શ્યામ સાધુ

ગુજરાતી સાહિત્યકાર, ગઝલકાર

શ્યામ સાધુ ‍(મૂળ નામ: શામળદાસ મૂળદાસ સોલંકી) (૧૫ જૂન, ૧૯૪૧ - ૧૬ ડિસેમ્બર, ૨૦૦૧) ગુજરાતી સાહિત્યકાર હતા.[૧] તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું હતું.

શ્યામ સાધુ
જન્મ૧૫ જૂન ૧૯૪૧ Edit this on Wikidata
જુનાગઢ Edit this on Wikidata
મૃત્યુ૧૬ ડિસેમ્બર ૨૦૦૧ Edit this on Wikidata
વ્યવસાયકવિ Edit this on Wikidata

જીવન ફેરફાર કરો

તેમનું વતન જુનાગઢ હતું અને તેઓએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો.

સર્જન ફેરફાર કરો

યયાવરી તેમનો પ્રથમ ગઝલસંગ્રહ છે, જે ૧૯૭૨માં બહાર પડેલો, ત્યારે આ યુવાકવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાનાં પાનાંમાં કવિ-સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઊપસી આવેલી. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંજુ વાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્યસર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Junagadh, Aapdu. "શ્યામ સાધુ: જુનાગઢી ધરાનું સૂફીયાણું નામ..." (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2020-09-06.

બાહ્ય કડીઓ ફેરફાર કરો