શ્રવણ

રામાયણમાં આવતું એક પાત્ર

શ્રવણ (સંસ્કૃત: श्रवण) જે શ્રવણકુમાર (સંસ્કૃત: श्रवणकुमार) તરીકે પણ ઓળખાય છે એક પૌરાણિક પાત્ર છે જેનો ઉલ્લેખ રામાયણ મહાકાવ્યમાં છે. 

દશરથ રાજા અને શ્રવણ

માતા-પિતા તરફ ભક્તિ

ફેરફાર કરો
 
દશરથ વડે મૃત્યુ પામેલા શ્રવણનો શોક કરતાં શ્રવણના અંધ માતા-પિતા

શ્રવણના માતા-પિતા સંન્યાસી હતા. તેના પિતા-માતાના નામ શાંતવન અને જ્ઞાનવંતી હતા. ઘરડાં થયા બાદ તેમને આત્માની શુદ્ધિ માટે ચાલીસ યાત્રાધામોની યાત્રા કરવાની ઇચ્છા થઇ અને આ વિશે તેમણે શ્રવણને કહ્યું. તે સમયે આવી યાત્રા ખર્ચાળ અને મુશ્કેલ હતી અને શ્રવણને પરવડે તેમ હતું નહી. આથી શ્રવણે ટોપલીઓ અને વાંસ વડે કાવડ બનાવી અને માતા-પિતાને તેમાં બેસાડીને યાત્રા શરૂ કરી.

રામાયણ અનુસાર અયોધ્યાના જંગલોમાં દશરથ જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમણે તળાવ નજીક પ્રાણીનો અવાજ સાંભળ્યો અને ત્યાં તીર માર્યું. જ્યારે તેઓ પ્રાણી પાસે ગયા ત્યારે તેમણે જોયું કે તીર એક યુવાન વ્યક્તિને લાગ્યું છે, જે શ્રવણ હતો. શ્રવણે પોતાના બિમાર અને વૃદ્ધ માતા-પિતાને પાણી આપવા માટે કહ્યું અને આ ઘટના વિશે જણાવવા કહ્યું અને મૃત્યુ પામ્યો. જ્યારે દશરથ પાણી આપવા શ્રવણના માતા-પિતા પાસે ગયા અને ઘટનાનું વર્ણન કર્યું ત્યારે તે સાંભળીને તેઓ દુ:ખને જીરવી ન શક્યા. તેમણે દશરથને શ્રાપ આપ્યો કે તે પણ 'પુત્રશોક' નો અનુભવ કરશે.[૧]