને યુએનએઇડ્સ જેવી સંસ્થાઓ દ્વારા નોંધ લેવામાં આવી છે જે એચઆઇવી/એઇડ્સ સાથે જીવી રહેલા લોકો સામે ભેદભાવનો સામનો કરે છે. લાઇબેરિયાના રાષ્ટ્રીય એઇડ્સ આયોગના અધ્યક્ષ ડૉ. ઇવાન એફ. કૈમેનોરના જણાવ્યા અનુસાર, "એચઆઇવી સંબંધિત લાંછન અને ભેદભાવ વ્યાપક છે અને આપણા લાઇબેરિયા સહિત વિશ્વના લગભગ દરેક ભાગમાં અસ્તિત્વમાં છે."[૩] સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગત ૨૦૧૭માં આ ઉજવણી એચ.આઇ.વી /એઇડ્સથી સંક્રમિત એલજીબીટીઆઈ સમુદાયના લોકોને સમર્પિત કરવામાં આવી હતી, જેઓ ભેદભાવનો સામનો કરે છે.[૪]
ભારતમાં પ્રચારકોએ આ દિવસનો ઉપયોગ એલજીબીટીઆઈ સમુદાય સામે ભેદભાવને વધુ સંભવિત બનાવતા કાયદાઓ સામે અવાજ ઉઠાવવા માટે કર્યો છે, ખાસ કરીને દેશમાં સમલૈંગિકતાને અપરાધ તરીકે ગણાવતા કાયદા (ભારતીય દંડ સંહિતા, એસ ૩૭૭[૫]) ને રદ કરવાના અગાઉના અભિયાન દરમિયાન તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૬]
૨૦૧૫માં, કેલિફોર્નિયામાં આર્મેનિયન અમેરિકનોએ આર્મેનિયન નરસંહારના પીડિતોને યાદ કરવા માટે શૂન્ય ભેદભાવ દિવસ પર ડાઇ-ઇન કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત લોકોના એક જૂથ જાણે કે તેઓ મૃત્યુ પામ્યા હોય તેમ જાહેર સ્થળે સૂઈ જઈ સામાન્ય પ્રવૃત્તિઓને અટકાવી દીધી હતી.[૭]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Zero Discrimination Day to be celebrated 1 March 2014 | UNAIDS". www.unaids.org. મેળવેલ 2017-03-01.
- ↑ "UNAIDS urges everyone to make some noise for zero discrimination" (પ્રેસ રિલીઝ). http://www.unaids.org/en/resources/presscentre/pressreleaseandstatementarchive/2017/february/20170301_zero-discrimination-day.
- ↑ Watkins, Solomon. "Liberia Joins Global Community to Stand Up For Zero Discrimination". FrontPage Africa (અંગ્રેજીમાં). મેળવેલ 2017-03-01.
- ↑ Dhaliwal, Mandeep (2017-02-28). "Do more than make some noise…". United Nations Development Programme (અંગ્રેજીમાં). મૂળ માંથી 1 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-01.
- ↑ Biswas, Shreya (March 1, 2016). "Zero Discrimination Day: Heres why you should know about it and be a part". India Today. મેળવેલ 2017-03-01.
- ↑ Iidangoor, Abhishyant (6 September 2018). "India's Supreme Court Decriminalizes Homosexuality in a Historic Ruling for the LGBTQ Community". Time (magazine). મેળવેલ 31 December 2020.
- ↑ Hairenik (2015-03-02). "Armenian Youth Stage 'Die-in' on 'Zero Discrimination Day'". Armenian Weekly. મેળવેલ 2017-03-01.