શ્યામક દાવર (જન્મ ૧૯ ઑક્ટોબર ૧૯૬૧) એ એક ભારતીય નૃત્ય પ્રશિક્ષક છે. આધુનિક જાઝ અને પાશ્ચાત્ય નૃત્ય શૈલીને ભારતમાં પ્રથમ વખત લાવનાર તરીકે તેઓ જાણીતા છે.[] તેમને ભારતમાં સમકાલીન નૃત્ય શૈલીના ગુરુ માનવામાં આવે છે. ભારતીય નૃત્ય શૈલી, ખાસ કરી નૃત્ય અને નાટ્ય ક્ષેત્રમાં, આધુનીકી કરણ લઈ આવવાનું શ્રેય તેમને જાય છે. તેઓ પોતાની સદાય વિકસતી "શ્યામક શૈલી"ના નૃત્ય માટે લોકપ્રિય છે.[] તેઓ કોમનવેલ્થ ગેમ્સ, મેલબોર્ન અને કોમનવેલ્થ ગેમ્સ, દીલ્હીના નૃત્ય દિગ્દર્શક રહી ચુક્યા છે.[] ૨૦૧૧માં તેમણે મિશન ઈમ્પોસીબલ-૪ નામની હોલીવુડ ફીલ્મમાં એક નૃત્ય દિગ્દર્શીત કર્યું છે.

શ્યામક દાવર
જન્મ૧૯ ઓક્ટોબર ૧૯૬૧ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Sydenham College Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata
વેબસાઇટhttp://www.shiamak.com/ Edit this on Wikidata

શૈમકે આઈ. આઈ. એફ. એ (ઈંન્ટરનેશનલ ઈંડિયન ફીલ્મ એકૅડેમી એવૉર્ડ્સ) અને ફીલ્મ ફેર એવૉર્ડ્સ જેવા રંગમચ પરના કાર્યક્રમો અને ફીલ્મોમાં ભારતીય ફીલ્મ સિતારાઓ માટે નૃત્ય દિગ્દર્શન કર્યું છે. બોલીવુડના અભિનેતાઓ જેમકે શાહીદ કપૂર, વરુણ ધવન અને સુશાંતસિંહ રજપૂત જેવા કલાકાર શ્યામક દાવર ડાન્સ એકૅડમી ના સભ્યો હતા.[][] ઉભરાતા ભારતીય કલાકારો જેમકે રુઝલાન મુમતાઝ, શુભ અને બાળ કલાકાર દર્શીલ સફારી પણ શ્યામક દાવર ડાન્સ એકૅડમી ના સભ્યો છે.

૧૯૯૭ની બોલીવુડ ફીલ્મ "દીલ તો પાગલ હૈ" માટે તેમને સર્વોત્ત્મ નૃત્ય દિગ્દર્શન માટેનો રષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ૨૦૦૭માં તેમને ફીલ્મ "ધૂમ-૨" માટે એમ ટીવી નો સર્વોત્તમ સ્ટાઈલીશ ગીત માટેનો લાયક્રા એમટીવી સ્ટાઈલ એવૉર્ડ મળ્યો હતો.[] જુલાઈ ૨૦૧૭માં ભારત અને વિશ્વમાં મનોરંજન ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને મીડલસેકસ વિશ્વવિદ્યાપીઠે ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.[]

દાવર એ ગુજરાતી ભાષી - ઝોરાષ્ટ્રીયન (પારસી) છે. []

નૃત્ય દિગ્દર્શન

ફેરફાર કરો

દાવરે તેમની નૃત્ય દિગ્દર્શનની કારકીર્દી હિન્દી ફીલ્મ "દિલ તો પાગલ હૈ"થી શરૂકર્રી. આ ફીલ્મ માટે તેમને સર્વોત્ત્મ નૃત્ય દિગ્દર્શન માટેનો રષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. હીન્દી ફિલ્મોમાં નૃત્યનું નવું સંસ્કરણ લાવતા સાથે તેમણે તાલ, કિસ્ના, બંટી ઔર બબલી, ધૂમ-૨, આઇ સી યુ, તારે ઝમીન પર, યુવરાજ, રબને બનાદી જોડી અને જગા જાસૂસ જેવી ફીલ્મોમાં નૃત્ય દિગ્દર્શન કર્યું.

શૈમકે બ્રાયન એડમ્સ, સ્ટીંગ અને એડી ગ્રાંટ જેવા કલાકારો સાથે રંગમંચ પર કાર્ય કર્યું છે. તેમણે લીટલ ઝીઝીઓઉ નામની ફીલ્મમાં અભિનય કર્યો છે અને નૃત્ય દિગ્દર્શન પણ કર્યું છે.[] તેમને એક પોપ આલ્બમ પણ બહાર પાડ્યું છે તેમાં તેમણે શંકર મહાદેવન, હૈર્હરન અને શ્વેતા પંડિત જેવા કકાકારો સાથે ગાયું છે. તેના ગીતો ડી જે અકીલ મિશ્ર કરી દ્વારા ગોઠવાયા છે.

શ્યામક દાવર સહારા સંગીત એવૉર્ડ્ઝ, શ્યામક દાવર ચાઈના ટાઊ, ૭મો આંતરરાષ્ટ્રીય કેરો ગીતોત્સવ, આઈફા એવૉર્ડ્ઝ, [૧૦] [૧૧] શ્યામક-ધ સ્પિરીટ ઑફ સોઙ એન્ડ ડાન્સ,,[૧૨] આઈ બિલિવ — અ શ્યામક દાવર સ્પેક્ટેક્યુલર[૧૩][૧૪] અને ધ અનફરગેટેબલ વર્લ્ડ ટુર.[૧૫]જેવ શૉનો અભિનય અને મનોરંજન કલા નિર્દેશક હતા.

શૈમકે ૨૦૦૬ના રાષ્ટ્રકુળના (કૉમનવેલ્થ)ખેલનો સમાપન સમારોહ, ૨૦૧૦ની રાષ્ટ્રકુળના (કૉમનવેલ્થ)ખેલનો સમાપન સમારોહ, વૈશ્વીક અર્થશાસ્ત્રીય મંચ (દાવોસ-૨૦૦૬)માં નૃત્ય દિગ્દર્શન કર્યું. તેમણે બિલ ક્લિન્ટન માટે એક મનોરંજન કાર્યક્રમ કર્યો, તેમણે કહ્યું કે, "દુનિયાએ તમને જોવા જ જોઈએ."[૧૬][૧૭]

આઈફા એવૉર્ડ્સ સાથે તેઓ એક દાયકાથી જોડાયેલા છે. ૨૦૧૪માં તામ્પા બે ખાતે યોજાયેલા આઈફા એવૉર્ડ્સમાં શૈમકે ઝોન ટ્રાવોલ્ટા અને કેવીન સ્પેસી જેવા હોલીવુડ કલાકારો માટે નૃત્ય દિગ્દર્શન કર્યું હતું. હ્યારે ટ્રાવોલ્ટાએ શ્યામકની હૃત્ક રોશન માટે તૈયાર કરેલું નૃત્ય જોયું ત્યારે તેઓ આશ્ચર્હ પામ્યા. ટ્રાવોલ્ટાએ કહ્યું કે તો ખરખર હોંશિયાર નર્તક છે અને હું શ્યામક દાવરની ટીમ થ અત્યંટ પ્રભાવીત છું. તેઓ ટોનીસ ના નર્તકો જેવા જ છે તે નૃત્ય જોવા લાયક હતું અને મારા બે હાથે સલામ".[૧૮]

દાનવીર તરીકે તેઓ વિક્ટરી આર્ટ્સ ફાઉન્ડેશન (VAF) નામની સંસ્થા ચલાવે છે. તેમાં તેઓ ગરીબ, મંદબુદ્ધિ, અપંગ બાળકોને નૃત્ય શીખવે છે અને નતેમને નૃત્ય થેરેપી દ્વારા ખુશીનો અનુભવ કરાવે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Shiamak Davar, The Times of India, 10 December 2002
  2. [૧]
  3. A Slice of India at C'wealth Games, The Times of India, 16 March 2006
  4. Shiamak Davar's mover and shaker, by Bella Jaisinghani સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૪ ના રોજ વેબેક મશિન The Times of India, 20 July 2008
  5. [૨]
  6. Style Award Winners – 2007 સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૧ ના રોજ વેબેક મશિન, Lycra(R) MTV Style Awards Winners List
  7. [૩]
  8. Diksha Kamra. "SRK's shouting was a gift: Shiamak". The Times of India. મેળવેલ 5 March 2015.
  9. "Shiamak Davar". IMDb.com. મેળવેલ 2017-03-16.
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ સંગ્રહિત માંથી 2003-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2003-09-03.
  11. "આર્કાઇવ ક .પિ". મૂળ સંગ્રહિત માંથી 2008-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-13.
  12. Shiamak - The Spirit of Song and Dance. સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૮ ના રોજ વેબેક મશિન Videovision Entertainment. 8 July 2005
  13. I Believe સંગ્રહિત ૨૦૦૯-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન, Aditya Birla Group
  14. Shiamak Davar Returns with I Believe[હંમેશ માટે મૃત કડી] Buzz18.com. CNN-IBN. 12 November 2007
  15. Unforgettable World Tour સંગ્રહિત ૨૦૦૮-૦૮-૧૭ ના રોજ વેબેક મશિન, Bollywood World.com IANS 16 August 2008
  16. Meet Shiamak Davar, The Globe and Mail, Jun. 15 2011, 4:23 PM EDT Last updated Friday, Aug. 24 2012, 3:54 PM EDT
  17. Shiamak Davar Dance Company Starts Classes in NYC WSJ by Aarti Virani
  18. "From Kevin Spacey to Hrithik Roshan: Six memorable IIFA moments". Firstpost.com. મેળવેલ 2017-03-16.